________________
૧૧. મિડિયમથી પ્રેતાત્મા સંપર્ક
હજી પણ આ વિષયમાં વિશ્વાસ બેસે તે માટે બીજી પણ થોડી વિચારણા કરીશું.
માત્ર ભારતના લોકો નહિ પરન્તુ આધુનિકતાનો જેમની ઉપર ઓપ ચડ્યો છે તેવા પશ્ચિમના લોકોમાં પણ પ્રેતોની દુનિયામાં અખૂટ વિશ્વાસ છે. બીજાની તો શી વાત કરવી ? બ્રિટનનું શાહી કુટુંબ પોતે જ આ વિષયમાં ખૂબજ રસ ધરાવે છે. આ કુટુંબ ગૂઢવાદ, રહસ્યવાદ, પ્રેતવાહનવાદ વગેરેમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. એમ કહીએ તો તે જરાય ખોટું નહિ ગણાય. રાણી વિક્ટોરિયાથી માંડીને રાજા છટ્ઠા જ્યોર્જ સુધીના બ્રિટનના શાસકોએ એવી ગૂઢ વાતોમાં શ્રદ્ધા સેવી છે.
૧૯૪૨ના વિમાની અકસ્માતમાં ડ્યુક ઓફ કેન્ટનું કરુણ અવસાન થયા બાદ તરત જ ‘સાઈકીક ન્યુઝ’ ના તન્ત્રી આર્ચરની હાજરીવાળી એક સભામાં શાહી વિમાનીના નામે પ્રેતસંદેશો મળ્યો હતો. મરનાર ડ્યુકને પ્રેત-વાહનવાદમાં ભારે રસ હતો, અને મરણ પહેલાં થોડા સમય અગાઉ જ એમણે એક પ્રેતવાહન સભામાં હાજરી પણ આપી હતી. બ્રુકનો આ
સભામાં જે સંદેશ મળ્યો હતો એ રાજા પાંચમા જ્યોર્જની મોટીબહેન પ્રિન્સેસ લુઈસને પહોંચાડવામાં આવ્યો હતો. પ્રિન્સેસ લુઈસે પરલોકમાંથી આવેલો આ સંદેશો સો ટકા સાચો માન્યો હતો. શાહી કુટુંબના અન્ય સભ્યોએ પણ સંદેશો સાચો જ ગણ્યો હતો. આથી ડ્યુકની વિધવાને ભારે આશ્વાસન મળ્યું હતું. પ્રિન્સેસ મેરીના પ્રેત-વાહનવાદની એ અભ્યાસિની હતી. અને પ્રેતના સીધા સંદેશા મેળવી ઘણી સભાઓમાં હાજરી આપતી. બ્રિટનનાં ઘણાં ઓછા લોકોને જાણ છે કે શાહી કુટુંબો એક સૈકાથી ‘મિડિયમો' દ્વારા પ્રેતવાહનવાદ સાથે સંપર્કમાં છે અને હજી આજે પણ આ સંપર્ક ચાલુ છે.
રાજા છઠ્ઠા જ્યોર્જની એક ખુરશી લંડનની વિખ્યાત મિડિયમ
Tuticorin મિડિયમથી પ્રેતાત્મા સંપર્ક
********
૧૩૫
‘લિલિયન બેઈલી’ના નિવાસસ્થાનમાં માનવંતુ સ્થાન પામી છે. જ્યારે પણ પ્રેતવાહન સભા મળે છે ત્યારે એ આ ખુરશીમાં બેસે છે. આ શાહી ખુરશી ત્યાં કેવી રીતે પહોંચી એની પાછળ પણ એક રસમય વાત છે.
તોતડાપણાના રોગની સારવારના નિષ્ણાત ‘લાયોનલ લાંગ’ કે જેમણે સા૨વા૨ કરીને રાજા છઠ્ઠા જ્યોર્જનું તોતડાપણું મટાડ્યું હતું. તેઓ પણ એક પ્રખર પ્રેત-વાહનવાદી હતા. રાજા છઠ્ઠા જ્યોર્જે મિ.લાંગને કહેલું કે પોતે પણ પ્રેત-વાહનવાદથી સારી રીતે જાણકાર છે. બંને વચ્ચેના સંબંધો દરમિયાન મિ. લાંગે પોતાના શાહી દર્દીને ઘણીવાર પ્રેતનાં સંદેશા પહોંચાડ્યા હતા. રાજાએ બકિંગહામ પેલેસમાંથી પોતાની એ ખુરશી મિ. લાંગના કન્સલ્ટિંગ રૂમમાં પહોંચાડી હતી, કારણ કે આ ખુરશી વગર રાજા નિરાંતથી મોકળા થઈને બેસી શકતા ન હતા. જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે ખુરશી ત્યાં જ રહેલી અને રાજાના એ ખુરશી સાથેના સંબંધને કારણે મિડિયમ શ્રીમતી ‘બેઈલી’ને આપવાનું ઉચિત માન્યું હતું.
બ્રિટનમાં હાલનાં રાણી એલિઝાબેથની માતાને લગ્ન પહેલાં પણ
પ્રેત-વાહનવિદ્યા અંગેનું જ્ઞાન હતું. કેમકે એમના નાના ભાઈ ‘ઓન ડેવિડ કાઉસ લિયો'ને અતીન્દ્રિય દર્શન થતું. અર્લ ઓફ સ્ટેથમોરના ઐતિહાસિક નિવાસસ્થાન ‘ગ્લેમિસ કેસલ' કે જ્યાં રાણીના ભાઈ મોટા થયા હતાં એ ભૂતિયું ભવન હોવાની વાત જાણીતી છે. ડેવિડે નાનપણમાં ત્યાં ઘણાં ભૂત જોયાં હતાં. આ ભૂતોને એ ‘ધ ગ્રે પિપલ’ કહેતો અને દરેક ભૂતના પોષાકનું વિગતવાર વર્ણન કરતો.
‘ગ્લેમિસ કેસલ'ના વાસીઓ રાણીના આ મામાની અતીન્દ્રિય દર્શનશક્તિની પહેલા વિશ્વયુદ્ધ વખતની એક વાત હજુ આજે પણ રસપૂર્વક કહે છે.
ડેવિડનાં મોટા ભાઈ ‘માયકલ’ યુદ્ધમાં માર્યા ગયાના સમાચાર આવેલા પણ ડેવિડે મક્કમપણે આ સમાચાર ખોટા હોવાનું કહ્યું હતું અને શોકનાં કપડાં પહે૨વાની સાફ ના પાડી હતી. એણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, બે વાર મને માયકલનાં દર્શન થયેલાં. એ બીમાર છે. એના માથે પાટા બાંધેલા છે, ચોમેર વૃક્ષો વચ્ચેનાં એક મકાનમાં એને રાખવામાં
નવા ૧૩૬
pinteresti વિજ્ઞાન અને ધર્મ