________________
અને જ્યાં તે વસ્તુઓ લઈ જવાની હોય છે, ત્યાં તેઓ તે વસ્તુઓના પરમાણુઓનું ફરી સંગઠન કરે છે. અર્થાત્ એ અણુ-પરમાણુઓને એકઠા કરીને ફરી તે વસ્તુઓનું નિર્માણ કરે છે.
(૧૫) પ્ર. તમે તે વસ્તુના પરમાણુઓનું વિઘટન કેવી રીતે કરો છો ? એ પદ્ધતિનો ચોક્કસ ખ્યાલ આપશો ?
ઉ. મિત્ર, ના, ગૂઢવસ્તુઓ જાણવાની તમારી ઈચ્છાને હું વખાણું છું પણ ચૈતન્યશક્તિઓની કાર્યપદ્ધતિની વિગતો જાણવા માટે હજી તમે પરિપક્વ થયાં નથી, અને મહેરબાની કરીને તે પદ્ધતિનો દાર્શનિક પ્રયોગ કરવાનું દબાણ ન કરશો. કારણ કે તેથી મારી આધ્યાત્મિક શક્તિનો વિના કારણ દુર્વ્યય થશે.
(૧૬) પ્ર. અનિષ્ટકારી પ્રેતાત્માઓ ગમે તેને નુકસાન પહોંચાડી શકે ખરા ?
ઉ. ના. અમારી પ્રેતાત્મા-સૃષ્ટિમાં તમે જેને સંરક્ષણસમિતિ કહો છો એવી સંસ્થા હોય છે. બળવાન સત્ત્વો એનાં સભ્ય હોય છે. એમની એક ફરજ હોય છે કે કોઈપણ માણસને અયોગ્ય ઈજા ન થાય તે તેમણે જોવું (!!!) એમાં એક અપવાદ પણ હોય છે. અને તે એ કે ભૂતકાળની કોઈ દ્વેષીલી સંબંધગ્રન્થિઓ હોય અને તેને લઈને વ્યક્તિ તરફ તે પ્રેતાત્મા દ્વેષયુક્ત વર્તાવ કરે. તમારી માનવસૃષ્ટિમાં હોય છે તેવું જ અમારી બાબતમાં પણ છે. આવો દ્વેષયુક્ત વર્તાવ તેઓ માનવીઓ કે બીજા પ્રાણીઓ સાથે પણ કરે છે.
(૧૭) પ્ર. તમે પ્રેતાત્માઓ અલૌકિક ઘટનાઓનું નિર્માણ કરી શકો ખરા ?
ઉ. હા. જરૂર. એવા તો ઘણાં પ્રસંગો બન્યા છે. હું કેટલાંક પ્રસંગ અહીં રજૂ કરીશ.
• આ બાબતની સાક્ષીરૂપ તો જિનાગમોની ચરિત્રકથાઓમાં અઢળક પ્રસંગો આવે છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠ નામના દેવનો રંજાડ તો તેમાં અતિપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરદેવ ઉપર સંગમકદેવનો નિષ્ફળ મુકાબલો વર્ષોવર્ષ દેશનામાં સાંભળવા મળે છે.
peeches પ્રેતાત્મા સાથે વાતચીત
*****
૧૨૫
(૧) એક માણસ ખૂબ ગરીબ હતો. તે બે દિવસથી અન્ન વગર ભૂખ્યો ટળવળતો હતો. એમને તેની જાણ થઈ. મારા સાથીદારે દેવીના ચરણકમલમાં પડેલી કેટલીક રૂપિયાની નોટો ઉડાડીને પેલા ભૂખે મરતા ભૂખ્યા ભક્તના હાથમાં પડે તેમ કર્યું, આ જોઈને બધાનાં નેત્ર આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં, પણ અમારા માટે તો આ એક સામાન્ય ઘટના જ હતી.
(૨) બીજા એક પ્રસંગે સુપ્રસિદ્ધ શ્રીનાથજીના વૈષ્ણવમંદિરમાં બીજા એક પ્રેતાત્માએ અમુક સમય સુધી અદશ્ય રહીને ઘંટ વગાડ્યા કર્યો. થોડીવાર પછી શંખોનો નિનાદ સંભળાવા લાગ્યો. કોઈ માનવીની મદદ સિવાય નગારાં પણ વાગવા લાગ્યા. બધાં લોકો તેને દિવ્ય ચમત્કાર માનવા લાગ્યા.
(૩) એકવખત એક સ્ત્રી પ્રેતાત્માએ એક મંદિરના ગર્ભાગારમાં અદૃશ્ય રહીને ત્યાં ઉપસ્થિત થયેલા લોકો આગળ ઘોષણા કરી કે, “જો તમે બધા સાંજથી સવાર સુધી મંદિરની પ્રદક્ષિણા નહિ કરો તો પ્રભુનો કોપ તમારી ઉપર ઊતરશે.” બધાએ તેને દેવવાણી માનીને સાંજથી સવાર સુધી મંદિરની પરિકમ્મા કરી.
(આ અને ઉપર વર્ણવેલી ઘટનાઓ ઉપર તમે જોઈ શકશો કે તમારી માનવીની માન્યતાઓ કેટલી ખોટી છે અને તમારું અજ્ઞાન કેટલું ગજબનાક છે. તમે બધા તે ઘટનાઓમાં ઈશ્વરી શક્તિના ચમત્કારો જુઓ છો તે તદન ભૂલ ભરેલું છે,) ભારતીયદર્શનોમાં જૈનદર્શન સિવાય બીજા બધા પ્રચલિત ધર્મોનો અનુયાયીવર્ગ આ પ્રેતાત્માએ કહ્યું તેવી ભ્રાન્તિમાં આબાદ અટવાઈ ચૂકેલો જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ચમત્કાર જોવા મળે છે ત્યાં તેને ઈશ્વરદત્ત ચમત્કાર તરીકે જ સ્વીકાર લઈને સ્થાનનો કે
એ વ્યક્તિનો ખૂબજ વધુ પડતો મહિમા વધારી મૂકતા હોય છે.
પ્રેતાત્માઓની કુતૂહલભરી તોફાની વૃત્તિમાંથી જ આવી પ્રવૃત્તિઓનું સર્જન થાય છે એ વાતની ગંભીરપણે જો કોઈએ નોંધ લીધી હોય તો માત્ર જૈનદર્શને જ લીધી છે.
જૈન જગતના કોઈ અનુયાયીને આવો ચમત્કાર થાય કે જોવા મળે
genetiaphers; ૧૨૬
phonetichestha વિજ્ઞાન અને ધર્મ