________________
હવે એક જ પ્રશ્ન અહીં કદાચ થઈ શકે કે જો જીવોને સુખાદિ પ્રાપ્ત થવામાં કોઈ સ્વતંત્ર ચેતન-તત્ત્વની પ્રેરણા ન હોય અને એ સુખાદિ જીવોને કર્મો જ આપી દેતા હોય તો તે કર્મો તો જડ છે તે શી રીતે જીવને સુખ કે દુઃખ અથવા તેની સામગ્રી આપી શકે ?
આ પ્રશ્ન બહુ સુંદર છે, અને આનું સમાધાન પણ બહુ સરળ છે, કેમકે આજનું વિજ્ઞાન આ સમાધાન આપવા વહારે ધાયું છે.
જડમાં કોઈ શક્તિ જ નથી ? એમ માનીને જ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે ને ? પણ વસ્તુસ્થિતિ તો એ છે કે જડમાં તો અચિન્ય શક્તિઓ ભરપૂર પડેલી છે.
મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકતાં જ આંખમાંથી પાણી નીકળી જાય છે અને આત્મા અકળાઈ જાય છે, ચપ્પ જડ છે છતાં એનો સ્પર્શ થતાં જ આત્મા અરેકારો બોલાવી દે છે.
હરડે જડ છે છતાં એનો રેચ લાગતાં જ આત્મા ઢીલો થઈ જાય છે. બ્રાહ્મીની ગોળી જડ છે, છતાં તેના સેવનથી આત્મામાં જ્ઞાન વધે છે.
દારૂ જડ છે, છતાં તે આત્મામાં માદકતા ઉત્પન્ન કરે છે. અરે ! ચશ્મા જડ છે છતાં તે પહેરાવાય ત્યારે જ નબળી આંખવાળો આત્મા સારી રીતે વાંચી શકે છે.
એટમ બોમ્બ જડ છે, છતાં અનેક આત્માઓને દેહથી ભિન્ન બનાવીને મૃત્યુ અર્પે છે !
કોયૂટર જડ છે છતાં ચેતન આત્મા ન કરી શકે તેવા ગુણાકારો કરી શકે છે. ફક્ત ૧૫ સેકંડમાં મોટી રકમના બે બે લાખ ગુણાકારો કરી નાંખવાની રાક્ષસી તાકાત એ ધરાવે છે !
એક કોમ્યુટરને બે ઘડિયાળો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બે ઘડિયાળમાંની એક બગડીને સાવ બંધ પડી ગયેલી છે, જયારે બીજી રોજ દસ સેકંડ પાછળ જાય છે તો કયી પાસે રાખવી ? આનો જે ઉત્તર એ જડ કોયૂટરે આપ્યો એ સાંભળતાં ચેતન જેવો ચેતન હેરત પામી જાય તેવું છે. એણે કહ્યું કે, ‘સાવ બગડી ગયેલી ઘડિયાળ પાસે રાખવી કેમ કે તે તો દર બાર કલાકે એકવાર પાછળ જતી જતી ૧૨ વર્ષે એકજ વાર સાચો
કથાકાર હલાવી શકાફલાફાફાશશશશ શશશશશશ ઈશ્વર અને જગકતૃત્વ
સમય બતાવશે !!!”
આ છે જડ-શક્તિનું વિજ્ઞાન ! લાખો હિસાબો કરી નાંખે, વર કે કન્યા શોધી આપે, આગાહીઓ કરી આપે, જન્મદિવસો કહી આપે એ કોમ્યુટર સાવ જડ છે. એનામાં ચૈતન્યનો કોઈ અંશ નથી. આવી પણ અચિન્ય છે જડની શક્તિ.
રસિયનોએ એવાં પણ જડ યંત્રો શોધી કાઢયાં છે જે ગ્રંથોના ગ્રંથનાં ભાષાંતરો કરી નાંખે છે, અને અમેરિકાની ગેબેથ કમ્પનીએ તૈયાર કરેલું, બોલવાનું ધ્વનિક્ષેપક યંત્ર શબ્દો ઝડપીને ટાઈપ પણ કરી દે છે અને સાથે જ ફીટ કરેલા અનુવાદક યંત્રથી માંગો તે ભાષામાં અનુવાદ પણ કરી આપે છે, જડની શક્તિની વાતો કરતાં વિજ્ઞાન થાકે નહિ એટલી બધી એણે શોધો કરી નાંખી છે. હજી એ દિશામાં સ્કુટનિકગતિથી પ્રતિક્ષણ દોડ્યું જાય છે.
આવા વિજ્ઞાનના જગતમાં ઈશ્વરકર્તુત્વવાદી જો એવો પ્રશ્ન કરે કે કર્મ તો જડ છે, એ જ બધું શી રીતે કરી દે ? તો એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ બની રહે છે.
વિજ્ઞાને શોધેલાં જડ યંત્રો તો ખૂબ સ્કૂલ છે. અરે ! અણુ-પરમાણુ પણ ઘણો સ્થૂલ છે, છતાં તેનામાં દોડતાં ઈલેક્ટ્રોન, પ્રોટ્રોન, ન્યુટ્રોન અને પ્રોજીટ્રોન પણ રાક્ષસી તાકાતો ધરાવે છે, તો એ બધાંયથી અતિસૂક્ષ્મ છે કર્મના અણું, વસ્તુ જેમ વધુ સૂક્ષ્મ તેમ તે વધુ બળવાન, તો પછી કર્મના રજકણો ખૂબ જ બળવાન હોય તેમાં નવાઈ પામવા જેવું શું છે ? દરેક રજકણને આપણે ટાઈમબોમ્બની ઉપમા આપીએ. જયારે ફાટે છે ત્યારે જે રજકણમાં જે કાર્ય કરવાની તાકાત હોય છે તે કાર્ય તે જ વખતે તે કરી નાખે છે.
રાગરોષના ભાવોથી, મન, વચન, કાયાની પ્રવૃત્તિથી આકાશમાં સર્વત્ર ભરી પડેલા કર્મના રજકણો આત્મા ઉપર ચોંટી જાય છે. અને અમુક સમય જતાં તે એકદમ પોતાનું કાર્ય બતાવી દે છે. જો હિંસા, જૂઠ વગેરેની વૃત્તિ કે પ્રવૃત્તિ કરતાં તે કર્માણ ચોંટ્યા હોય તો તેનું કાર્ય નારક કે પશુજીવન, તથા રોગનાં, ગરીબીનાં, મૃત્યુનાં વગેરે દુ:ખો દેવાનું છે.
૧૫૯
૧૬૦
વિજ્ઞાન અને ધર્મ