________________
એટલું જ નહિ પરંતુ પોતાના જન્માંતરોની પણ સ્મૃતિ કરાવીને પાપોની યાદ આપે છે. (૩) વલી જીવલેણ માર ખાનારનું શરીર માર ખાવા સમર્થ હોવું જોઈએ, નહિ તો લાંબા સમય સુધી મારપીટ કરી ન શકાય એ દૃષ્ટિથી જ જાણે કે ત્યાંના આત્માઓને શરીર પણ તેવું જ મળે છે. (૪) અને મારનાર પણ મજબૂત જોઈએ નહિ તો થાકી જાય, એટલે દેવાત્માઓ જ ત્યાં આવીને વારાફરતી ફટકા મારે છે, અથવા તો તે અપરાધી જીવો જ આપસ-આપસમાં જ ખૂનખાર જંગ ખેલતા રહીને મહાયાતનાનું જીવન જીવતા રહે છે.
આ ચારેય બાબતો જ્યાં છે તે દુનિયાને જ નારકની દુનિયા કહેવાય
છે. વર્તમાનજગતમાં અધમાત્માઓને યોગ્ય શિક્ષા કરનારું કોઈ ન્યાયાલય નથી, એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ આપત્તિ નથી કે જે તમામ પાપોનો યોગ્ય બદલો વાળી શકે. એ બધું ય છે આપણી પૃથ્વીની નીચેના નારકલોકમાં.
ત્યાં અહીંના કોઈપણ જાતના ઉત્કટ દુઃખ કરતાંય અનંતગુણ દુ:ખ છે. અહીંના ઉત્કટમાં ઉત્કટ ટાઢ, તૃષા, ગરમી, ખૂજલી વગેરે રોગો કરતાં અનંતગુણ ટાઢ વાગેરે છે.
ભયંકર હિંસાઓ કરનારા, જૂઠાણાં ચલાવનારા, ચોરીઓ અને લૂંટફાટ કરનારા, ભયાનક દુરાચાર સેવનારા, અત્યંત લોભી આત્માઓ એવી નારકની દુનિયામાં જન્મ લે ચે.
આ કોઈ ધર્મે ઊભા કરેલો ભયો નથી. આ છે માત્ર સત્ય. સત્યનું વિધાન, કોઈપણ વાઘાવસ્ર વિનાનું. ખીચોખીચ સત્યથી ઊભરાયેલું, અસત્યથી સર્વથા વેગળું એવું શાસ્ત્રીય વિધાન. જગતને નારકની રોચક વાતો કરીને કે દેવલોકની દુનિયાની રોચક વાતો કરીને જ અધર્મનિવૃત્તિ અને ધાર્મિકપ્રવૃત્તિ કરવાનો જિનદર્શનનો માર્ગ નથી.
કોઈ એને ન માને એટલા માત્રથી એ નહિ માનવા યોગ્ય બની જતું નથી. કોઈ એને માને એટલા માત્રથી એ માનવા યોગ્ય પણ બની જતું નથી. એ સત્ય છે માટે જ બહુમાન્ય છે. આથી વધુ એને માટે કાંઈ જ કહી
*****之***受**治市
નારકલોક-વિચાર
આ
૧૪૧
શકાય નહિ.
આમ મનુષ્ય-તિર્યંચલોકની આપણાં પ્રત્યક્ષથી, દેવલોકની બીજાના પ્રત્યક્ષથી અને નારકલોકની અનુમાનથી સિદ્ધિ થઈ જાય છે. આ ચારેય લોકથી ૫૨ મોક્ષગતિ છે. તેના અંગે આગળ ઉપર વિચાર કરીશું.
ટૂંકમાં ઉક્ત ચાર ગતિમાં ભમતો આત્મા દેહથી ભિન્ન એવું સ્વતંત્ર તત્ત્વ છે. એ વાત હવે એકદમ સ્થિર થઈ જાય છે.
水彩中心
૧૪૨
હા
મા
વિજ્ઞાન અને ધર્મ