________________
તદન સાચી છે. દેવાત્મામાં ગરીબ માનવને શ્રીમંત કરી દેવાની તાકાત હોવા છતાં તેવો કોઈ માનવ કોઈ દેવાત્માનો જન્માંતરનો સ્વજન હોવા છતાં જયાંસુધી તે માનવનું તેવું શુભકર્મ જાગૃત નથી થતું ત્યાંસુધી તે દેવાત્માને તેને મદદ કરવાની ઈચ્છા જ ન થાય. દરેક વસ્તુ અંતે તો પોતપોતાના કર્મ ઉપર જ અવલંબે છે. આ પ્રેતાત્મા પણ પોતાના સ્વજનો પ્રત્યે બેદરકાર રહે છે તેનું આ જ કારણ છે એમ શ્રી જિનાગમો કહે છે.)
(૨૩) પ્ર. તમે તમારા ફ્રેન્ચ દીકરાને મળવા કેમ જતાં નથી ?
ઉ. મારા શરીરનું બંધારણ જ એવું છે કે તેની તેવી લાંબી અવકાશયાત્રા શક્ય નથી.
(વ્યન્તર વગેરે હલકીયોનિના દેવો વધુ દૂર સુધી જઈ શકવાને સામાન્યતઃ અસમર્થ હોય છે. વળી તે તે ક્ષેત્રોના રક્ષક બીજા દેવો જો વધુ બળવાન હોય છે તો નિર્બળ દેવોને તેમના ચોકી પહેરામાંથી જવા દેતાં નથી. એટલે પ્રેતાત્માનું આ વિધાન પણ ઠીક જ છે.)
(૨૪) પ્ર. તમે કોઈ મહાન સંતોના સંપર્કમાં હો તો મને તેમનાં નામ કૃપા કરીને જણાવશો ?
૧. હમણાં તો હું કોઈના સંપર્કમાં નથી. રમણ મહર્ષિના ઉપદેશમાંથી હું શીખ્યો છું કે જેના પ્રત્યે સ્વયંભૂ પૂજયબુદ્ધિ પ્રગટે તેને મહાન સંત સમજવો. જેની હાજરીમાં માણસને સઘન અને ઉચ્ચ પ્રકારની શાન્તિનો અનુભવ થાય તેને મહાન સમજવો.
(૨૫) પ્ર.- પ્રેતાત્માની સૃષ્ટિમાં તમારો નિકટનો મિત્ર કોણ છે? તે પૂર્વજન્મમાં કોણ હતો ?
ઉ.-મારે એક બહુ આગળ વદેલા પ્રેતાત્મા સાથે ગાઢ સંબંધ છે. તે પૂર્વજન્મમાં એક વિખ્યાત વિદેશી ડોક્ટર હતા. તેમને હિંદી જીવન સાથે સારો પરિચય છે. તેમનો દઢ અભિપ્રાય છે કે અત્યારે ભારતમાં વગર વિચાર્યે મનુષ્યો ઉપર જે સંતતિ-નિયમન લાદવામાં આવે છે, તેથી ભારતને ખૂબ ખૂબ નુકસાન થશે.
(૨૬) પ્ર.-આપણે ફરી મળી શકીશું ખરા ?
ઉ.-એ વાતને આપણે સુખદ અકસ્માત ઉપર છોડી દેવી જોઈએ. શિકઈ હોઈ શી શી થઈ, પછી થી થin tig B Diginaઈ ગાઈie Dી થી 8
ગ ણા થi Dalit is finish it પ્રેતાત્મા સાથે વાતચીત
હવે મારે જવું જોઈએ. તમે મને આટલો સમય તમારી સોબતનો લાભ આપ્યો તે માટે હું તમારો આભારી છું.”
ત્યારબાદ ચિદંબર કુલકર્ણીનો પ્રેતાત્મા અદૃશ્ય થઈ ગયો.
પ્રેતાત્મા સાથે થયેલા ભાદરણના સ્વામી કૃષ્ણાનંદના સમગ્ર વાર્તાલાપમાંથી જિનાગમની અનેકાનેક વાતો સિદ્ધ થઈ જાય છે. પ્રતલોક જેવી અતીન્દ્રિય વસ્તુના વિષયમાં જિનાગમોમાં જે સચોટ સત્ય રજૂ કરવામાં આવ્યું છે એ જ તેના કથક ભગવાન જિનના સર્વજ્ઞત્વની અકાર્ય સાબિતી છે.
એ વાતની પણ અહીં નોંધ લેવી જોઈએ કે સ્વામી કૃષ્ણાનંદ એ જિનાગમોના મર્મજ્ઞ નથી કે જેથી તેમના અંતરમાં જિનાગમોને ઘણાં જ બેસતા આવે તેવા ઉત્તરોના સંસ્કાર રમતા હોઈને તે જ રીતે બધું લખાણ તેમણે કર્યું હોય.
જેઓ જિનાગમોના અભ્યાસી નથી એ સ્વામી કૃષ્ણાનંદ જાણે કે જિનાગમની જ ભાષામાં સઘળું જણાવી રહ્યા હોય એ વિશેષ આનંદની બીના છે.
ખેર, નિખાલસતાથી પુછાયેલા પ્રશ્નોના એક પ્રેતાત્માએ જે ઉત્તરો આપ્યા તે બધાય લગભગ જિનેશ્વરોએ એકમતે કહેલાં જ વિધાનોના સ્વરૂપે જોવા મળ્યા એથી ભલભલા નાસ્તિકનું પણ અંતર વિચારમાં ચડી જાય તેમ છે, લાગણીશીલ માનવ તો શ્વાસમાં સો સો વાર ભગવાન જિનને વંદના અર્પે.
અફસોસની વાત છે કે આજનો વિજ્ઞાનયુગ એ વધુ પડતી નાસ્તિકતાનો યુગ ગણી શકાય એટલે પ્રેતલોકની વાતોના નક્કર સંવાદી વિધાનો મળવા છતાં એ ઝટ માની જાય તેમ તો નથી જ.
બીજા ન માને તેટલા માત્રથી વિધાનની અસત્યતા સાબિત થઈ જતી. નથી. અહીં તો દેવગતિ જેવી દેવોની એક દુનિયા અસ્તિત્ત્વ ધરાવે છે એ વાતને સાબિત કરવાનો નિખાલસ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
૧૩૩
૧૩૪
વિજ્ઞાન અને ધર્મ