________________
(શ્રી જિનાગમોની જ આ વાતો છે. પ્રેતાત્માએ આપેલા આ ઉત્તરમાંથી બે વાત નિષ્પન્ન થાય છે. પહેલી વાત તો એ કે જિનાગમમાં જણાવ્યું છે કે દેવલોકમાં જે વૈક્રિય પરમાણુમાંથી સ્વાભાવિક કોઈ વસ્તુનું નિર્માણ થાય છે. એમ જો કોઈ દેવ એ વૈક્રિય પરમાણુમાંથી કોઈવસ્તુ બનાવે તો તે વધુમાં વધુ ૧૫ દિવસ ટકી શકે પછી તે વસ્તુનું વિઘટન થઈ જાય અને ફરી તે પરમાણુના રૂપમાં વેરાઈ જાય. એટલે એ વાત તદન સાચી છે કે જયારે મર્યલોકના કોઈ માનવીને ભૌતિક પદાર્થથી મદદ કરવાની વાત આવે ત્યારે વૈશ્યિ પરમાણુમાંથી તે વસ્તુ બનાવીને તેને મદદ કરી શકાય નહિ, એટલે એવી વસ્તુ મર્યલોકમાં જ્યાં બીજે ક્યાંય પડી હોય ત્યાંથી ઉપાડી લાવીને તે માનવને આપવી જ રહી.)
વળી આ વાતનો સજ્જડ પુરાવો પણ જિનાગમમાં મળે છે. જયારે જયારે ભગવાન જિનનો આત્મા ગૃહધર્મ છોડીને સાધુધર્મનો સ્વીકાર કરે છે ત્યારે તે સાધુધર્મનો સ્વીકાર કરવા પૂર્વે એક વર્ષ સુધી હંમેશ અઢળક સંપત્તિનું દાન કરે છે. બધું મળીને એ દાન ૩૮૮ કરોડ અને ૮૦ લાખનું થાય છે. આ બધું દ્રવ્ય દેવો જ લઈ આવતા હોય છે. જેનો કોઈ માલિક ન હોય તેવું જમીન વગેરેમાં જયાં જયાં ય પણ દટાયેલું દ્રવ્ય હોય તે જ લાવી લાવીને ભગવાન જિનના આત્માના ઘરમાં નાંખે છે. આ વાતને બિલકુલ મળતી આવે છે. પ્રેતાત્માની વાત.* •जप्पभिई च णं समणे भगवं महावीरे तंसि नायकुलंसि साहरिए, तप्पभिई च णं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा सक्कवयणेणं से जाई इमाई, पुरापोराणाई महानिहाणाई भवंति, तंजहा-पहीणसामियाई, पहीणसेउआई, पहीणगुत्तागाराई, उच्छिन्नसामियाई, उच्छिन्नसेउयाई, उच्छिन्नगुत्तागाराई, गामागरनगरखेडकब्बडमडंबदोणमुहपट्टणासमसंबाहसन्निवेसेसु सिंधाडएसु वा, तिएसु वा, चउक्केसु वा, चच्चरेसु वा, चउम्मुहेसु वा, महापहेसु वा, गामठ्ठाणेसु वा, नगरट्ठाणेसु वा, गामणिद्धमणेसु वा, नगरनिद्धमणेसु वा, आवणेसु वा देवकुलेसु वा, सभासु वा, पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा, वणेसु वा, वणसंडेसु वा, सुसाणसुन्नागारगिरिकंदरसंतिसेलोवठ्ठाण-भवणगिहेसु वा,
વિધુત્તારૂં વિતિ તારું સિદ્ધસ્થરથમવતિ સદતિ બારસાસૂત્ર-૮૮ પ્રેતાત્મા સાથે વાતચીત
૧૨૩
બીજી વાત એ છે કે આજે દુનિયામાં ચમત્કારોને નમી જનારા અને ત્યાં ઈશ્વરીય સાક્ષાત્કાર માનનારાઓનો તોટો નથી. આ પ્રેતાત્મા અહીં તદ્દન સાચું કહે છે કે, ‘આવા ચમત્કારો અમારા દેવોની જાતિ જ કરે છે. અને તેથી જ લોકો અંજાઈ જાય છે.
શ્રી જિનાગમમાં તો પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તો સામાન્યતઃ વિષય-વાસનાદિનો ગુલામ આત્મા છે, સાવ સંસારી જીવ છે. એના પ્રત્યક્ષ થવાથી એને જ પરમાત્માનો સાક્ષાત્કાર માની લેવાની જીવલેણ ભૂલ જૈનેતર લોકો જ કરી શકે. - જિનાગમોમાં તો પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તો તમામ વાસનાથી સર્વથા મુક્ત હોઈને જેઓ નિરંજન છે, જેઓ શરીર વિનાના હોવાથી નિરાકાર છે અને જેઓ સચ્ચિદાનંદમય છે તે જ પરમાત્મા છે. તેઓ કદાપિ આ લોકનો કોઈપણ આત્માને પ્રત્યક્ષ દર્શન આપવા માટે સિદ્ધિગતિમાંથી અહીં આવતા જ નથી. તેઓ ત્યાં રહીને પણ કોઈને કશો ચમત્કાર બતાવતા નથી, પરમાત્મા તો રાગી નથી, રીષ કરનારા પણ નથી. માટે તેઓ ભક્તને કે શત્રુને કાંઈ જ કરતા નથી, કરવાનું તો તેમને કશું નથી. માત્ર આપણે જ એ વિશુદ્ધાત્માનું ધ્યાન ધરીને એ ધ્યાનાગ્નિમાં કર્મો અને વાસનાઓનાં ઈંધનોને ભસ્મસાતું કરવાનાં છે. આવું કરવામાં નિમિત્તભૂત તે પરમાત્મા બન્યા, તેમણે જ આમ કરવાનું તેમની આ લોકસ્થ સદેહાવસ્થામાં આપણને બતાડ્યું માટે તેઓ આપણા નિઃસીમ ઉપકારી બન્યા. સદૈવ સ્મરણીય અને સદૈવ ઉપાસ્ય બન્યા.
આ પ્રેતાત્માએ ચમત્કારોના નામે ફેલાતાં ધતિંગોની સામે બહુ જ સચોટ રદિયો આપીને જિનધર્મની વાતોના પરિપૂર્ણ સત્યને નમસ્કાર જ આપ્યો છે એમ કહીએ તો જરા પણ ખોટું નહિ ગણાય.
(૧૪) પ્ર. સ્થૂલ ઈન્દ્રિયોના અભાવે પ્રેતાત્માઓ ભૌતિક પદાર્થોની હેરફેક કેવી રીતે કરી શકે છે ?
ઉ. અમારી પ્રેતાત્માઓની પાસે માનવીએ બનાવેલી ભૌતિક વસ્તુઓના પરમાણુઓનું વિઘટન કરવાની શક્તિ હોય છે. આવી રીતે તે વસ્તુઓને ચોરી લાવતા પ્રેતાત્માઓ તે પ્રક્રિયા અખત્યાર કરતા હોય છે. #tage #taptempetieeeeeeeeeeeeeeeeeeeeeeeeee
વિજ્ઞાન અને ધર્મ
૧૨૪