________________
૧૨. નારકલોક-વિચાર
જેમ સત્કર્માદિ દ્વારા આત્મા દેવલોકમાં જાય છે તેમ અસત્કર્મો કરનાર આત્મા નારકલોકમાં જાય છે. એને ત્યાં જવું જ પડે છે. બેશક, જૈનાગમો ઈશ્વરને માને છે પણ એને જગતના કર્તા તરીકે માનતા નથી એટલે કોઈ ઈશ્વર આત્માને તેના કર્મ મુજબ દેવની કે નારકની દુનિયામાં મોકલે છે તેવું નથી. કર્મ પોતે જ જડ છતાં ઘણું બળવાન છે કે જેનો સ્ફોટ (વિપાક) થતાં જ જીવાત્મા ઉપર તે તે જાતની સારી-માઠી અસરો થાય જ છે, અસ્તુ. એ વિષય ઉપર વિસ્તારથી આગળ વિચારશું.
અહીં કોઈ પૂછી શકે છે કે દેવોની દુનિયાના દેવની જેમ નારકની દુનિયાના પણ કોઈ આત્માનું કોઈને પ્રત્યક્ષ ખરું કે નહિ ? હા, ત્રિકાળદર્શી પરમાત્માઓને જરૂર તે આત્માઓનું પ્રત્યક્ષ થાય. પરન્તુ આપણાં જેવા સંસારી આત્મામાંથી કોઈને પણ એ દુનિયાનો નાર,કાત્માનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. તેનું કારણ એ છે કે જેમ દેવાત્મા આ દુનિયામાં આવી શકે તેમ નારકાત્મા આવી શકતો નથી, દેવાત્મા ગમે તેમ તો ય સુખદજીવનના સ્વામિત્વનું પ્રતીક છે, જ્યારે નારકાત્મા ભયાનક દુ:ખોના સ્વામિત્વનું પ્રતિક છે. જેઓ માનવ કે પશુ થઈને ધોર હિંસા વગેરે પાપકર્મો કરે છે તે પાપાત્માઓ જ આ નારકલાકમાં જાય છે. એવાં ક્રૂર હિંસાદિના પાપો કરતાં એવા કાર્મિક પરમાણુઓ આત્માને ચોંટી જાય છે કે જયારે એનો સ્ફોટ (ઉદય) થાય ત્યારે એ માનવાત્મા કે પશુનો આત્મા પોતાનું ખોળિયું છોડી દઈને સીધો નારકલાકમાં ચાલ્યો જાય છે – એને ચાલ્યા જવું જ પડે છે. ત્યાં હજારો વર્ષ સુધી એને અવશ્ય રહેવું પડે છે. એ બધો જ સમય એને અપાર વેદનાઓ-પેલા ભવનપતિ દેવલોકના કુતૂહલપ્રિય દેવાત્માઓ ત્યાં આવીને-એમનામાં ઉત્પન્ન કરે છે. ત્યાંની ભૂમ્પિ, ત્યાંનું વાતાવરણ, ત્યાંની સઘળી પરિસ્થિતિ જ એવી હોય છે, જે બધામાંથી યાતના સિવાય કશું જ ટપકતું હોતું નથી. કેટલીક નારકોમાં શાહજાહાહાહાહાહાહાહાહાહાહ શebbie-bitrશાહે ઈશાહst-શાહ-વાહst-શાહeetis-છાશ નારકલોક વિચાર
૧૩૯
પરસ્પરની મારપીટ જ હોય છે. આવી ઘોર મારપીટ વગેરેની યાતના ભોગવતા નારકાત્માઓ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર્યા પૂર્વે બહાર નીકળી શકતા જ નથી, એટલે આ દુનિયાના કોઈપણ માનવાત્માને તેમનાં દર્શન થતાં જ નથી. હજારો, અબજો કે અગણિત વર્ષોના તે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે આત્મા તે ખોળિયું છોડીને પોતાના કર્માનુસાર માનવ, પશુ કે વનસ્પતિ વગેરેના જીવનમાં જાય છે.
વર્તમાન જગત વધુ પડતું બુદ્ધિજીવી બનતું ચાલ્યું છે. જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં શ્રદ્ધા વિના જરાપણ ચાલતું નહિ હોવા છતાં ધર્મના વિષયમાં શ્રદ્ધા મૂકવાનું બુદ્ધિજીવી માનવ માટે લગભગ અશક્ય બનતું ચાલ્યું છે. તેનું કારણ એ છે કે ધર્મની શ્રદ્ધા તેને ભોગોથી છોડાવે છે, જે તેને માટે ભારે મુશ્કેલીની બાબત છે. ધર્મશ્રદ્ધા તેને અનીતિથી, મોજશોખથી મુકાવીને દીન પ્રત્યે દયાલ, હીન પ્રત્યે કૃપાલુ બનાવવા પ્રેરે છે. આ બાબત પણ ભોગરસિક બુદ્ધિજીવી માનવને પરવડતી નથી એટલે જ એણે તો ધર્મના વિષયમાં બધું જ ‘હંબંગ’ કહીને નિરાંતનો શ્વાસ ખેંચી કાઢયો છે, પરંતુ ધર્મના વિષયમાં વસ્તુતઃ ‘હંબગ’ જેવું કશું જ નથી. નારકલાકની દુનિયાને પણ બિલકુલ તર્કથી સિદ્ધ કરી શકાય છે છતાંય કોઈ તર્કવાદીને એ તર્ક ન કબૂલવો હોય તો લાચારી સિવાય શું અનુભવવું ?
આઈકમેન નામનો એક માણસ પોતાના અધ્યક્ષપણા નીચે લાખો યહૂદીની કતલ કરી નાંખે અને પછી પકડાયેલા તે માણસોને સજા તરીકે આજની કોર્ટે વધુમાં વધુ શું ફટકારી શકે ? ફાંસી જ ને ? લાખોને રિબાવી રિબાવીને મારનારને એકજ વાર ફાંસીની ક્ષણિક સજા ફટકારનાર ન્યાયાલય શું સાચો ન્યાય તોલે છે ? નહિ જ , આવા ઘોર પાપાત્માઓને (૧) એ એવી એક દુનિયામાં મોકલે છે, જયાં તેમને મરણતોલ ફટકા પડે તો ય તેઓનું જલદી મૃત્યુ ન જ થાય, બલકે હજારો, લાખો વર્ષો સુધી એ મારપીટ સહવી પડે. (૨) વળી આટલું બધું સહન કરે તે વખતે મારથી બેભાન બની જાય તો તે આત્માને મારની વેદના અનુભવવા ન મળે આવું ન થાય એ માટે તે પાપાત્માને સભાન અવસ્થામાં રાખે છે.
૧૪o.
વિજ્ઞાન અને ધર્મ