________________
૧૦. પ્રેતાત્મા સાથે વાતચીત
કેટલીકવાર પ્રેતાત્માઓ સાથે લાંબા સમય સુધી વાતચીતો થયાના પ્રસંગો પણ નોંધાયા છે.
થોડા વખત પહેલાં ચિદંબર કુલકર્ણીના પ્રેતાત્મા સાથે ભારતીય સ્વામી કૃષ્ણાનંદજીને ઘણાં લાંબા સમય સુધી વાતો થઈ હતી. એ આખો વાર્તાલાપ ગુજરાત સમાચાર (૪-૯-'૬૬)માં પ્રગટ પણ થયો છે. આ કલ્પના નથી, આ સત્ય છે. જિનાગમના અધ્યેતાઓને આવી વાતોમાં કશું જ આશ્ચર્ય લાગતું નથી. કેમકે તેઓ તો આપણાં માનવો જેવી જ ભૂતપ્રેત (કે દેવો)ની સ્વતંત્ર દુનિયા માને જ છે. ત્યાં પણ કેવા વ્યવહારો હોય છે ? કેવું ઐશ્ચર્ય કોને કોને કેટલું હોય છે? તેઓની શક્તિ કેટલી હોય છે ? વગેરે વાતો પણ બહુ અસંદિગ્ધ રીતે જિનાગમોમાં રજૂ કરવામાં આવી છે.
સ્વામી કૃષ્ણાનંદજી એ લેખના અંતે લખે છે કે, “પ્રેતાત્મા સાથે થયેલ વાતચીતનું વર્ણન મેં તદ્ન વફાદારીપૂર્વક કર્યુ છે. તેમાં જરાપણ મીઠું-મરચું ભભરાવ્યું નથી. મેં તેની બરોબર ચકાસણી કર્યા પછી જ શબ્દદેહ આપ્યો છે, તેમાં મારી કોઈપણ પ્રકારની ભ્રમણા રહી ન જાય તેની મેં કાળજી રાખી છે.”
પ્રેતાત્મા સાથેના મિલનપ્રસંગમાં સ્વામી કૃષ્ણાનંદે પ્રેતાત્માને ૨૬ પ્રશ્ન પૂછ્યા હતા. એ બધાય પ્રશ્નોના પ્રેતાત્માએ જે ઉત્તરો આપ્યા તેની તેમણે નોંધ કરી લીધી હતી.
આ એવી પ્રશ્નોત્તરી છે, જેનાથી પ્રેતલોક અંગેના જિનાગમના ઘણાં બધા વિધાનોની પરિપૂર્ણ સત્યતા સિદ્ધ થઈ જાય છે. પ્રેતાત્માએ પ્રેતલોક અંગે જે જે વાતો કરી છે તે બધી જ જિનાગમોમાં કહેવાઈ ચૂકેલી છે. ચાલો ત્યારે ! આપણે પણ એ પ્રશ્નોતરીને ભૂમિકા સાથે એકચિત્તે જોઈએ.
સ્વામી કૃષ્ણાનંદ જયારે મહારાષ્ટ્રમાં પર્યટન કરતાં હતાં ત્યારે એક
中**********
પ્રેતાત્મા સાથે વાતચીત
Designergetic
૧૧૫
વખત શોલાપુર પાસેના એક ગામડામાં એમને રહેવાનું બન્યું. એક રાતે એમને એક ખેડૂત તેના ખેતરમાં લઈ ગયો. ત્યાં એમનો ઉચિત સત્કાર કરવામાં આવ્યો, પણ તે ખેતરમાં મોટરથી ચાલતું શેરડી પીલવાનું યંત્ર ખૂબ અવાજ કરતું હતું એટલે સ્વામી કૃષ્ણાનંદ યજમાન ખેડૂતની મંજૂરી લઈને અડધો માઈલ દૂર આવેલા બીજા એક ખેતરમાં સૂવા ગયાં. ત્યાં અનુકૂળ સ્થાને પથારી કરીને સૂઈ ગયા.
તેમની ટેવ પ્રમાણે સવારે વહેલા ત્રણ વાગે તેઓ ઊઠી ગયા અને રોજના નિયમ પ્રમાણે ધ્યાનમાં બેસવાની તૈયારી કરતા હતા એટલામાં કોઈ એક વિચિત્ર વસ્તુની હાજરી તેમની આસપાસ વીંટળાઈ રહી હોય તેમ લાગ્યું, તેમને તે હકીકતનું ભાન થતાં ઉંચે જોયું, કાંઈક સ્પષ્ટરૂપે જોયું. આ આકૃતિ તેમનાથી દસ ફૂટ દૂર હતી અને જમીનથી આશરે ત્રણ ફૂટ અદ્ધર હતી, તેને કોઈ આધાર કે ટેકો ન હતાં.
સ્વામી કૃષ્ણાનંદજી કહે છે કે, ‘મારા વિશાળ પર્યટનમાં હું ઘણીવાર આવા સત્ત્વોને મળ્યો હતો, પણ નજરોનજર મળવાનો તો આ પહેલો જ પ્રસંગ હતો. સાચું પૂછો તો મને આવો અનુભવ થાય તે માટે હું ઝંખતો હતો.
આનંદ અને કુતૂહલભરી મુખમુદ્રા સાથે મેં ત્રાંસી નજરે તે આકૃતિ ઉપર દિષ્ટ ઠેરવી. તે શું કરે છે તેની રાહ જોતો હું બેઠો.
(અહીં એક વાતનું સ્પષ્ટીકરણ ફરી એકવાર કરી દેવાનું ઉચિત લાગે છે કે દેવો (પ્રેત-ભૂતો વગેરે) જમીનથી અદ્ધર ચાલે છે તેટલું વિધાન જિનાગમોમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછું ચાર આંગળ જેટલું તો તેઓ અદ્ધર ચાલે જ છે. આ જ વાત અહીં પણ કહેવામાં આવી છે. પૂર્વે પણ પરલોકથી આવેલાઓની વાતમાં આ હકીકત જોવા મળી હતી.)*
પ્રેતાત્મા સાથે વાતચીત :
પ્રેતાત્માએ કહ્યું, “મિત્ર, ‘સુપ્રભાતમ્.’ તમને હું સુંદર સવાર ઈચ્છું
છું.”
મેં પણ જવાબમાં તેની સુંદર સવાર ઈચ્છી. પછી હું તેની સાથે વાતે • વગર પુત્તે ભૂમિ ન છિવંતિ નિળા સુરા વિંતિ । – બૃહત્સંગ્રહણી
આ ક
*水水水水水水水水水水 ૧૧૬
વિજ્ઞાન અને ધર્મ