________________
શક્તિ મળે તો તેઓ માનવના મનના ભાવોને પણ સ્થૂલ રીતે જોઈ શકે અને તે ઉપરથી અનુમાન કરે છે કે આ માણસે આવો વિચાર કર્યો હોવો જોઈએ. જૈનાગમોની પરિભાષામાં મનના વિચારોને વિશિષ્ટ રીતે જાણવાના જે જ્ઞાનને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે તે દેવોને હોતું નથી. આજની ‘ટેલિપથી’ની પદ્ધતિથી થતું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન કહી શકાય નહિ.
(૨૦) પ્ર. તમારી ઈચ્છા મુજબ ગમે તે વ્યક્તિની સમક્ષ તમે પ્રગટ થઈ શકો ખરા ?
ઉં. હા, અમારામાંના જે પ્રેતાત્માઓને માનવપ્રાણીઓ માટે સાહજિક પ્રેમ છે, તે સારા સંસ્કારો અને સારા સ્વભાવવાળી વ્યક્તિઓની સોબત પસંદ કરે છે. જે અમારાથી ભય પામે છે અને જેમના જીવનમાં ઉચ્ચ મૂલ્યો માટે અભિરુચિ નથી તેમના ઉપર મોટે ભાગે અમે અમારી જાતને લાદતા નથી. અમારામાં કેટલાંક પ્રેતાત્માઓ એવા પણ છે. કે જેમને બીજા પ્રાણીઓ માટે કુદરતી અણગમો હોય છે. કેટલાંક પ્રેતાત્મા માત્ર વનસ્પતિ અથવા પશુઓની પેઠે અસ્તિત્ત્વ જ ધારણ કરે છે, તેમને કશામાં રસ હોતો નથી. તુચ્છકોટિના પ્રેતાત્માઓને જ તોફાન કરવું બહુ ગમે છે, તે પ્રેતાત્માઓ મનુષ્યોને તથા બીજા પ્રાણીઓને સતાવવામાં જ આનંદ સમજે છે. આ ઉપરથી તમને સમજાશે કે પાર્થિવ ભૂમિકા ઉપર મનુષ્ય જેમ ભિન્ન ભિન્ન પ્રકારના અને સ્વભાવના હોય છે. તેવું જ અદેશ્ય જગતમાં પણ હોય છે. (આપણે પૂર્વે જ જોયું છે કે દેવયોનિમાં પણ ચાર પ્રકાર છે. આમાંના જે પહેલા બે પ્રકાર છે કે જેમનાં નામ ભવનપતિ અને વ્યન્તર છે. તે બે પ્રકારના દેવોને અનુલક્ષીને જ આ પ્રેતાત્માએ અહીં બધી વાત કરી છે. જિનાગમની દૃષ્ટિએ આ બે સ્થાનના દેવો ઘણું કરીને કૂતુહલપ્રિય હોય છે. પાંચ ગતિમાં જે નારકનામની ગતિ છે કે જ્યાં અસત્કર્મો કરવાથી આત્માને જવું પડે છે અને ખૂબ વેઠવું પડે છે, એ નારકગતિમાં પણ ભવનપતિ દેવયોનિના કેટલાંક દેવો જાય છે અને ત્યાં જઈને ત્યાં આવેલા પાપી આત્માઓને ભયંકર ત્રાસ આપે છે. એ વખતે એ આત્માને જે ચીસાચીસ કરે છે તે જોઈને પેલા કુતૂહલપ્રિય દેવોને ખૂબ
આનંદ આનંદ થઈ જાય છે ! કેવી વાત ! પથ્થરમારું છોકરાને આનંદ ! અને પથ્થરનો માર ખાતાં દેડકાને તો મરણતોલ ત્રાસ ! જિનાગમની આ વાતોને અનુલક્ષીને જ પ્રેતાત્માએ આ હલકી કક્ષાના દેવોની રંજાડપ્રિયતાનું સૂચન કર્યું હશે. માત્ર નારકયોનિમાં જ નહિ, માનવ અને પશુયોનિના જીવોને રંજાડવાનું પણ એવા કેટલાંક હલકા પ્રેતાત્માઓને ખૂબ ગમતું હોય છે.
વળી આ પ્રેતાત્માએ જે કહ્યું કે, કેટલાંક પ્રેતાત્મા વનસ્પતિ અથવા પશુઓની પેઠે અસ્તિત્ત્વ જ ધારણ કરતાં હોય છે. એ વાત પણ તદન સાચી છે. જિનાગમોમાં તો આ વિધાન પણ સ્પષ્ટ શબ્દોમાં કર્યું છે. એટલું જ નહિ પણ એવી કેટલીક ચરિત્રકથાઓમાં પણ પ્રેતાત્માની હલકી અવસ્થાનું સ્પષ્ટ બયાન કરેલું જોવા મળે છે. પ્રેતાત્માઓ ઐશ્વર્યસમૃદ્ધ દશામાં જવા છતાં કેટલાંક વિષમ પાપકર્મોના કારણે ત્યાં ગયા પછી પણ કેટલાંકને સુખ અને શાન્તિ મળતાં નથી. તેમનો આત્મા આપણી દુનિયાના કોઈ સ્થાનનાં કે કોઈ ગટરોનાં સ્વામી તરીકેનું જીવન જીવે એવું પણ સાંભળવા મળે છે. આવા દેવો માત્ર પોતાનું દેવ તરીકેનું અસ્તિત્ત્વ ટકાવવા સિવાય બીજું શું વધું કરે છે ?
જેવું આ મર્યલોકમાં છે : નાના-મોટાપણું, તેવું જ એ દેવોની દુનિયામાં છે. ત્યાં પણ તે દેવોના ય નાયકો હોય છે, જેમની આજ્ઞામાં તે સેવક-દેવોને રહેવું પડે છે. અરે ! આ લોકની જેમ ત્યાં પણ ઝાડું મારનારા દેવો પણ હોય છે, અને ઢોલ ખભામાં નાંખીને ફરતાં દેવો પણ હોય છે !
માટે જ જિનામોમાં એવા દેવોની દુનિયામાં વસવાટ કરવાની કામના રાખવાનો નિષેધ કર્યો છે. જીવન તો માત્ર માનવનું શ્રેષ્ઠ છે, જ્યાં અધ્યાત્મની ટોચ-સીમાને પામી શકાય છે.)
(૨૧) પ્ર. પ્રેતાત્માઓનાં આહ્વાન, મિજલસો, પ્રેતાત્માઓના ટકોરાના અવાજો, પ્રેતાત્માઓના સંદેશા, પ્લેન્ચેટ પૂંઠા ઉપર માણસની આંગળીઓ અમુક શબ્દો પર પ્રેતાત્માઓ ખસેડે છે તે ક્રિયા, પ્રેતાત્માઓની દોડધામ, હેરફેર, પ્રેતાત્માઓનાં બૂમરાણો અને ગતિસૂચક
પ્રેતાત્મા સાથે વાતચીત
૧૨૯
૧૩૦
વિજ્ઞાન અને ધર્મ