________________
ધરાવતું નથી, જે પોતાની ઈચ્છાથી જીવના આ રૂપાંતરો કરતું હોય.
જીવની જે પ૨માત્મદશા છે તે કર્મમુક્તદશા છે. ઘાતીકર્મથી કે સર્વકર્મથી મુક્ત સર્વજ્ઞ બને છે, રાગદ્વેષ વિનાના વિતરાગ બને છે. આ અવસ્થાથી ઊંચું બીજું એવું કોઈ ઈશ્વરી સ્વરૂપ સંભવી શકતું નથી. જો તેવું કોઈ સ્વરૂપ સંભવતું હોય તો તેની વિશેષતાઓ પણ ગણાવવી જોઈએ.
બહિરાત્મદશા કે અન્તરાત્મદશાના જીવાત્માની વર્તમાનઅવસ્થા અને એની ભાવીમાં સંભવિત બનનારી પરમાત્મા અવસ્થા-એ બેમાં જો કોઈ ભેદ પાડનાર વસ્તુ હોય તો તે માત્ર કર્મ છે. કર્મપુદ્ગલના જીવ ઉપરના અસ્તિત્ત્વને કારણે જ જીવાત્મા પોતે બહિરાત્મ કે અંતરાત્મ અવસ્થામાં રહે છે. જ્યારે એવી સ્થિતિને જાળવી રાખનાર કર્મપુદગલ હટી જાય છે ત્યારે જ એ જીવાત્મા સદેહમુક્ત પ૨માત્મા બને છે અને જ્યારે આયુષ્ય ટકાવનારાં કર્મ વગેરે પણ આત્મા ઉપરતી ખસી જાય છે. ત્યારે એ સહેદમુક્ત પરમાત્મા જ વિદેહમુક્ત પરમાત્મા બની શકે છે.
પરમાત્મપદ પામવાની લાયકાતવાળા તમામ જીવો પરમાત્મા બની
શકે છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચેય કારણો મળતાં જેમ કોઈ કાર્ય નિષ્પન્ન થાય છે તેમ પરમાત્મભાવને પામવાનું કાર્ય પણ આ પાંચેય કારણો ભેગાં મળતાં અવશ્ય નિષ્પન્ન થાય છે.
ટૂંકમાં, અહીં એજ કહેવાનું છે કે જીવાત્માની તમામ અવસ્થાઓ, એનાં વિવિધ સ્વરૂપો, એની વિધિવિધ ક્રિયાઓ-બધું જ- એના પોતાના પ્રયત્નથી જન્ય છે, કર્મ વગેરેથી જ છે. એમાં કયાંય પણ કોઈ ઈશ્વરીય પ્રેરણા માનવાની જરૂર નથી.
એટલે જીવનો મનુષ્ય તરીકે પર્યાય થવો, ગર્ભમાંથી જન્મ પામવાનો પર્યાય થવો, મોટા થવાનો પર્યાય થવો, વકીલ, બેરિસ્ટર કે ડોક્ટર થવાનો પર્યાય થવો, કોઈ સ્ત્રીના પતિ થવાનો કે ચાર બાળકોના પિતા થવાનો પર્યાય થવો એ બધાયમાં જીવદ્રવ્ય કાયમ જ રહે છે અને જે પર્યાયો થતાં જાય છે તે બદલાતા રહે છે. આમાં ક્યાંય ઈશ્વરીય કર્તૃત્વ માનવાની લેશ પણ જરૂર નથી કે જેના વિના આમાંનું કોઈપણ કાર્ય
*********
આવા એક કરતા કરતા એકમ ઈશ્વર અને જગકર્તૃત્વ
૧૫૧
અટકી પડતું હોય.
આ તો જીવદ્રવ્યની વાત કરી. હવે જડદ્રવ્ય સંબંધમાં પણ
જોઈએ.
પુદ્ગલદ્રવ્યના પરમાણુઓ અનંતાનંત છે. તેઓ એકબીજાથી છૂટા પણ રહી શકે છે અને બે કે તેથી વધીને અગણિત સંખ્યામાં ભેગા થઈને નાના-મોટા સ્કંધ બનીને પણ રહી શકે છે. એક સ્કંધમાંથી કોઈ પરમાણુ જુદો પડીને બીજા સ્કંધમાં ભળી જાય કે બીજા કોઈ સ્કંધનો પરમાણુ તે સ્કંધમાં ભળી જાય તેવું પણ બને છે. આમ પુદ્ગલના વિવિધ સ્કંધોમાં પરમાણુઓની ન્યૂનાધિકતા થતી જ રહે છે. આ રીતે એક સ્થળેથી અન્ય સ્થળે મળતાં અને વિખરાતા પુદ્ગલપરમાણુઓ સદા આ જગતમાં રહે છે. પરમાણુનો કદાપિ નાશ થતો નથી. આમ પરમાણુમાંથી સ્કંધ બને છે ત્યારે તે સ્કંધ પર્યાયનો ઉત્પાદ થયો એમ કહેવાય છે. જ્યારે એ સ્કંધનો થોડા અંશે કે પૂર્ણ અંશે નાશ થઈ જાય છે ત્યારે પરમાણુના સ્કંધ પર્યાયનો વિનાશ થયો એમ કહેવાય છે, પણ આ બેય સ્થિતિમાં નિત્યશાશ્વત પરમાણુદ્રવ્યની ધ્રુવતા તો કાયમ જ રહે છે. આ રીતે પરમાણુ પુદ્ગલો પાણીના, અગ્નિના, માટીના વગેરે વગેરે અનંતપર્યાયોને પામ્યા પણ છે અને એ પર્યાયોના વિનાશવાળા પણ બન્યા છે.
આવા બધા ઉત્પાદ-વિનાશ પર્યાયોમાં કેટલાંક ઘટ-પટ-મકાન વગેરે પર્યાયો મનુષ્ય વગેરેના પર્યત્નથી ઉત્પન્ન થાય છે જ્યારે મેઘધનુષ, ગંધર્વનગરો વગેરે સ્વરૂપ પર્યાયો મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. પથ્થર વગેરે વસ્તુઓથી પર્વતનું બની જવું, પાણીના પ્રવાહો ભેગા થવાથી નદીનું વહેવા લાગવું, વરાળનું પાણીરૂપે થઈ જવું, પાણીનું વરસાદરૂપે વરસવું ઈત્યાદિ જે પરિવર્તનો આ વિશ્વમાં થાય છે તે બધાં મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ થાય છે. આવાં પરિવર્તનો ઈશ્વરના પ્રયત્નથી થાય છે એમ કહેવું તે તો પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. વરાળનું પાણીરૂપે થવું વગેરેની પાછળ વૈજ્ઞાનિક કારણો જ રહેલાં છે. બે અંશનો હાઈડ્રોજન વાયુ અને એક અંશનો ઓક્સિજન વાયુ ભેગા મળે તો તેનું અવશ્ય પાણી થઈ જ જાય એવા સંયોજનનું એજ સ્વાભાવિક પરિણામ છે
轻轻轻你
૧૫૨
શ
વિજ્ઞાન અને ધર્મ