________________
તરીકેના સ્વતંત્ર તત્ત્વને માનવાની લેશ પણ જરૂર રહેતી નથી.
જે રાગરોષમુક્ત હોય તે વળી કોઈના ઉપર રાગ કરીને રિઝાવે, કોઈના ઉપર રોષ કરી મારપીટ કરે એ બધું શું સંભવિત છે ? અને જો એ બધું તે તે જીવના કર્મના અનુસાર તેને કરવું પડતું હોય તો તે કર્મ જ અચિન્ય શક્તિસંપન્ન છે : તે જ એ બધું કરી લે છે એમ જ શા માટે ન માનવું ?
આ ઈશ્વરકતૃત્વવાદ આજની વિજ્ઞાની દુનિયામાં તો નિતરાં અસંગત ઠરે છે અને એ રીતે આધુનિકવિજ્ઞાન જૈનદાર્શનિકોના એક અદ્વિતીય સત્યને શિર ઝુકાવે છે.
અને દયા, દાન, પ્રેમ વગેરેની વૃત્તિ પ્રવૃત્તિ કરતાં જે કર્માણ ચોંટ્યાં તે કર્માણનું કાર્ય શ્રીમંતાઈ, સુંદર રૂપ, સુંદર આરોગ્ય, દેવ કે માનવનું જીવન વગેરે દેવાનું છે.
કોઈપણ કર્માણ જયારે આત્માની ઉપર ચોંટે છે ત્યારે તે જ વખતે એ કર્માણની ચાર વાતો નક્કી થઈ જાય છે. (૧) એનો સ્વભાવ (સુખદુઃખ વગેરે દેવાનો) (૨) એનો આત્મા ઉપર રહેવાનો સમય (વર્ષ, પાંચ વર્ષ, હજારો વર્ષ,) (૩) એની તાકાત (૧ પાવર, ૨ પાવર, ૩ કે ૪ પાવરની) અને (૪) તેનું પ્રમાણ (કર્માણુની સંખ્યા) આ ૪ (Nature, Time, Power, Bulk) નક્કી થાય પછી તે કર્માણ કેટલોક સમય શાન્ત પડ્યા રહે છે અને પછી પોતાનું કાર્ય બજાવી નાંખે છે.
જયાંસુધી એ કર્માણુ શાન્ત અવસ્થામાં પડી રહે છે ત્યાંસુધીના કાળમાં તેમના સ્વભાવમાં, સ્થિતિમાં અને રસ વગેરેમાં ફેરફાર કરી નાંખવાનું શક્ય છે, અને તેથી જ અનેક આત્માઓ સંત બનીને સુંદર આચાર, વિચાર અને ઉચ્ચારનું જીવન જીવે છે, એથી જન્માંતરોમાં ચોંટેલા કર્માણુઓ કે જેમનું કાર્ય સ્ત્રી, પશુ, નારક વગેરેનું જીવન આપવાનું હોય છે, અથવા તો જેમનું કાર્ય રોગ, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરે આપવાનું હોય છે. બધું પલટાઈ જાય છે અને સુંદર કાર્યો નિપજાવવાની સ્થિતિમાં તે કમણુઓ ફેરવાઈ જાય છે. આ હકીકતના કારણે જ જૈનદર્શન પ્રારબ્ધવાદી નથી કિન્તુ પુરુષાર્થવાદી છે.
જ્યારે સારા કાર્ય અને માઠાં કાર્ય-બેય કાર્ય બતાવનારાં કર્મોને વિશુદ્ધતપની ઉગ્ર સાધનાના અગ્નિમાં બાળી નાંખવામાં આવે છે ત્યારે કર્મમુક્ત બનેલો તે આત્મા પરમાત્મા બને છે.
આવી છે જડ એવા કર્મની અચિન્યશક્તિ.
વૈજ્ઞાનિકોની દુનિયામાં તો હવે સૂક્ષ્મ થતાં જડની અગાધશક્તિની વાત કરવી એમાં કશું જ આશ્ચર્યજનક રહ્યું નથી. અને તેથી જ સમગ્ર સંસારનું સંચાલન આ કર્મો જ કરી લે છે એમ માનીને તમામ વૈજ્ઞાનિકો એ વાતને જરાય આશ્ચર્ય વિના વધાવી લે.
જયારે આ એક વસ્તુસ્થિતિ છે ત્યારે ઈશ્વર જેવા એક જગત્કર્તા
ઈશ્વર અને જગકતૃત્વ
૧૬૧
૧૬૨
વિજ્ઞાન અને ધર્મ