________________
બરાડા-આ બધા વિષે તમારો શો અભિપ્રાય છે ?
ઉ. એ બધું તો રદ્દી વર્ગના ભૂવાના ખેલની કરામત માત્ર છે. સમાજના અમુક વર્ગને મનોરંજન આપવાનો તેમને શોખ હોય છે. તેમાંના મોટા ભાગના લોકો તો આવી કરામતો અને યુક્તિઓ ઉપર પ્રભુત્વ મેળવી પોતાનામાં મહાન આધ્યાત્મિકશક્તિ છે એમ લોકોને મનાવવાની ઈચ્છા હોય છે. તેમનો ઈરાદો માત્ર ભોળા અને છેતરી શકાય તેવા લોકોને બનાવવાનો જ હોય છે.
(આ વિચાર ખૂબ ગંભીર છે. અવસરે આપણે ‘પ્લેન્ચેટ’ વગેરેથી પ્રેતોની પાસેથી ઉત્તરો મેળવવા સંબંધમાં વિસ્તારથી વિચારણા કરવી છે. આ આધુનિક તરકીબો છે એટલે એનો નામ સાથે જિનાગમમાં નિર્દેશ ન મળે એ સ્વાભાવિક છે.
પરંતુ જિનાગમના-સિદ્ધાન્તો આ વિષેની સત્યાસત્યતા માટે શું કહી શકે તે આપણે જરૂર વિચારી શકીએ.
અહીં એ વાતનો ખ્યાલ રાખવો કે આ પ્રેતાત્માઓએ પ્લેન્ચેટ વગેરે બધી બાબતોમાં ભૂવા વગેરેની યુક્તિઓ અને છળપ્રપંચની વાતો કરી, તથા એ રીતે દુનિયા ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવાનું કહ્યું તે બધું ઘણાં અંશે તો બરોબર જ છે, કેમકે આજે આવા ઘણાં પ્રપંચો દુનિયામાં ચાલી રહ્યા છે, પરંતુ પ્રેતાત્માઓનું આ સંપૂર્ણ સત્ય છે એમ નહિ કહેવાય. કેમકે જેમ ભમતા ભૂવાઓને કુતૂહલ કરવાની અને પ્રભુત્વ જમાવવાની વૃત્તિ હોય છે, તેમ કેટલાંક હલકી કોટિના પ્રેતાત્માઓને પણ આવી વૃત્તિ હોય જ છે. એ સિવાય જેમને આ જગતનાં કેટલાંક સંબંધોમાં હજી આસક્તિ રહી ગઈ હોય તેવા પ્રેતાત્માઓ પણ આ દુનિયામાં આકર્ષાય છે. આમ કેટલીકવાર એવું પણ બની જાય છે કે જે ઘણાં અસત્યોની વચ્ચે સત્ય સ્વરૂપે દેખા દઈ દે છે.
હવે અહીં સહજ રીતે એક પ્રશ્ન ઊઠશે કે તો શું પ્લેન્ચેટ વગેરેમાં પ્રેતાત્માઓ પ્રવેશ કરે છે ? આનું સમાધાન એ છે કે હા, જરૂર. કેટલીક વાર પ્રેતાત્માઓ પ્રવેશ કરીને જ મનુષ્ય દ્વારા જવાબો આપે છે. આ વિષયમાં જૈનદાર્શનિકોનું એક મંતવ્ય છે કે કેટલાંક કુતૂહલપ્રિય
પ્રેતાત્માઓ, કે જેમનો આત્મા આ પૃથ્વી ઉપર જયાં ત્યાં ભમતો જ રહે છે, તેઓ જયારે આવી કોઈ પ્લેન્ચેટ વગેરેની ક્રિયા થતી હોય ત્યારે ત્યાં આવી જાય છે. જો તેને તોફાન જ કરવું હોય તો ગમે તેવા ઊંધા-ચત્તા જવાબો આપે છે, અને કદાચ તેમ ન કરવું હોય તો પણ પોતાના પરિમિત જ્ઞાન મુજબ તે જવાબો આપે છે, અથા ત્યાં ન આવતાં બારોબાર ચાલી પણ જાય છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી પ્લેન્ચેટ વગેરેથી મળતાં પ્રેતાત્માના પણ જવાબો સો ટકા સાચા જ હોય તેવું કદાપિ માની લેવું જોઈએ નહીં, અને એથી જ એવી પ્રક્રિયાઓમાં ડાહ્યા માણસે વિશ્વાસ મૂકવો જોઈએ નહિ. કેટલીકવાર એવું પણ બને છે કે એ સ્થાને ભમતા એક પ્રેતાત્મા એવા કોઈ પ્રેતવાહક યંત્ર નજદીક કૂતુહલથી આવી જાય અને પછી તેને જ ખબર પડે કે આ લોકોને અમુક પ્રેત વ્યક્તિની જરૂર છે તો, જો તેની શક્તિ પહોંચતી હોય તો તે પ્રેત-વ્યક્તિને ક્ષણમાં જઈને સઘળી હકીકત જણાવીને ત્યાં લાવે અને પછી તેના દ્વારા બધા જવાબો અપાય. જયારે આ રીતે કોઈ ભૂત-પૂર્વસ્વજનનો પ્રેતાત્મા જ ત્યાં આવે ત્યારે તેના તરફથી સાચા ઉત્તરો મળવાની શક્યતા ખરી.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે પ્લેન્ચેટ વગેરે ક્રિયાઓ સર્વથા સત્ય નથી તેમ સર્વથા અસત્ય પણ નથી. કિન્તુ બહુધા એક પ્રકારનું મનોરંજન છે અને બહુ થોડા અંશમાં પ્રેતોના આગમનથી મળતાં વિધાનોમાં સત્ય પણ છે. આગળ એ ઉપર આંશિક સત્યને સિદ્ધ કરતી વાતો આપણે વિચારશું ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થઈ જશે.)
(૨૨) પ્ર. તમે કોઈ દિવસ તમારાં ભૂતકાળના સગાંવહાલાંને મળો છો ?
ઉ. મને તેમને મળવાની ઈચ્છા થતી નથી. જેઓ પૈસા કમાવા ખાતર ગમે તેટલાં હીન કૃત્યો કરવા જેટલા હલકટ બની શકે તેવાઓની સોબત કરવાનું યોગ્ય નથી. વલી મારા જીવતાં છોકરાં હવે સુધરી જાય તેવી શક્યતા નથી, છતાં હું મારા ત્રીજા પૂર્વજન્મના ફ્રેન્ચ છોકરા સાથે માનસિક સંપર્ક સાધું છું. તે અત્યારે ફ્રાન્સમાં પરોસ ગિરેકમાં રહે છે. હવે તે વૃદ્ધ થયો છે, તેને અરવિંદના તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ છે. (આ વાત
પ્રેતાત્મા સાથે વાતચીત
૧૩૧
૧૩૨
વિજ્ઞાન અને ધર્મ