________________
પામે એણે પરલોકમાંથી એકવાર પાછા ફરીને પરલોક કેવા પ્રકારનો છે તેનું વર્ણન કરવું.
આ બંનેમાંથી ડચેસ ઓફ માર્ગારિનનું પ્રથમ અવસાન થયેલું હતું. મૃત્યુ પછી જ્યારે લાંબા સમય સુધી ડચેસે દેખા ન દીધા ત્યારે માદામ બોકલેરે માની લીધેલું કે આત્મા અમર નથી અને ફરવાની એનામાં શક્તિ નથી, પણ કેટલાંક વર્ષો બાદ માદામ દ બોકલેરના અવસાન અગાઉ થોડા જ સમય પહેલાં તેણે પોતાના નિકટના માણસોને ખાતરીપૂર્વક કહ્યું હતું કે પોતે ડચેસનું ભૂત (પ્રેત) પોતાના શયનખંડમાં આવેલું જોયું છે. મદામ બોકલે૨ે વધુમાં એમ પણ કહ્યું કે આ દેખાવ ઓચિંતો અને અણચિંતવ્યો હતો. ડચેસ જમીન ઉપર ચાલવાને બદલે હવામાં તરતી હોય એમ લાગતું હતું. (જિનાગમમાં દેવો અદ્ધર ચાલે છે એવું સ્પષ્ટ વિધાન કર્યું છે.) ડચેસે જતાં જતાં એમ પણ કહેલું કે આજે રાત્રે બાર અને એકની વચ્ચે આપણે પરલોકમાં મળીશું. અને સાચે જ ડચેસના ભૂતે આગાહી કરી હતી એ મુજબ માદામ બોકલેરનું એજ રાત્રે સાડાબાર વાગે અવસાન નીપજ્યું હતું.
આ આખી વાતનો કલે૨ડનના પુસ્તક ‘હિસ્ટ્રી ઓફ રિબેલિયન' અને લીબીના પુસ્તક ‘ઓબ્ઝર્વેશન ઓન ધ લાઈફ એન્ડ ડેથ ઓફ કિંગ ચાર્લ્સ’માં ઉલ્લેખ છે.
(૨) વિલિયમ સ્મીલી અને વિલિયમ ગ્રીનલો :
એડિનબર્ગ યુનિ.ના સત્તાવાર અને ફિલોસોફી ઓફ નેચરલ હિસ્ટ્રીના કર્તા વિલિયમ સ્મીલી, કે જેનું ૧૭૮૫માં અવસાન નીપજેલું, એને વિલિયમ ગ્રીનલો નામના એક યુવાન પાદરી સાથે નિકટની મૈત્રી હતી. આ યુવાન પાદરીને આત્માની અમરતા અંગે શંકા હોવાને કારણે એણે ચર્ચમાંથી રાજીનામું આપી દીધું હતું. એ બંને મિત્રો આત્માના અસ્તિત્ત્વ અંગે ગરમાગરમ ચર્ચા કરતાં. ગ્રીનલો હંમેશાં આત્માના અસ્તિત્ત્વનો ઈન્કાર કરતો. આખરે બંનેએ એક લેખિત કરાર કર્યો અને બંનેએ પોતાના લોહીથી એની ઉપર દસ્તખત કરી. કરારમાં લખ્યું કે “બેમાંથી જેનું પ્રથમ અવસાન નીપજે એણે શક્ય હોય તો પાછા ફરવું અને ભૂતલોક અંગેનું બયાન કરવું.'
1
પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
hot
૧૦૯
પ્રથમ ગ્રીનલોનું ૧૭૭૪ના જૂનની ૨૬મીએ અવસાન થયું. એણે એક વર્ષ બાદ પોતાની પ્રથમ મૃત્યુતિથિએ દેખાવ કરવાનું વચન આપ્યું હતું. સ્મીલીએ એ વાત બરોબર યાદ રાખીને એ દિવસે રાત્રે અને પછીની કેટલીક રાતો સુધી અખંડ જાગરણ કર્યું. આખરે કેટલાંક સમય બાદ જ્યારે એણે મ૨ના૨નો બિલકુલ વિચાર નહિ કર્યો ત્યારે અચાનક ગ્રીનલોનું શ્વેત ભૂત દેખાયું અને એણે પોતાના મિત્રને ગંભીરપણે કહ્યું કે, ‘પૃથ્વી ઉપર પાછા આવતાં ભારે મુશ્કેલી સહવી પડી છે. (જિનાગમમાં પૃથ્વીના માનવોની વિષ્ટા વગેરેની દુર્ગંધ ૪૦૦ યોજન ઊંચે સુધી વ્યાપે છે અને તેથી દેવો જલ્દી નીચે આવી શકતા નથી એમ કહ્યું છે.) આ લોક કરતાં પરલોક અનેક ગુણ ભવ્ય છે અને પરલોકના ઘણાં વાસીઓ હજી એથી પણ વધુ દિવ્યલોકમાં જવાની આશા સેવી રહ્યા છે.’ (જિનાગમોમાં ઉપર ઉપરના દેવલોકની સમૃદ્ધિ વગેરે વધુ ને વધુ અદ્ભુત હોવાની જણાવી છે અને એથી જ ભોગભૂખ્યા નીચેના દેવો, ઉપર ઉપરના દેવોની સમૃદ્ધિની કારમી વાસનામાં સતત સબડતા હોવાનું પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.)
આટલું કહ્યું પછી ગ્રીનલો જેવો અચાનક આવ્યો હતો એવો જ અચાનક અદશ્ય થઈ ગયો.
(૩) જ્યોર્જ સિડનહામ અને વિલિયમ ડાઈક ઃ
આવા પ્રકારના કરારનો સૌથી વધુ જાણીતો દાખલો ૧૬૫૪થી ૧૬૯૬ સુધી ગ્લાસ્ગો યુનિ.માં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે રહેલા જ્યોર્જ સિકલેરે પોતાના ‘સેતાન્સ ઈનવીઝિબલ વર્લ્ડ ડિસ્કવર્ડ' નામના
પુસ્તકમાં તેણે બે મિત્રોને એક પ્રસંગ વર્ણવ્યો છે. પ્રો.સિકલેર એક બાહોશ શોધક હતા. કોલસાની ખાણમાં વપરાતું યંત્ર પણ તેણે શોધી કાઢ્યું હતું. પ્રો. સિકલેરના જણાવ્યા મુજબ મેજર જ્યોર્જ સિડનહામ અને કેપ્ટન વિલિયમ ડાઈક નામના બે પિતરાઈ ભાઈઓએ એવો કરાર કરેલો કે બેમાંથી જેનું પ્રથમ મરણ નીપજે એણે મરણ પછી ત્રીજા દિવસે અમુક એક મિત્રના બગીચામાં દેખાવ દેવો.
મેજરનું પ્રથમ મરણ નીપજ્યું અને કેપ્ટન ડાઈક ત્રીજા દિવસે નક્કી કરેલા સ્થળે જઈ પહોંચ્યો. બગીચાના સમર-હાઉસમાં એ બેઠો પણ એણે શ
વિજ્ઞાન અને ધર્મ
哈你和你的歌歌词
૧૧૦