________________
તો પણ તે તેને ઈશ્વરદત્ત કહેવા તો કદી તૈયાર ન થાય પરંતુ દૈવી ચમત્કાર જ કહે, કેમકે એના અંતરમાં ઈશ્વર (પરમાત્મા) અને દેવ (પ્રેત વગેરે) વચ્ચેની મોટી ભેદરેખા બરોબર ઉપસી આવેલી હોય છે.)
(૧૮) પ્ર. તમે તમારી અત્યારની અવસ્થાને માનવજીવન કરતાં ચડિયાતી માનો છો?
ઉ. તમને–પૃથ્વી પરના માનવોને – પ્રેતાત્મા સૃષ્ટિનું સાચું જ્ઞાન નથી માટે તમે બધા અમને હીન ગણો છો અને અમારાથી ડરો છો.. પણ તમને ખબર નથી કે કુદરતી ઉત્ક્રાંતિના વિકાસનાં ક્રમમાં દરેક જીવને પ્રેતાત્માની સૃષ્ટિની અનુભૂતિમાંથી પસાર થવું પડે છે. આ વિષયમાં મારું એમ માનવું છે કે જેમ સોનાને અલંકારસ્વરૂપ આપવા પહેલાં વિવિધ ક્રિયાઓથી પસાર થવું પડે છે, તે જ રીતે આધ્યાત્મિક પરમપદને પામતાં પહેલાં દરેક જીવને વિવિધ અનુભૂતિઓમાંથી પસાર થવું પડે છે.
(આ વિધાન પણ જિનાગમોનું જ વિધાન છે. જિનાગમોમાં બહુ સાફ શબ્દોમાં એ વાત કરવામાં આવી છે કે દરેક આત્માને દેવ વગેરે તમામ યોનિમાં અગણિત વખત ઉત્પન્ન થવું પડે છે, કૂતરાં-બિલાડા વગેરેના જીવનમાં પણ જે કાંઈ મારપીટ દ્વારા, ટાઢ-તડકા વેઠવા વગેરે દ્વારા સહન કરાય છે તેનાથી અમુક પ્રકારનું શુભકર્મ તે બાંધે છે. એ શુભકર્મ જયારે ઉદયમાં આવે છે ત્યારે એ આત્મા કૂતરા વગેરેનું ખોળિયું છોડી દઈને દેવયોનિમાં ચાલ્યો જાય છે, આમ અનિચ્છાએ પણ જયાં ને ત્યાં ખૂબ સહવા દ્વારા દેવયોનિ પ્રાપ્ત થઈ જાય છે.
પરંતુ આવું અગણિત વાર બન્યા પછી ક્યારેક ક્યારેક ખૂબ દુર્લભ માનવજીવન પણ પ્રાપ્ત થતું રહે છે ખરું. એમાં એને ક્યારેક સત્સંગ થાય છે અને પછી તેને સાચી સૂઝ પ્રાપ્ત થાય છે. એથી તે સ્વેચ્છાએ ત્યાગ, તપ વગેરે કરીને સહન કરે છે. દાન, શીલ વગેરે ધર્મોને પાળે છે. એટલું જ નહિ પણ સ્વેચ્છાએ જ વિનાશી જગતની વિનાશી મહોબ્બતનો ત્યાગ કરીને સંન્યાસ લે છે. સર્વજીવોને પોતાને તરફથી અભય આપે છે. આવી બધી ઉત્તમ સ્વૈચ્છિક પ્રવૃત્તિથી અશુભકર્મનો નાશ થાય છે, પણ શુભકર્મનો ઢેરનો ઢેર એ આત્મા ઉપર ખડકાઈ જાય છે. જ્યાં સુધી આવાં
શુભકર્મનો પણ નાશ ન થાય ત્યાં સુધી એ આત્મા સંસારમાંથી છૂટીને મોક્ષપદ પામી શકે નહિ. એટલે જ આવાં શુભકર્મોને ભોગવવાં તો પડે જ , તે માટે ઊંચામાં ઊંચા પ્રકારનું ઐશ્વર્ય હોવું જોઈએ. એવું ઐશ્વર્ય દેવયોનિનાં ત્રીજા અને ચોથા પ્રકારનાં જ્યોતિષ્ક-વૈમાનિક નામના લોકમાં જ સાંપડે છે. એટલે મોક્ષપદ પામવા આગળ વધેલા, દૈવી સુખોના ઐશ્વર્યની ઈચ્છા વિનાના આત્માઓને પણ એ દૈવી સુખોનો ભોગવટો કરવા ત્યાં ફરજિયાત જવું પડે છે. ત્યાં અનાસક્ત ભાવે એ ઐશ્વર્ય ભોગવીને શુભકર્મનો પણ નાશ કરે છે અને પછી માનવયોનિમાં જન્મ લઈને મોક્ષમાં ચાલ્યા જાય છે. એટલે આ પ્રેતાત્માએ કહ્યું કે, ઉત્ક્રાંતિના વિકાસના ક્રમમાં દરેક જીવને પ્રેતાત્મા સૃષ્ટિની અનુભૂતિમાંથી પસાર થવું જ પડે એ વાત તદ્દન સાચી છે.
વળી તેણે એમ કહ્યું કે, તમે માનવો અમને પ્રેતાત્માને હીન કક્ષાના ગણો છો તે બરાબર નથી. આ વાત પણ એક અપેક્ષાએ સાચી છે, કેમકે માનવ કરતાં પ્રેતની શક્તિ વગેરે વિશેષ હોય છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે માનવના સંકલ્પબળ આગળ, માનવ જે આધ્યાત્મિક વિકાસ સાધી શકે એની તુલનામાં દેવાત્મા બેશક હીન જ છે, અને તેથી જ દેવાત્મા આધ્યાત્મિક વિકાસની ટોચે પહોંચેલાં સંતોના તો ચરણો જ ચૂમે છે.)
(૧૯) પ્ર. તમે મારા વિચારો વાંચી શકો ખરા ?
ઉ. જરૂર જરૂર હું અત્યાર સુધી એજ કરતો રહ્યો છું. જેને તમે મારી પાસેથી ગવડાવવા માગો છો એવા એક કાવ્યનો વિચાર અત્યારે તમારા મનમાં છે, તમે તમારા મનમાં ને મનમાં ગાઓ પછી હું ગાઈ બતાવીશ.
(આ વાત પણ જિનાગમમાં જણાવવામાં આવી છે. દરેક દેવને ઓછા કે વધતા પ્રમાણમાં પોતપોતાની શક્તિ મુજબ રૂપી દ્રવ્યનું ત્યાં બેઠાં બેઠાં જ પ્રત્યક્ષ થતું હોય છે. કોઈને ૨૫ માઈલની અંદરની તમામ વસ્તુનું તો કોઈને વધી વધીને હજારો, લાખો અને અગણિત માઈલોમાં આવેલી તમામ વસ્તુ આત્માના ચક્ષુથી દેખાય છે. આવું વિરાટ દર્શન, દેહને મળેલી આંખોથી થઈ શકતું નથી. આમાં કેટલાંક દેવોને એવી વિશિષ્ટ
事业单中的学中部中部中中中中中中中中中中中中中中中中中学和中中中中中学 પ્રેતાત્મા સાથે વાતચીત
૧૨૭
iણા શાહ દ્વારા શાણાકશાહio gita rab saging શાdiદી ગાદity gitatistiritities agasatisahityatimes ૧૨૮
વિજ્ઞાન અને ધર્મ