________________
૧૩. ઈશ્વર અને જગકર્તૃત્વ
ખંડ-૨
આત્મવિજ્ઞાન
વિશ્વમાં જે માન્યતા ઘણાં ખરાં દર્શનોમાં દઢતાપૂર્વક વ્યાપી ગઈ છે એ ઈશ્વરકર્તુત્વવાદને હવે આપણે બે રીતે વિચારીશું : (૧) જૈનાગમ દૃષ્ટિકોણથી અને (૨) વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી.
જૈઓ ઈશ્વરને જગત્કર્તા માને છે તે બધા દાર્શનિકોનું લગભગ એવા પ્રકારનું મંતવ્ય છે કે જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ મુખ્ય કર્તુત્વ હોય છે. ઘડો બનાવતો કુંભાર લોકદષ્ટિએ ભલે ઘડાનો કર્તા કહેવાતો હોય પણ એ ઘડો બનાવવાની કુંભારને પ્રેરણા કરનાર તો ઈશ્વર જ છે, માટે વસ્તુતઃ તો ઈશ્વર જ ઘડાનો કર્તા કહેવાય. ટૂંકમાં મનુષ્યની કોઈપણ નાની કે મોટી પ્રવૃત્તિ, રોગ, શોક, ઘડપણ કે મૃત્યુ... એ બધાયમાં ઈશ્વરીપ્રેરણા જ કામ કરે છે. બાળક માતાના ગર્ભમાં જન્મ પામે અને ત્યાં જ મૃત્યુ પામે તો તે બેયમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને જન્મ આપે છે, અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ બક્ષે છે, નવોઢા સ્ત્રીના પતિને ભરયુવાનીમાં અકસ્માતું કરાવનાર ઈશ્વર, હોસ્પિટલમાં જવાની પ્રેરણા કરનાર પણ ઈશ્વર, વેદના ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર, અને મૃત્યુ આપનાર પણ ઈશ્વરે. એ રીતે નવોઢાના જીવનને પતિના સુખથી વંચિત કરનાર ઈશ્વર, એ સ્ત્રી પરપુરુષના સંગે ખેંચાય તો તેમાં પણ પ્રેરક ઈશ્વર અને પરપુરુષના સંગદોષથી એની આબરૂને જે આઘાત લાગે અને પરલોકમાં હીન સ્થાનોમાં જન્મ મળે તો તેમાં પણ ઈશ્વરનું જ પ્રેરકકર્તુત્વ હોય છે.
- સુર્ય-ચન્દ્રને આકાશમાં પકડી રાખનાર, એમને ગતિ આપનાર પણ ઈશ્વર છે. સમુદ્રને મર્યાદામાં રાખનાર પણ એજ છે, જગતની કોઈપણ હિલચાલમાં, જગતના કોઈપણ કાર્યમાં ઈશ્વર જ પ્રેરક બને છે. ભલે પછી સાક્ષાત્ રીતે તેનો કર્તા માનવ કે કોઈ પશુ વગેરે કહેવાતો હોય,
કેટલાંક દર્શનોનું આ મંતવ્ય છે.
વિભાગ ત્રીજો
ઈશ્વર
ઈશ્વર
૧૪૩
૧૪૪
વિજ્ઞાન અને ધર્મ