________________
રહેવાનું પસંદ કરો છો ?
ઉ. જેમને પૃથ્વી તરફ ખેંચાણ હોય છે. જેમની દુન્યવી વાસનાઓ ખૂબ પ્રબળ હોય છે અને જે આત્મા તે સુષુપ્ત વાસનાઓને શાંત કરવાની ઈચ્છા રાખે છે તેવા પ્રેતાત્માઓ જીવતા માનવીના શરીરમાં કે પશુના શરીરમાં ઘૂસી જાય છે. મોટે ભાગે જેમને તે ભૂતકાળમાં ચાહતા હતાં તેમનામાં પ્રવેશ કરવાનું તે પસંદ કરે છે. અથવા કોઈ શરીર આઘાતથી મુર્શાવશ થઈ ગયું હોય અથવા વિષની અસરથી બેભાન બની ગયું હોય છે, તેમાં તે પેસી જાય છે. જ્યારે મુર્શાવશ કે બેભાન બનેલો માનવી ભાનમાં આવતાં જ પહેલાં કરતાં તદન જુદી જ રીતે વર્તતો હોય છે તો તમારે નક્કી માનવું કે કોઈ પ્રેતાત્માએ તેના શરીરનો કબજો લીધો છે અને તેમાં રહેતા તેના જીવને તેણે હાંકી કાઢ્યો છે.
| (આ વાત પણ ભગવાન જિનેશ્વરદેવે સ્પષ્ટ રીતે જણાવેલ છે. સામાન્ય રીતે આ મનુષ્યલોકની ભયંકર દુર્ગધના ૪૦૦-૫૦૦ યોજન સુધીના ઉછાળા વગેરે કારણે દેવો આ પૃથ્વી ઉપર આવતા નથી, પરંતુ જન્માન્તરના કોઈ વ્યક્તિ સાથેના સ્નેહાદિના કારણે આ પૃથ્વી ઉપર આવે છે અને કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશાદિ પણ કરે છે.)*
(૧૨) પ્ર. તમે પ્રેતાત્માઓ માનવીને મદદ કરવાની, સજા કરવાની અથવા તેમને હેરાન કરવાની શક્તિ ધરાવો છો ?
ઉ. હા, માનવજાતિની શક્યતાઓ પર શાસન ચલાવતા કર્મના કાયદાઓ અમારા પ્રેતજગતને લાગુ પડે છે. ફરક માત્ર એટલો છે કે અમારાં શરીર સૂક્ષ્મ હવામય હોય છે એટલે અમે શરીરધારી પ્રાણીઓનું ભલું કે બૂરું કરવામાં વધારે સ્વતંત્રતા અનુભવીએ છીએ. વળી અમે તે • पंचसु जिणकल्लाणेसु चेव महरिसीतवाणुभावाओ । નમૅતરને જ મ ત મુરા રૂદવું – બૃ.સંગ્ર.ગા. ૧૯૦ संकंतिदिव्वपेमा विसयपसत्ताऽसमत्तकत्तव्वा । શાહનમણુયળના નામવમસુદં ર ત મુરા I- ખૂ.સંગ્ર.ગા. ૧૯૧ चत्तारिपंचजोयणसयाई गंधो अ मणुयलोगस्स । ૩ વMફ નેન ૧૩ સેવા તેગ માવતિ | - બુ.સંગ્ર.ગા. ૧૯૨
કામ બહુ ઝડપથી અને સુગમતાથી કરી શકીએ છીએ.
(આ વાત પણ જિનાગમને અનુસરે છે. જિનાગમમાં જેને દેવ કહેવામાં આવે છે. તે પણ અંતે તો દેવદુનિયાનો એક સંસારી આત્મા જ છે. એને પણ મૃત્યુ છે, કર્મની પરાધીનતા છે, તે ક્રોધાદિથી ગ્રસ્ત છે. વિષયવાસનાનો એ પણ ગુલામ છે. બેશક માનવ કરતાં આ દેવ વધુ શક્તિશાળી આત્મા ખરો પરંતુ એનો આત્મા એ પરમાત્મા તો નથી જ. અને તેથી જ એ સદૈવ સ્મરણીય કે ઉપાસ્ય નથી જ. એનામાં વિશિષ્ટ શક્તિ હોવાને કારણે એ દેવ ધારે તો હજારો માનવીઓને એક સાથે ચપટીમાં ચોળી નાંખે, એ ધારે તો એક ભિખારીને એક ક્ષણમાં અબજોપતિ બનાવી શકે, એ ધારે તો આંખના એકજ પલકારામાં ૨૦૦ માળની તોતિંગ ઈમારત ઊભી કરી શકે, પણ ગમે તેમ તો ય આ શક્તિને આત્માના વિકાસ સાથે વિશિષ્ટ સંબંધ નથી, માટે જ માનવોના અધિપતિ બનવાની શક્તિવાળો એ આત્મા હોવાથી દેવ ભલે કહેવાય પરંતુ જિનાગમમાં જેને પરમાત્મા કહેવાય છે તે દેવાધિદેવ તો ન જ કહેવાય. તો કરોડો દેવો એ પરમાત્મા દેવાધિદેવના દાસનાં પણ ચરણો ચૂમતાં રહે છે. આ તમામ હકીકત જિનાગમમાં છે, આ જ વાતના અણસારો અહીં પ્રેતાત્મા પોતે કરે છે.)
(૧૩) પ્ર. તમે પૃથ્વી પરના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરી શકો ખરા ?
ઉ. અમે પ્રેતાત્માઓ ભૌતિક પદાર્થોનું સર્જન કરી શકતા નથી, તેમજ તેવા પદાર્થો અમારી માલિકીના હોતા પણ નથી. તેથી જયારે પૃથ્વીના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરવાની વાત આવે છે ત્યારે નીચલી કોટિના પ્રેતાત્માઓ તે પદાર્થો કોઈની દુકાનમાંથી કે મકાનમાંથી ઉપાડી લાવતા હોય છે. હું એવા કેટલાંક તોફાની પ્રેતાત્માઓને
ઓળખું છું કે જેઓ કેટલાંક સમૃદ્ધિશાળી, કપટી શ્રીમંતોની તિજોરીમાંથી દ્રવ્ય ઉપાડી લાવી દક્ષિણના એક જાણીતા હરિજનને પૈસાના ઢગલે ઢગલા આપ્યા કરે છે. એ વ્યક્તિ ચમત્કારપ્રિય માનવસમુદાયને ઈશ્વર અને અવતારોના નામે આકર્ષીને ભરમાવે છે. જો કે એટલું તો કહેવું જ પડશે કે ધર્મ અને ભગવાનમાં નહિ માનનારા એવા કેટલાંક આ પ્રેતાત્મક્રિયાને યોગશક્તિ માનીને ધર્મ તરફ આકર્ષાયેલા છે.
શરીરના હાથમાં હાથ નાકાહાહાહાહાકાહારી ૧૨૨
વિજ્ઞાન અને ધર્મ
પ્રેતાત્મા સાથે વાતચીતા
૧૧