________________
માનવામાં આવતી, જેને આશ્ચર્ય ગણવામાં આવતું. વિજ્ઞાને શું કર્યું તેની સાથે આપણે નિસ્બત નથી પરંતુ એની હેતભરી શોધોએ વસ્તુમાત્રની પાછળ કામ કરતાં કારણોની તપાસ કરીને ઈશ્વરીય-કર્તૃત્વની ઉપર ફેરવિચાર કરવાનું જણાવી દીધું છે એ તો સુનિશ્ચિત હકીકત છે.
અહીં એક પ્રશ્ન થાય કે જો જૈનદાર્શનિકો ઈશ્વરકતૃત્વવાદને માનતા નથી તો શું તેઓ અનીશ્વરવાદી છે ?
।
આ પ્રશ્ન જ્યાંને ત્યાં પૂછવામાં આવે છે એટલું જ નહિ પણ જૈનદર્શનને અનીશ્વરવાદી દર્શન તરીકે ગ્રંથોમાં લખી લેવા સુધીનું દુ:સાહસ પણ વ્યાપકરૂપમાં કરવામાં આવ્યું છે. આ જ કારણે જૈનોને નાસ્તિક કહેવા સુધીનું સાહસ પણ કેટલાંક લોકોએ કર્યું છે.
જ્યારે વસ્તુસ્થિતિ સાવ જ જુદી છે. જૈનદાર્શનિકો ઈશ્વરને જ નથી માનતા એમ નથી. તેઓ ઈશ્વરને જરૂર માને છે પણ તેને જગતના કર્તા તરીકે માનતા નથી. કિન્તુ જગતના દર્શક તરીકે માને છે. ઈશ્વર કોણ થાય છે અને કેવી રીતે થાય છે તે વાત પૂર્વે જણાવી છે. એટલે ઈશ્વર તો છેજ. આપણામાંનો કોઈપણ આત્મા રાગ-રોષ અને અજ્ઞાનથી સર્વથા મુક્ત થવાની સાધના કરે અને અંતે વીતરાગ સર્વજ્ઞ બને તો તે ઈશ્વર જ બને છે.
ઈશ્વર એટલે કોઈપણ પ્રકારના રાગદ્વેષના સંપૂર્ણ અભાવવાળા પરમાત્મા. એમનામાં સ્ત્રી આદિ પ્રત્યેના રાગની ચેષ્ઠા પણ ન હોય, અસુર વગેરેનાં સંહારનું તાંડવ પણ ન હોય, એવાં કારણોસર એમને અવતારો પણ લેવાના ન હોય.
ઈશ્વર એટલે આત્માનું સુવિશુદ્ધ પ્રગટ સ્વરૂપ, ઈશ્વર એટલે લોકના અંત ભાગમાં સદાના માટે સ્થિર થઈ ચૂકેલા અગણિત વિશુદ્ધ આત્મા.
ઈશ્વર એક નથી. ઈશ્વર અગણિત છે. આવા ઈશ્વર જ્યારે સદેહમુક્ત અવસ્થામાં હોય છે ત્યારે ભોગરસિક આત્માઓને સુખનો સાચો રસ્તો ઉપદેશ આપવા દ્વારા બતાડે છે. અનેક જીવાત્માઓ એ સુખના રસ્તે પ્રયાણ કરે છે અને સાધના કરીને કર્મથી, રાગ–રોષથી, અજ્ઞાનથી મુક્ત થાય છે. આવા વિશુદ્ધ આત્માઓ સદેહમુક્ત પરમાત્મા preparbhnidhi ઈશ્વર અને જગકર્તૃત્વ
* We
૧૫૫
કહેવાય છે. જયારે તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે ત્યારે તેઓ વિદેહમુક્ત પરમાત્મા બને છે. ત્યાં તેઓ સદા સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમમાણ રહે છે. એ ત્યાંથી કદી ઉપદેશ વગેરે આપતા નથી કેમકે તેમને મુખ-શરીર વગેરે હોતાં નથી, કદી તેઓ અવતાર લેતાં નથી કેમકે તે માટે જરૂરી કર્મ વગેરેથી તેઓ સદા માટે મુક્ત થઈ ગયા છે. તેઓ ત્યાં જ રહે છે, ત્યાં જ સ્વરૂપમાં ૨મે છે, એ આત્મા આત્માથી આત્માના જ મસ્ત સુખમાં મસ્તાન રહે છે, સદા માટે.
પ્ર.તો એવા ઈશ્વર આપણા શા ઉપયોગમાં આવે ? એ આપણું શું ભલું કરે ? આપણી ભક્તિથી જો તેઓ આપણી ઉપર પ્રસન્નતા દર્શાવવા દ્વારા રાગ ન દાખવતા હોય તો પછી એમની ભક્તિનો પણ શો અર્થ ? મહેતો મારે પણ નહિ ભણાવે પણ નહિ !
ઉ.-ના, તેમ નથી. ઈશ્વરના પોતાના સ્વરૂપમાં બે વિભાગ પડે છે. સદેહમુક્તતા અને વિદેહમુક્તતા. એમાં જે સદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ છે તે તો આપણા માટે બહુ સીધી રીતે ઉપયોગી બને છે. એ વિશુદ્ધ આત્મા શરીરસહિત હોય છે કેમકે હજી તેમનું આયુષ્ય પૂર્ણ થયું નથી. એટલે તેઓ સુખનો સાચો રસ્તો આપણને સહજ રીતે બતાડે છે. એઓને એવી ઈચ્છા પણ કરવી પડતી નથી કે મારે જગતના અજ્ઞાનજીવોને જ્ઞાન આપવું છે. ખૂબજ સહજ રીતે તેઓ સન્માર્ગદર્શન કરાવતા હોય છે, એટલે આ રીતે સદેહમુક્ત ઈશ્વરો તો આપણાં ઉપર ભારે ઉપકાર કરે જ છે.
જો તેઓ પોતાને પ્રાપ્ત થયેલો જ્ઞાનપ્રકાશ આપણાં હિતમાં ન લઈ જાત તો આપણાં અજ્ઞાનના અનંતઅંધિયારાને કોણ દૂર કરત ?
‘સુખનો સાચો રસ્તો ત્યાગમાં છે ભોગમા નથી !' એ ખૂબ જ મહત્ત્વની વાત કોણ સમજાવત ?
એ સમજણ વિના ભોગમાં જ સાચું સુખ માની લઈને એની પાછળ શક્તિ, સમય, જીવનનો વ્યય કરી નાંખીને અશુભકર્મોના રજકણોને આત્મા ઉપર ચોંટાડીને મરણ બાદ કેવા ભયંકર દુઃખોમાં પટકાઈ પડત ? આ બધી દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેનારા એ સદેહમુક્ત ઈશ્વરો છે.
*11*15*1 ૧૫૬
ક વિજ્ઞાન અને ધર્મ