________________
પરન્તુ જૈનદાર્શનિકો આ મંતવ્યને સચોટયુક્તિઓ સાથે નકારી નાંખે છે. આ વિષયમાં ઢગલાબંધ સાહિત્ય લખાયું છે. જડની
અચિજ્યશક્તિનું નિરૂપણ કરીને એમણે ઈશ્વરકર્તુત્વવાદ અંગે અપૂર્વ ચિંતન રજૂ કર્યું છે.
- હવે તો વૈજ્ઞાનિકો પણ જગતની કોઈપણ પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ આપે છે. એમની દૃષ્ટિમાં જડની બાબતમાં કશું જ અગમ્ય-અશક્ય જેવું રહ્યું નથી કે જેને કરવા માટે ઈશ્વરના કર્તુત્વને માનવાની જરૂર પડે. વળી જગતના ઘડા વગેરેના કર્તા કુંભાર વગેરે છે જ. તેમનું પ્રત્યક્ષ કર્તુત્વ ન માનીને એની પાછળ અપ્રત્યક્ષ-ઈશ્વરનું કર્તુત્વ માનવાની વાત તો બિલકુલ યુક્તિબાહ્ય લાગે છે, એટલે ત્યાં પણ ઈશ્વરકર્તુત્વવાદ ઊભો રહી શકતો નથી.
હવે આપણે પ્રથમ તો જૈનદષ્ટિએ કર્તુત્વવાદનું ખંડન વિચારીએ.
શ્રી વીતરાગસ્તોત્રમાં પૂ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ઈશ્વર કર્તુત્વવાદ અંગે જે તર્કબદ્ધ ચિંતન મૂક્યું છે તે અહીં સંક્ષેપમાં જોઈએ.
એ વાત ચોક્કસ છે કે ઈશ્વર જો જગતનું નિર્માણ કરતા હોય તો તેવું નિર્માણ કરવા માટે તેમને શરીર તો હોવું જ જોઈએ. અને શરીર પુણ્યકર્મ વિના તો સંભવે જ નહિ એટલે શરીરવાળા ઈશ્વરમાં કર્મ પણ સ્વીકારવાં જોઈએ. વસ્તુતઃ ઈશ્વરકતૃત્વવાદીઓ ઈશ્વરને કર્મમુક્ત અને શરીરમુક્ત માને છે. જો એમજ હોય તો શરીર વિનાના ઈશ્વર આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે નહિ.* કદાચ ઈશ્વરકર્તુત્વવાદી કહે કે, “જગત્કર્તાને જગતનું નિર્માણ કરવા માટે શરીરની જરૂર જ નથી. જગત બનાવવાની એમની ઈચ્છા જ જગતનું નિર્માણ કરી દેવા સમર્થ છે', તો આની સામે કહી શકાય કે ઈચ્છા તો અભિલાષારૂપ છે. અને એવી અભિલાષ તો શરીરવાળા આત્માને જ ઘટી શકે. જ્યારે સકળ અભિલાષાઓનો નાશ થાય છે. ત્યારે જ તો અશરીરપણું પ્રાપ્ત થાય છે એટલે અશરીરને ઈચ્છા સંભવી શકતી નથી. માટે ઈચ્છામાત્રથી જગતનિર્માણની વાત પણ ઉચિત નથી. અને જો જગન્નિમાર્ણ કરવામાં કોઈ પ્રયોજન હોય તો એવો પ્રશ્ન થઈ • अदेहस्य जगत्सर्गे प्रवृत्तिरपि नोचिता । वी.स्तोत्र
શકે છે કે બુદ્ધિમાન માનવોની જે કોઈ પ્રવૃત્તિ હોય તે ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે હોય, કાં અનિષ્ટને દૂર કરવા માટે હોય.
આ બેમાંથી ગમે તે એક કારણે પ્રવૃત્તિ હોય. જેમને હવે કોઈ ઈચ્છા જ નથી એવા ઈશ્વરને ઈષ્ટ મેળવવાની ઈચ્છા કે અનિષ્ટ દૂર કરવાની ઈચ્છા પણ શી રીતે ઘટે ? એટલે કે જગતનું નિર્માણ કરવાની પ્રવૃત્તિમાં કોઈ પ્રયોજન પણ સંભવતું નથી.
પ્ર.- ના, જગકર્તાને સુષ્ટિનિર્માણ કરવાનું કોઈ પ્રયોજન જ નથી. એ તો માત્ર પોતાની સ્વતંત્રતાથી જ જગતનું નિર્માણ અને જગતનો સંહાર કરવામાં પ્રવૃત થાય છે. * બસ, એ તો એમને એવી ઈચ્છા થઈ, ‘લાવ, જગતનું નિર્માણ કરવાની રમત કરું અથવા તો જગતનો વિનાશ કરવાની રમત કરું' કે તરત તેવી ક્રીડાથી તેઓ જગતનો ઉત્પાદ કે નાશ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે.*
ઉ.-રે ! ક્રીડા એ તો રાગજનિત પ્રવૃત્તિ છે. જેઓ રાગમુક્ત છે તેનામાં ક્રીડા હોઈ શકે જ કેમ ?
પ્ર. સારું. તો એમ કહી શકાય ને કે સૃષ્ટિનિર્માણ કરવામાં ઈશ્વરની કૃપા (કરુણા) જ કારણ છે.
ઉ.-એ પણ બરોબર નથી. કેમકે જો જગતના જીવોની કરુણતાથી જ જગતનું નિર્માણ કરવામાં ઈશ્વર પ્રવૃત્ત થતાં હોય તો પછી એ કરુણા તો બધાને સુખી જ બનાવે ને ? એક પણ દીન, ગરીબ, રોગી વગેરે બનાવે જ શા માટે ? ઈશ્વર સર્વશક્તિમાન હોય અને વળી જીવો પ્રત્યેના દયાલુભાવથી જ જગતનું નિર્માણ કરતાં હોય તો એક પણ જીવને દુઃખી બનાવવાનું કોઈ કારણ જ રહેતું નથી."
પ્ર.-ઈશ્વર દયાલુભાવથી જગતનું નિર્માણ કરે છે, છતાં એ ★न च प्रयोजनं किञ्चित्स्वातन्त्र्यान्न पराजया ।
क्रीडया चेत्प्रवर्तेत रागवान्स्यात्कुमारवत् । + પાડથ વૃત્તર્દિ મુદ્દેવ સનં મૃત્ | • दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम् ।
जनं तु सृजतस्तस्स्य कृपालो: का कृपालुता ॥४॥
ઈશ્વર અને જગત્કતૃત્વ
૧૪૫
૧૪૬
વિજ્ઞાન અને ધર્મ