________________
ન કાંઈ જોયું કે ન કાંઈ સાંભળ્યું. છ અઠવાડિયા બાદ કેપ્ટન ડાઈક જ્યારે પોતાના પુત્રને ઈંટન ખાતે કોલેજમાં દાખલ કરાવવા ગયેલો ત્યારે ત્યાં એક હોટલમાં એણે મેજરનું ભૂત જોયું અને એની સાથે વાતચીત પણ કરી. મરનાર અફસરનું આ ભૂત કેપ્ટન ડાઈને વહેલી સવારે દેખાયું હતું.
વાયદા પ્રમાણે સમયસર દેખા નહિ દેખાડી શકવા બદલ અફસરે માફી માંગી અને ખાતરીપૂર્વક જણાવ્યું કે, ‘પરમાત્માનું અસ્તિત્ત્વ છે. એ ન્યાયી છે અને ભયાનક (!) પણ છે.’ આ પછી કેપ્ટનને સન્માર્ગે જીવન વાળવાની સલાહ આપીને એ ભૂત અદશ્ય થઈ ગયું.
ત્યારપછીના જીવનના શેષ બે વર્ષ દરમ્યાન કેપ્ટન ડાઈકના જીવનમાં ભારે પરિવર્તન આવી ગયું હતું.
જિનાગમોની અંદર તો જીવનને સન્માર્ગે વાળવાનું ખૂબ ભારપૂર્વક વિધાન કર્યું છે, એનું પણ કારણ એજ છે કે માનવ વગેરેનું જીવન એટલે જન્મથી મૃત્યુ પર્યન્તનું જ જીવન છે એમ નથી કિન્તુ એ ગાળામાં જે કર્મો કરવામાં આવે છે એનાં ફળ ભોગવવા માટે મૃત્યુ પછી ફરી જીવનોની પરંપરા અવશ્ય છે. એથી જ એ જીવનો હલકી કોટિનાં ન મળી જાય. રોગો, ઉપાધિઓ, ચિંતાઓથી ભરપૂર ન મળી જાય તે માટે પ્રાપ્ત થયેલા જીવનમાં સત્કર્મો અવશ્ય કરવાં જોઈએ. વર્તમાનજીવનની સુખ-દુઃખોની પ્રાપ્તિ મુખ્યત્વે તે ભૂતકાલીન જીવનોનાં સત્ કે અસત્ કર્મોને કારણે જ હોય છે. એટલે હવે એ અફર થઈ ચૂકેલા જીવનના બંધારણ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રયત્ન તો તે ભાવી જીવનો માટે જ કરવાની જરૂર છે કે જે જીવનોનાં સુખ-દુઃખોને સર્જવાની તાકાત વર્તમાન જીવનમાં છે.
જેને સુખ જ પ્રિય છે, દુઃખ અપ્રિય જ છે તેણે વર્તમાનજીવનનાં નિર્મિત થઈ ચૂકેલાં સુખ-દુઃખની ઝાઝી કાળજી લેવાનું છોડી દઈને ભાવીનાં દીર્ઘકાલીન સુખો કે દીર્ઘકાલીન દુ:ખોને જ નજર સામે રાખીને દુઃખો ન જાગે અને સુખો પ્રાપ્ત થાય તે માટે સતત સત્કર્મશીલ બની રહેવાનું અતિ આવશ્યક કર્તવ્ય બની જાય છે.
આથી પણ વધુ મહત્ત્વની વાત તો તે છે કે ભાવીજીવનોનાં સુખો
પ્રાણા તાલુક પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
shing, ૧૧૧
પણ દુઃખનાં ભેળવાળાં અને અંતે તો વિનાશી જ છે, કેમકે એ સુખી જીવન પણ અંતે તો મૃત્યુનો કોળિયો બને જ છે. એથી જ જિનાગમોમાં અવિનાશી સુખ માટે-સિદ્ધિગતિના સ્થળની પ્રાપ્તિ માટે જ-પ્રયત્ન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અસ્તુ.
હજી બીજા કેટલાંક પરલોકવાસી દેવ-ભૂત-પ્રેતનાં આગમનોની વાતો વિચારીએ.
(૪) લેડી એલિઝાબેથ અને રોબર્ટ નેલસન :
લેડી એલિઝાબેથ હેસ્ટિંગ્સ નામની એક પવિત્ર આચારવાળી મહિલાએ અઢારમી સદીના એક વિખ્યાત ધર્મશાસ્ત્રી રોબર્ટ નેલસન સાથે કરાર કર્યા હતા કે બેમાંથી જે પ્રેતલોકમાં જાય તેણે ત્યાંથી અહીં આવીને પ્રેતલોકનાં અસ્તિત્ત્વની વાત કરવી.
નેલસનનું પ્રતમ અવસાન થયેલું અને થોડા સમય બાદ લેડી એલિઝાબેથ ‘કેન્સર’ના રોગથી પિડાવા લાગી. એની યાતના એટલી ઉગ્ર હતી કે એ હરપળે મરણ ઝંખતી હતી. નેલસન સાથે થયેલો લેખિત કરાર પોતાના ભાઈ અર્લ ઓફ હન્ટિગડનને એ બતાવ્યા કરતી.
લેડી એલિઝાબેથ અવસાન પામી એ અગાઉ છ દિવસ પહેલાં સવારે ચાર વાગે નેલસનની છાયા દેખાવા લાગી. એલિઝાબેથની સારવાર કરનાર ચાકરડીએ તો જોયું. નેલસનની છાયાને નજીકની ખુરશી ઉપર બેઠેલી ચાકરડીએ જોઈ એટલે તરત ગભરાઈને ભાગી છૂટી. લાંબા સમયે હિંમત કરીને જ્યારે એણે ઓરડામાં જોયું ત્યારે ખુરશીમાં કોઈ હતું નહીં. આ પછી લેડી એલિઝાબેથ હેસ્ટિંગ્સે સૌને કહેલું કે, ‘છ દિવસમાં મારું મરણ થશે એવું નેલસને કહ્યું છે.' બરાબર છઠ્ઠા દિવસે એલિઝાબેથનું મરણ થયું. આ વાત વિખ્યાત સાહિત્યકાર એડિસનના
સામયિક ટેટલ૨માં પ્રસિદ્ધ થઈ હતી.
(૫) લોર્ડ ટાયરોન અને લેડી બ્રેસ. ફોર્ડ :
અઢારમી સદીની શરૂઆતમાં આયરલેંડમાં સાથે ઉછેરનાર લોર્ડ ટાયરોન અને લેડી પ્રેસ. ફોર્ડ વચ્ચે પણ આવા કરાર થયેલા. અર્લ ઓફ બ્રેસફોર્ડ સાથે લગ્ન થયા પછી થોડાં વર્ષો બાદ એક સવારે એ પોતાના 05/ ht વિજ્ઞાન અને ધર્મ
૧૧૨