________________
તેમાં ઈશ્વરના પ્રયત્નને વચ્ચે લાગવાની કશી જરૂર નથી. ધરતીકંપો થવા-લાવારસોના પર્વતો ફાટવા-વરસાદ પડવો વગેરે ઘણી પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ મળી જ રહે છે.
એક સંસારી આત્મા શરીર વગેરે સામગ્રીનું નિર્માણ કરે છે તે કેવા પર્યાયવાળા પુદ્ગલદ્રવ્યમાંથી, કેવા કર્મસ્વરૂપને પામીને કેવી રીતે કરે છે તેની બહુ સ્પષ્ટ સમજણ જૈનદર્શનમાં આપવામાં આવી છે. એટલે કોઈપણ બાબતમાં ઈશ્વરીય કર્તુત્વને વિચારવાની પણ જરૂર પડતી નથી. આવી સમજણનો જ્યાં અભાવ છે ત્યાં જ ઈશ્વરકતૃત્વની કલ્પના આકાર પામી શકે.
ઈશ્વરકતૃત્વ ઈન્કારતા જૈન-તત્ત્વજ્ઞાનના વિચારમાં મૂળ વાત તો વસ્તુમાત્ર દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અવશ્ય હોય છે તે જ છે. સોનું એ દ્રવ્ય છે તો સોનાની વીંટી એ પર્યાય છે. સોનું અને વીંટી બેય એકબીજાથી જુદાં નથી. આમાં સોનું એ નિત્યદ્રવ્ય છે, જયારે વીંટી તે અનિત્યપર્યાય છે.
વસ્તુમાત્ર દ્રવ્યમય અને પર્યાયમય છે, તથા વસ્તુમાત્રમાં ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય ભાવ હોય છે. એ વાત પણ વસ્તુતઃ તો એક જ છે. કેમકે ઉત્પાદ અને વ્યય એ વસ્તુનો પર્યાય છે, જયારે ધ્રૌવ્ય એ વસ્તુનું દ્રવ્યત્વ
દ્રવ્ય અને શક્તિના વિષયમાં પણ આમ જ બન્યું છે. ખેર, હવે પણ વૈજ્ઞાનિકો સત્યના ધ્રુવતારાની તરફ પોતાની બુદ્ધિનું નાવડું લાવી ચૂક્યા છે અને એ દિશામાં એ નાવડું હંકારી રહ્યા છે એજ આનંદની બાબત છે.
આજ સુધી દ્રવ્યની જેમ શક્તિને પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વતંત્ર તત્ત્વ તરીકે જ માનવામાં આવતી હતી. પરંતુ આઈન્સ્ટાઈને એ વાત હવે તદ્દન સ્પષ્ટ કરી દીધી છે કે દ્રવ્ય (Metter) અને શક્તિ (Energy) એકબીજાથી અત્યંત ભિન્ન નથી. દ્રવ્ય શક્તિમાં અને શક્તિ દ્રવ્યમાં પરાવર્તિત થઈ શકે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં આઈન્સ્ટાઈનનો આ નિર્ણય ક્રાન્તિકારી ગણવામાં આવ્યો છે.
ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાનો પદાર્થ સ્વભાવ-સિદ્ધાંત પૂર્વે કહેવાઈ ચુક્યો છે. એ વાતનો સાર એટલો જ છે કે પદાર્થમાં પ્રતિક્ષણ નવા આકારની ઉત્પત્તિ થાય છે. પ્રાચીન આકારનો વિનાશ થાય છે અને પદાર્થની ધ્રુવતા રહે છે. આધુનિકવિજ્ઞાન પણ આ વાતમાં સમ્મત થઈ જાય છે. શક્તિના રૂપમાં પદાર્થ બદલાતો રહે છે પણ પદાર્થનો આત્યન્તિક વિનાશ થતો નથી. - હવે જયારે આ જ વસ્તુસ્થિતિ છે અને પદાર્થનાં જે રૂપાન્તરો થયા કરે છે તેમાં માનવ વગેરેનો પ્રયત્ન અથવા કુદરતી પરિણામ જ કારણરૂપ બને છે ત્યારે એ પરિવર્તનો કરનાર તરીકે ઈશ્વરને માનવાની જરૂર જ રહેતી નથી.
આજનું વિજ્ઞાન તો એવી કોઈપણ આશ્ચર્યજનક જણાતી બાબતની પાછળ પણ કારણો આપીને ઈશ્વરના કર્તુત્વને ઉડાડી દે છે. કૃત્રિમ રીતે વરસાદ વરસાવવાની, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરવાની, સમુદ્રોના પાણીને નાથવાની, સહરા જેવા અફાટ રણમાં વનસ્પતિ ઉગાડવાની, આસ્ફાલ્ટની સડકો બનાવવાની, પાણીનું રક્ષણ કરીને વધુ અનાજ ઉગાડવાની, હિમાચ્છાદિત પ્રદેશોમાં સ્થાયી નિવાસ કરવાની, બટન દબાવતાં પ્રકાશ કરી દેવાની, હજારો માઈલ દૂરનાં દેશ્યો પડદા ઉપર જોવાની, ત્યાં રહેલા માણસ સાથે વાતો કરવાની વગેરે વગેરે એવી અઢળક શોધો વિજ્ઞાન કરી ચૂક્યું છે, જેને યોગસાધનાથી જ શક્ય
આ વાત આજ સુધી તો જૈન-દાર્શનિકોએ જ કહી હતી. ભગવાન જિનેશ્વરોએ જિનાગમમાં કહી હતી પરંતુ હવે તો વિજ્ઞાનજગતમાં મૂર્ધન્ય ગણાતાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા પણ દ્રવ્ય અને તેની શક્તિ (પર્યાય)ને માનવા લાગ્યા છે અને તે બેયને પણ આજ સુધી સાવ ભિન્ન માનતા હતા તે હવે અભિન્ન પણ માનવા લાગ્યા છે.
અંતે તો ધર્મ જ અંતિમ સત્ય છે. વૈજ્ઞાનિકોનું મંતવ્ય એ કાંઈ અંતિમ સત્ય નથી. તેઓ પણ તેમ જ કહે છે એટલે વૈજ્ઞાનિકોને માટે પણ જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન જ સત્યનો ધ્રુવતારો બની રહે છે. પોતાના મંતવ્યોમાં ઘણાં પરિવર્તનો થતાં રહ્યાં અને અંતે તેઓને એ ધ્રુવસત્યોને જ અનેક વખત સ્પર્શવું પડ્યું છે.
ઈશ્વર અને જગત્કતૃત્વ
૧૫૩
૧૫૪
વિજ્ઞાન અને ધર્મ