________________
હવે રહી વિદેહમુક્ત ઈશ્વરની વાત, એઓ પણ ત્યાં રહ્યા રહ્યા અસીમ ઉપકાર કરી રહ્યા છે. ભીમભયંકર સંસારમાં રખડતા આપણામાં એમના જેવી અપૂર્વ સાધનાનું બળ તો નથી જ પરન્તુ એવી થોડી પળો, થોડી શક્તિ, થોડો પ્રયત્ન તો આપણે આ સ્થિતિમાં પણ જરૂર કરી શકીએ છીએ કે જેમાં એ વિદેહમુક્ત ઈશ્વરોને પણ હાથ જોડીને મસ્તકથી ઝૂકી પડીએ, મનથી બોલી દઈએ કે, “આપ પરમકૃપાળુ પરમાત્માને હું લાખ લાખ નમસ્કાર કરું છું. આપના દર્શાવેલા માર્ગને જ સત્ય માનું છું. મારા સ્વીકારેલા ઉન્માર્ગથી મારી જ હત્યા કરનારો હું મારી જાતને અસત્ય ભરપૂર માનું છું.”
આ રીતે એક પણ નમસ્કાર જે અર્પે છે એની એકજ ક્ષણમાં અશુભ કર્મોના અગણિત ૨જકણો એકજ ધડાકે આત્માથી જુદા પડીને આકાશમાં વેરાઈ જાય છે, એ રીતે આત્મા વધુ ને વધુ નમસ્કારો અપતો વધુ ને વધુ વિશુદ્ધ બનતો એકવાર પરમાત્મા બની જાય છે,
શું આ સિદ્ધિ પામવામાં એ વિદેહમુક્ત પરમાત્માનો જ ઉપકાર નથી ? એમણે એવી ઉગ્ર સાધના જ ન કરી હોત તો પરમાત્મા કોણ હોત ? પરમાત્મા જ ન હોત તો એવો નમસ્કાર કોને હોત ? નમસ્કાર ન હોત તો અહંકાર શી રીતે તૂટત ? કર્મોના જાળાં શી રીતે ફેંકાત ? વિશુદ્ધિ શે મળત ?
બુઝાયેલા દીપમાં ભલે તેલ છે, કોડિયું છે, પરન્તુ તેથી થોડો જ તે પ્રગટી જાય છે ? એ માટે એણે પ્રગટી ગયેલા દીપની નજદીક જવું જ રહ્યું. પ્રગટેલા દીપનો સ્પર્શ ન થાય ત્યાં સુધી બધું જ નકામું ને ? પ્રગટેલો એક દીપ મળી જાય તો એના સ્પર્શમાત્રથી લાખો બુઝાયેલા દીપ પ્રગટી જાય, અને એ દરે ક દીપ બીજા લાખોને પ્રગટાવતા જાય.
કેવી અપૂર્વ પરાર્થ-યાત્રા ? કેવું સુંદર વિશુદ્ધિકરણ ? કેવું અદ્ભુત આત્મવિજ્ઞાન !
સૂર્ય ઈચ્છતો નથી તોય સહજ રીતે અંધકારને દૂર કરે છે. સતત પ્રકાશતો રહે છે !
અગ્નિ ઈચ્છતો નથી તોય સહજ રીતે કેટલાંયની ઠંડી ઉડાડી મૂકે છે !
આવી જ સાહજિકતા ઈશ્વરમાં છે. એનું સાન્નિધ્ય જે પામે ત્યાં પ્રકાશ પથરાય. ત્યાંથી રાગની ઠંડી ઊભી ને ઊભી ભાગી જાય !
આ દૃષ્ટિએ વિચાર કરીએ તો સુખદુ:ખમય જગતનો કર્તા ખરેખર ઈશ્વર જ બની રહે છે. એના બતાવેલા રાહે જે ચાલે, એને અંતરથી જે નમે તે સુખી થાય, બીજા બધા દુ:ખી થાય. તો શું જગતનો જીવોના સુખદુ:ખના સર્જક એ ઈશ્વર જ આ સાપેક્ષવિચારથી ન બન્યો ? શું આવી જાતનું ઈશ્વરકર્તુત્વ જ ખૂબ યુક્તિયુક્ત અને સ્વીકાર્ય નથી ?*
- આજ તો ઈશ્વરનો અનુગ્રહ છે કે તેમણે સદેહમુક્ત અવસ્થામાં વિધિ-નિષેધની આજ્ઞા બતાવી અને ભાવુકજીવો એનું પાલન કરવા લાગ્યા, આ જ એમનો અનુગ્રહ છે. રાગ વિનાના ઈશ્વરને પોતાની રાગદશારૂપ અનુગ્રહ તો સંભવે જ શી રીતે ?”
અથવા તો ઈશ્વર એટલે પરમઐશ્વર્યવાળો આત્મા. દરેક સંસારી આત્મા પરમઐશ્વર્યથી યુક્ત જ છે. માટે દરેક આત્મા સ્વરૂપથી તો ઈશ્વર જ છે અને તે કર્મથી આચ્છાદિત છે એટલું જ . આવો ઈશ્વર-આત્મા સંસારનું નિર્માણ કરે છે માટે સૃષ્ટિકર્તા બન્યો અને એવું સંસાર-નિર્માણ કરવામાં અને પોતાના કર્મની સામે જોવું જ પડે છે, એટલે કર્મની અપેક્ષા રાખીને સુખદુ:ખાદિ આપતો જગશિર્માતા ઈશ્વર આપણો પોતાનો આત્મા જ સિદ્ધ થાય છે . * આ રીતે ઈશ્વરનું જગત્કર્તુત્વ જરૂર સિદ્ધ થઈ શકે.
પરન્તુ અનાદિ શુદ્ધ જગકર્તા ઈશ્વરની સ્વચ્છ કલ્પના કરવાનું તો શક્ય જ નથી, કેમકે જગતની તમામ ઘટમાળા તેની કલ્પના વિના પણ ઘટી શકે છે. * રૃશ્વર: પરમાત્મવ તદુવ્રતસેવનાત્ |
यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद्गुणभावतः ।।-शास्त्रवार्तासमुच्चय • आर्थं व्यापारमाश्रित्त्य तदाज्ञापालनात्मकम् ।
पूज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥ - द्वात्रिंशद्वात्रिंशिका + પરઐશ્વર્ય યુfસ્વીમત ગર્ભવ વેશ્વર:,
સ = વર્તેતિ નિષ: વર્તુવાવો વ્યવસ્થિત: | - શા.વા.સ.
ઈશ્વર અને જગતૃત્વ
૧૫૭
૧૫૮
વિજ્ઞાન અને ધર્મ