________________
આવ્યો છે.’
થોડા માસ બાદ સમાચાર મળ્યા કે માયકલ માથામાં ઘાયલ થયો છે અને જર્મનીમાં યુદ્ધકેદી તરીકે રાખવામાં આવેલ છે. રાણી એલિઝાબેથના દાદા રાજા પાંચમા જ્યોર્જ મક્કમપણે માનતા હતાં કે પોતાની માતા પ્રેતાત્મા સાથે સંપૂર્ણપણે સંપર્કમાં છે. બંને વચ્ચે અસાધારણ નિકટના પ્રેમનું અસ્તિત્ત્વ હતું.
આ સ્થિતિમાં જ્યારે સાઈકીક ન્યૂઝના એક વાચકને રાણી એલેકઝાંડ્રાને પ્રેતાત્મા તરફનો પુત્ર પરનો સંદેશ મળ્યો, ત્યારે એ સંદેશો રાજાને પહોંચાડવામાં આવ્યો હતો.
૧૯૫૩ના ફેબ્રુ.ની ૧૬મી તારીખે આ સંદેશો બકિંગહામ રાજમહેલમાંથી રાજા પાંચમા જ્યોર્જે પોતાના હસ્તાક્ષરમાં જે જવાબ વાળ્યો હતો તેમાં જણાવેલું છે કે, ‘મારી વહાલી માતા તરફ આવો પ્રેરણાદાથી સંદેશો મને મોકલી આપવા બદલ હું તમારો આભારી છું. તમારી મારફત મને જે સલાહ આપવાનું યોગ્ય લાગ્યું છે તેનું હાર્દ હું સંપૂર્ણપણે સમજી શકું છું. આ સાથે સાઈકીક ન્યૂઝ મોકલવા માટે પણ હું આભારી છું. હું નિરાંતથી જરૂર એ જોઈ જઈશ. મારી માતા સતત મારી સાથે જ છે. મારી અંગત બાબતો ઉપર નજર રાખીને મને એ દોરવણી આપી રહી છે. મહેલ ઉપર પડતી શ્યામવાદળની છાયા અને શાશ્વત સૂર્યપ્રકાશના પ્રદેશમાં પુનર્મિલન અંગેના એમના સંદેશાની હું પ્રેમપૂર્વક કદર કરું છું.'
રાજા પાંચમા જ્યોર્જનો આ પત્ર સ્પષ્ટપણે બતાવી આપે છે કે જીવાત્મા અને ભૂતાત્મા વચ્ચે કડી તરીકે પ્રેત-વાહનવાદમાં તેઓ મક્કમપણે માનતા હતાં. શ્યામવાદળ અને સુખદ પુનઃ મિલન એ બંને બાબતો પંચમ જ્યોર્જના એક વર્ષમાં થયેલા અવસાનથી પુરવાર થઈ હતી.
રાણી વિક્ટોરિયા ‘આઈલ ઓફ વેઈટ' ખાતેના નિવાસસ્થાન ઓસ્બોર્ન હાઉસ ખાતે પ્રેતવાહન સભાઓ ભરતાં એ જાણીતી વાત છે. આ અંગેની સાબિતી સોનાના એક ઘડિયાળના રૂપમાં અસ્તિત્ત્વમાં છે. આ
***********
$$$$$007 મિડિયમથી પ્રેતાત્મા સંપર્ક
૧૩૭
ઘડિયાળ ઉપર કોતરવામાં આવ્યું છે, ‘૧૮૪૬ની ૧૫મી જુલાઈએ ઓસ્બોર્ન હાઉસ ખાતે અતીન્દ્રિય દર્શનના અસાધારણ પ્રયોગો રજૂ કરવા માટે મિસ જ્યોર્જિયાના ઈંગલને રાણી તરફથી ભેટ.’
આ ઘડિયાળ જયોર્જિયાને ભેટ આપવામાં આવે તે પૂર્વે તેનું મૃત્યુ થયું હતું. પાછળથી આ ઘડિયાળ અમેરિકન ‘વે ઈસ મિડિયમ’ ઈંટા રીડને આપવામાં આવ્યું હતું. આ સંબંધમાં ડચેસ ઓફ હેમિલટને સાઈકીક ન્યૂઝના તંત્રી ફ્રેડ આર્ચરને કહ્યું હતું કે ઈટા રીડે પોતાના અવસાન પૂર્વે એવો નિર્ણય કર્યો હતો કે રાણીની આ ભેટ પાછી બ્રિટન મોકલી દેવી.
કેનેડાના એ વખતના વડાપ્રધાન મિ. મેકેન્સી કિંગ કે જેઓ ઈટા સાથે ઘણીવાર ખેતવાહનસભામાં બેસતા, એમણે ઘડિયાળ ડચેસ ઓફ હેમિલટનને પહોંચાડેલ. ડચેસે એ ઘડિયાળ લંડન સ્પિરીચ્યુઆલિસ્ટ એલાયન્સ (હવે કોલેજ ઓફ સાઈકીક સાયન્સ) ને ભેટ આપેલું. જે આજે પણ ત્યાં મોજૂદ છે.
મરણ પામેલા આત્માો પાસેથી સંદેશાઓ પ્રાપ્ત કરવાની અનેક રીતો હોય છે. જેમાં ત્રણ પાયાની મેજ ઢાળવાની રીત, પ્લેન્થેટ પદ્ધતિ અને ઉંજાબોર્ડની રીત મુખ્ય છે. આ વિષયમાં શંકા કરનારને આ પદ્ધતિઓના જાણકારો પૂછે છે કે, ‘(જો આ બધું ખોટું જ હોય તો) પ્રયોગ કરવા બેઠેલામાંનો એક પણ માણસ જે ભાષા બિલકુલ ન જાણતો હોય તેવી ફ્રેન્ચ વગેરે ભાષામાં પણ સંદેશાઓ પ્રાપ્ત કરે છે તેનું શું રહસ્ય છે તે કહો ?’ અસ્તુ.
આપણે આ વિષયના વધુ ઊંડાણમાં જવું નથી. માત્ર પૂર્વે કહ્યા મુજબ એટલું જ સમજી રાખવું કે આવા પ્રયોગો ચાલતા હોય તેવા સ્થાનેઆકાશ વગેરેમાં-ભમતા પ્રેતાત્માઓ ક્યારેક કુતૂહલથી આવી જાય અને પોતાના જ્ઞાન મુજબ સાચા-ખોટાં જવાબો આપે તો તેમાં કશું નવાઈભર્યું નથી.
આપણે તો અહીં એટલી જ વાત સ્થિર કરવી છે કે આવા કેટલાંક બાહ્ય અનુભવો ઉપરથી દેવલોક જેવી એક દેવોની દુનિયા સિદ્ધ થાય છે.
*多**必 ૧૩૮
મહારા વિજ્ઞાન અને ધર્મ