________________
રેતીના કણોમાં રહેલા જીવોના શરીર જ છે. એ રેતી સ્વરૂપ શરીરની ઉત્પત્તિ પણ એમાં એક વખત રહેલા જીવોના પ્રયત્નથી જ બની છે. રેતી કાંઈ એમ ને એમ બની ગઈ નથી. પછી જ્યારે શરીરમાંથી એ જીવો ચાલ્યા જાય છે ત્યારે એ શરીરોને રેતીનું નામ અપાય છે. પછી મનુષ્યનો પ્રયત્ન આગળ આવે છે. મનુષ્ય એ રેતીના પર્યાયનો નાશ કરીને એમાંથી કાચ બનાવે છે. પછી એ કાચને બાળકો તોડી નાંખે છે ત્યારે કાચમાંથી કાચના કટકાઓ બને છે. આમ જીવોએ પોતાના પ્રયત્નથી શરીર બનાવ્યું, મનુષ્ય પોતાના પ્રયત્નથી રેતીમાંથી કાચ બનાવ્યો, અને બાળકે પોતાના પ્રયત્નથી એના કટકા બનાવ્યા, અહીં ઈશ્વરની બનાવટ કયાં માનવી ?
ઈશ્વરકત્વવાદને માનનારાં કેટલાંક દર્શનોની માન્યતા એટલી તો જરૂર છે કે સંસારી જીવોની બાહ્ય અને આંતરિક ભિન્ન ભિન્ન અવસ્થારૂપ પર્યાયોની ઉત્પત્તિ અને એમનો વિનાશ કર્મજન્ય જ છે અને કર્મની ઉત્પત્તિ પ્રાણીજન્ય હોવાથી કર્મજન્ય સુખાદિના સંયોગવાળી વિવિધ અવસ્થાઓની પ્રાપ્તિ જીવના પોતાના પ્રયત્નને આભારી છે. પરન્તુ સાથે સાથે તેઓ એવી માન્યતા પણ ધરાવે છે કે કર્મ તો જડ છે એટલે એ કર્મોથી જે સુખાદિ મળવાં જોઈએ તે એમ ને એમ મળી ન જાય. ત્યાં કોઈ ચેતનતત્ત્વની પ્રેરણા માનવી જ જોઈએ અને તે ચેતન-તત્ત્વ એ જ ઈશ્વર.
અહીં જૈનદાર્શનિકોનું કહેવું છે કે કર્મ એ પુદ્ગલ છે. જ્યાં સુધી ચેતનની સાથેના સંબંધમાં આવતાં નથી ત્યાં સુધી જીવને સુખ કે દુઃખ આપવાની તેનામાં તાકાત હોતી નથી. જેમ બ્રાંડી કે દારૂ બાટલીમાં જ પડ્યાં રહે છે ત્યાં સુધી તેનાથી બુદ્ધિબળની કે નશાની વૃદ્ધિ થતી નથી, પરન્તુ શરીરમાં ગયા પછી જ તેમ થાય છે. વળી તે પણ તરત ન થતાં જેમ કાલાન્તરે થાય છે તેમ કર્મપગલ પણ આત્મા સાથે સંબંધમાં આવ્યા પછી તરત જ પોતાની સુખ-દુઃખ આપવાની શક્તિ બતાડી શકતાં નથી, પરંતુ અમુક સમય ગયા પછી જ તેમ કરી શકે છે. ટૂંકમાં, દરેક કર્માણુ એ ‘ટાઈમ-બોમ્બ’ છે, જે પોતાનો સમય થતાં જ ફાટે છે અને આત્માને સુખ-દુઃખ બતાવી દે છે.
*******心****
ઈશ્વર અને જગત્કર્તૃત્વ
મારા હ
૧૪૯
એટલે કર્મના સંબંધથી જીવના કોઈપણ ઉત્પાદ યા વિનાશ પામતાં પર્યાયમાં કૃતકૃત્ય ઈશ્વરને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હોઈ શકતી જ નથી.
વળી અમુક એક જ વ્યક્તિ અનાદિકાળથી ઈશ્વર બની રહે અને બીજા કોઈ ઈશ્વર બની જ ન શકે તેવું જૈનદષ્ટિમાં માન્ય નથી.
જૈનર્દિષ્ટએ તો જગતનાં તમામ જીવો ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. જેઓ વધુ પડતાં જગતના રંગરાગમાં આસક્ત છે એવા જગતનાં જીવો બહિરાત્મા કહેવાય છે. બીજા નંબરના જીવો તે છે કે જેઓ
જગતમાં રહેવા છતાં જગતના એ રંગરાગોમાં વધુ પડતી આસક્તિ ધરાવતા નથી એમને અન્તરાત્મા કહેવાય છે, જ્યારે ત્રીજા પ્રકારના
જીવો જગતના તમામ રંગરાગથી સર્વથા મુક્ત થઈ ગયેલા હોય છે. આ
ત્રીજા પ્રકારના જીવો એજ પરમાત્મા કહેવાય છે અને એ પરમાત્મા તે જ ઈશ્વર છે.
આજ સુધીમાં અગણિત સંખ્યાના આત્માઓ સદાને માટે બહિરાત્મદશામાં જ રહ્યા છે અને કદાચ અગણિત કાળ સુધી એ દશામાં જ રહેશે, કેટલાંક વળી એવા બહિરાત્મભાવથી મુક્ત થઈને અન્તરાત્મા પણ બન્યા છે, જ્યારે કેટલાંક એવા અન્તરાત્મભાવમાંથી પરમાત્મભાવ પણ પામ્યા છે અને બીજા ઘણાંય એ પરમાત્મભાવ પામશે.
આમ ઈશ્વર એક નથી. જે કોઈ આપણાં જેવા બહિરાત્મા કે અન્તરાત્મા, પરમાત્માભાવને પ્રગટાવે તે બધાય ઈશ્વરસ્વરૂપ છે એવું જૈનદાર્શનિકોનું સ્પષ્ટ મંતવ્ય છે.
પરમાત્મભાવ પામ્યા પછી જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થતું નથી ત્યાં સુધી સદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે, અને આયુષ્ય પૂર્ણ થયા બાદ વિદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે. આવા વિદેહમુક્ત ઈશ્વરો મોક્ષપદ પામેલા કહેવાય છે.
આમ એકજ જીવદ્રવ્ય બહિરાત્મદશાનો, અન્તરાત્મદશાનો અને છેવટે પરમાત્મદશાનો પર્યાય પ્રાપ્ત કરી શકે છે. આમાં મુખ્યત્વે જીવનો પોતાનો જ પુરુષાર્થ કારણ બને છે. ઈશ્વર જેવું કોઈ સ્વતંત્રતત્ત્વ અસ્તિત્ત્વ કાકી વિજ્ઞાન અને ધર્મ
*必中市市中有 ૧૫૦