________________
કાંડા ઉપર કાળી રેશમી રીબિન બાંધીને મેડા ઉપરથી નીચે ઊતરી, પણ પોતાના પતિને આ માટેનું કારણ આપવાની સાફ ના પાડી. એક કલાક બાદ લોર્ડ ટાયરોનના અવસાનની ખબર આપતો પત્ર આવ્યો. વર્ષો બાદ જ્યારે લેડી પ્રેસ. ફોર્ડ મરણપથારીએ હતી ત્યારે એણે પોતાના પુત્રને કહેલું –
“વાયદા પ્રમાણે લોર્ડ ટાયરોનના ભૂતે મને દેખાવ દીધો છે અને પરલોકના અસ્તિત્ત્વ અંગે ખાતરી આપી છે.”
(૬) લોર્ડ બ્રોગહામ :
ઈંગ્લાન્ડના લોર્ડ બ્રોગહામે પોતાની ડાયરીમાં યુવાનીમાં પોતાને થયેલો એક વિચિત્ર અનુભવ નોંધ્યો છે. પોતે જ્યારે એડિનબર્ગ યુનિ.માં અભ્યાસ કરતાં હતા ત્યારે એક યુવાન સાથે મિત્રાચારી થયેલી અને બંનેએ પોતાના લોહીથી લેખિત કરાર કરેલા. અભ્યાસબાદ મિત્ર ભારતમાં નોકરી કરતો અને કોઈ કોઈવાર એના તરફથી ખબર અંતર આવતા. ૧૭૯૯ના ડિસેમ્બરની ૧૦મી તારીખે સ્વીડનના પ્રવાસ દરમિયાન પોતે જયારે લાંબી મુસાફરી બાદ સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એમણે ‘બાથ'ના કાંઠે એક ખુરશીમાં પોતાના મિત્રને બેઠેલો જોઈને ભારે આશ્ચર્ય થયું.
આ પછી થોડા સમયબાદ મિત્રના અવસાનનો પત્ર આવ્યો જે દિવસે લોર્ડ બ્રોગહામને મિત્ર દેખાયેલો એ જ દિવસે એનું અવસાન થયેલું.
(૭) રોયલ અકાદમીના વિદ્યાર્થીઓ :
૧૮૫૬માં પણ ‘કરાર’ મુજબ મરનારે દેખા દીધાનો બનાવ બન્યો છે. લંડનમાં રોયલ અકાદમીના કેટલાંક કલાકાર વિદ્યાર્થીઓ સાંજના સમયે હંમેશા ‘મૃત્યુ પછીના જીવન’એ વિષય પર રસમય ચર્ચાઓ કરતા. મોટાભાગના યુવાન કલાકારો મુક્ત ચિંતકો હતા અને મૃત્યુ પછી આત્માની અમરતા અંગેની માન્યતાના ખૂબ વિરોધીઓ હતા.
પણ કલાકારો પૈકીનો એક તો આત્માની અજર-અમરતાનો પ્રખર હિમાયતી હતો, અને પોતાના સાથીદારોના ભૌતિક વિચારોથી એને એટલો બધો આધાત લાગેલો કે એણે સાથીદારોમાંથી જેનું પ્રથમ મરણ resi 11 વા પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
*****市中心66
૧૧૩
નીપજે એણે પરલોકમાંથી પાછા ફરીને પોતાના મંતવ્યની સચ્ચાઈ પુરવાર કરવી એવી સૂચના કરી. ટૂંક સમયમાં સાથીદારો પૈકી એક માંદગીના કારણે ઘેર ગયેલો. થોડા દિવસમાં રાત્રે બારેક વિદ્યાર્થીઓ સગડી આગળ બેસીને ગપ્પાં મારતા હતા. એવામાં એક વિદ્યાર્થી ચોંકીને બૂમ પાડી ઊઠ્યો. જ્યાં આગળ આ વિદ્યાર્થીની નજર ચોંટી રહી હતી ત્યાં જોતાં બધાંને એક ધૂંધળી છાયા દેખાવા લાગી. આ છાયા માંદગીના કારણે પોતાને ઘેર ગયેલા પેલા વિદ્યાર્થીની હતી. છાયા થોડા સમયમાં વિલીન થઈ ગઈ અને બીજા દિવસે વિદ્યાર્થીના અવસાનના ખબર આવ્યા. (૮) બેઝૂલ અને તેનો મિત્ર :
પણ આવા ‘કરાર’ની સૌથી વધુ રોમાંચક વાત ૧૭૨૬માં ‘જર્નલ દ ટ્રે નાઉસ'માં બેડ્યૂલ નામના એક ગૃહસ્થે વર્ણવેલી છે. ૧૫ વર્ષની વયે પોતે જ્યારે કીન ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે એણે ડેસફોન ટેનિસ નામના એક વિદ્યાર્થી સાથે આવો કરાર થયેલો. ૧૭૯૭ના જુલાઈમાં એક દિવસ બેઝૂલ પોતાના એક મિત્રના વાડામાં ઘાસની ગંજી ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો ત્યારે પોતાના મિત્રનું ભૂત અચાનક એને દેખાયું. ભૂતે એનો હાથ પકડ્યો અને બધાથી દૂર એકબાજુ પર એને લઈ ગયો. બંનેએ લગભગ પોણા કલાક સુધી વાત કરી. બીજા મિત્રોએ બેઝૂલને એકલો એકલો વિચિત્ર વાતચીત કરતો જોઈને જરા વધુ પડતો કેફ થઈ ગયો છે એમ માની લીધું.
મિત્રના ભૂતે બેઝૂલને ખુલાસો કરતાં કહ્યું કે પોતે કીન નદીમાં ડૂબીને મરણ પામ્યો છે. ભૂતે પોતાના માતા-પિતા પર સંદેશા પાઠવેલા પણ ‘મૃત્યુ પછીના જીવન' અંગે કોઈ ખુલાસો નહિ કરેલો. આ મુલાકાત દરમિયાન બેઝૂલના અન્ય મિત્રોએ એને આવી વાહિયાત વાતો નહિ કરવા ઘણું સમજાવેલો, પણ એની ઉપર કસી અસર થઈ નહિ. પાછળથી બેઝૂલને મિત્રના અવસાનના સમાચાર મળ્યા હતા. અને એને ખાતરી થઈ હતી કે પોતે પરલોકવાસી સાથે વાતચીત કરી છે.
આ આઠેય પ્રસંગો પ્રેતલોકના અસ્તિત્ત્વની નક્કર સાક્ષી પૂરે છે.
***必 ૧૧૪
આ
મા
વિજ્ઞાન અને ધર્મ