________________
જગતમાં અનેક દુ:ખી આત્માઓ હોય છે તેનું કારણ ઈશ્વર નથી પરંતુ તે આત્માઓનાં અશુભકર્મો છે.
ઈશ્વર પણ અંતે તો જીવોના કર્મને પરાધીન છે. જેવું જીવનું કર્મ એને દેખાય એ રીતે જ એને સુખી કે દુ:ખી બનાવે. એટલે એમાં કૃપાલુ ઈશ્વરનો કોઈ દોષ નથી.*
ઉ.-રે ! આ રીતે જો દયાળુ ઈશ્વર પણ જીવોનાં કર્મને પરાધીન છે, કર્મના અનુસારે જ તે જીવોને સુખ દુઃખની સામગ્રી આપી શકે છે, પોતે પૂર્ણ દયાળુ હોવા છતાં જો પરાધીનતા તેનામાં હોય તો આપણામાં અને તેનામાં ફેર શો ? આપણે પણ કર્મપરાધીન ! એ પણ કર્મપરાધીન ! પરાધીનમાં ઈશ્વરપણું કેમ સંભવે ?
અને જો આ રીતે આખુંય ચિત્રવિચિત્ર જગત કર્યજનિત જ હોય તો પછી એ ઈશ્વરને જગત્કર્તા માનવાની શી જરૂર છે ? જીવોના કર્મ જ જીવોને સુખદુ:ખ આપી દેશે. એ માટે ઈશ્વરને વચ્ચે લાવવાની કશી જરૂર નથી.
પ્ર.-કર્મ તો જડ છે એ શી રીતે જીવને સુખદુ:ખ આપી શકે ? કર્માનુસાર સુખ-દુ:ખ આપનાર તો કોઈ ચૈતન્ય વ્યક્તિ માનવી જ પડે ને? તે જ ઈશ્વર છે.
ઉ.-નહિ, કર્મ જડ છતાં એનામાં અખૂટ શક્તિ છે. જડમાં કેવી ગજબનાક શક્તિઓ સંભવી શકે છે તે આગળ જણાવવામાં આવશે. એટલે જડ કર્મ પોતે જ જીવને સુખાદિ આપી શકે છે તે માટે ઈશ્વરને માનવાની કશી જરૂર નથી.
પ્ર.-સારું. બધી વાત જવા દો. જગત્કર્તા ઈશ્વર સામે કોઈ પ્રશ્ન થઈ શકે જ નહિ, કેમકે અમારું મંતવ્ય છે કે ઈશ્વરનો એવો સ્વભાવ જ છે કે તે જગતનું નિર્માણ વગેરે કરે છે. સ્વભાવની સામે કોઈ પ્રશ્ન થઈ શકે
ઈશ્વરના જગકર્તુત્વ વિધાનની પરીક્ષા કરી શકે નહિ. આ તો ‘વીટો પાવર’ વાપરવા જેવું કર્યું. સારું. જગતમાં સુવર્ણ જેવી વસ્તુની પણ પરીક્ષા કષ-છેદ અને તાપાદિથી કરવામાં આવે છે અને ઈશ્વરના જગકર્તુત્વ અંગે તમે સ્વભાવપદ સ્વીકારી લઈને પરીક્ષાનો માર્ગ જ બંધ કરી દીધો. તમને જ મુબારક હો આવી વાતો. અમે તો આવી દષ્ટાંત અને યુક્તિરહિત વાતોને આ વિષયમાં માન્ય કરતાં નથી.*
આમ જયારે ઈશ્વરમાં જગકર્તુત્વ ઘટી શકતું નથી ત્યારે જ અમે ઈશ્વરને જગતનો બનાવનાર ન કહેતાં જગતનો બતાવનાર કહીએ છીએ. ઈશ્વર સર્વજ્ઞ જ હોય અને તેથી જ સમગ્ર જગતનું સ્વરૂપ કેવું છે તે આપણને બતાવે છે. ઈશ્વરના બે સ્વરૂપની વિચારણા આગળ કરીશું.
હવે આ રીતે જૈન દૃષ્ટિએ ઈશ્વર જગત્કર્તા સિદ્ધ થતાં નથી. જૈનાગમો તો પરમાણુથી માંડીને તમામ વસ્તુને દ્રવ્યમય અને પર્યાયમય માને છે, દ્રવ્યમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા એમ ત્રણ પર્યાયો છે. માટીમાંથી ઘડાનો ઉત્પાદ થાય, ઢેફાનો વિનાશ થાય બધી અવસ્થામાં માટીની ધ્રુવતા રહે તેમાં કશુંય ઈશ્વરના પ્રયત્નથી થાય છે તેમ જૈનદાર્શનિકો માનતા નથી. જો બધો જ વિનાશ ઈશ્વરાધીન હોત તો બધાં જ ઉત્પાદ અને બધા જ વિનાશ ઈશ્વરપ્રયત્નજનિત જ હોત પરંતુ હકીકતમાં તેમ નથી. કુદરતમાં કેટલાંક વાદળ, મેઘધનુષ્ય વગેરે એવા તત્ત્વો પણ પડેલાં છે. જેના ઉત્પાદ-વિનાશ મનુષ્ય વગેરે કોઈ પણ વ્યક્તિના પ્રયત્ન વિના જ થતા હોય છે. જો એવા ઉત્પાદ-વિનાશમાં પણ ઈશ્વરકત્વ સિદ્ધ થતું નથી, તો કુંભાર વગેરેના પ્રયત્નથી થયેલા માટીમાંથી ઘટ વગેરેના ઉત્પાદનમાં અને ઢેફાં વગેરેના વિનાશમાં કુંભારનો જ પ્રયત્ન કેમ ન માનવો ? શા માટે ત્યાં દૂરસ્થ ઈશ્વરનો પ્રયત્ન માનવો જોઈએ ? આમ સ્વાભાવિક અને પ્રયત્નજનિત બેય પ્રકારના ઉત્પાદ-વિનાશમાં ઈશ્વરકત્તા સિદ્ધ થતી નથી.
કાચની બનાવટ રેતીમાંથી થાય છે, પરંતુ રેતી એ પણ એ વખતે એ + અથ સ્વભાવતો વૃત્તિવતવ મfણતુઃ |
परीक्षकाणां तहर्वेष परीक्षाक्षेपडिण्डिमः ॥३॥
ઉ.-વાહ રે વાહ ! આ તો કેવી વાત. સ્વભાવની વાત કરીને તો તમે તમારી અપકીર્તિ જ વહોરી. કેમકે એનો અર્થ જ એ થયો કે હવે કોઈ * कर्मापेक्षः स चेतर्हि न स्वतन्त्रोऽस्मदादिवत् ।
ઈશ્વર અને જગકતૃત્વ
૧૪૭
૧૪૮
વિજ્ઞાન અને ધર્મ