________________
વળગ્યો. તે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતો હતો.
(જિનાગમોમાં કહ્યું છે કે જન્માંતરનું ભાષા વગેરેનું જ્ઞાન કેટલાંક પ્રેતને થાય પણ ખરું. આ પ્રેત પણ પોતાના મનુષ્ય તરીકેના જીવનમાં અંગ્રેજી ભાષા જાણતો હોય તો તેના જ સંસ્કાર પ્રેતયોનિમાં પણ તેને હોઈ શકે છે. પ્રેતલોકમાં અંગ્રેજી વગેરે ભાષાઓનું નવેસરથી અધ્યયન નિયત હોતું નથી.)
અમારો વાર્તાલાપ દોઢેક કલાક ચાલ્યો. મારા વાચકોને આ બાબતનાં તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ હેતુથી ચૂંટી કાઢેલા કેટલાંક સવાલો અને પ્રેતાત્માના ઉત્તરો હું રજૂ કરું છું.
(૧) પ્ર. તમે શા હેતુથી પ્રેરાઈને મારી સન્મુખ પ્રગટ થવાની કૃપા
કરી?
ઉ. માનવીની સોબતનો પ્રેમ.
(૨) પ્ર. તમે મને કહેશો કે તમે પૂર્વજન્મમાં કોણ હતા ? અને આ સ્થિતિમાં ક્યાંથી આવી ગયા ?
ઉ. મારું ભૂતપૂર્વ નામ ચિદંબર કુલકર્ણી. હું અહીં પાસેના શહે૨માં એક સુંદર હોટલ ચલાવતો હતો. જેમને પોતાના ભૂતકાળનું જ્ઞાન હોય છે તેવા નસીબદાર પ્રેતાત્માઓમાંનો હું એક છું. કુદરતની યોજના અનુસાર મારું માનવશરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. (જિનાગમોમાં કહ્યું છે કે દેવયોનિમાં ઉત્પન્ન થતાં દરેક આત્માને પોતાના કેટલાંક ભૂતકાળની જાતિસ્મૃતિ હોય જ છે. આ પ્રેત પણ પોતાની જાતિસ્મૃતિ જણાવે છે. વળી અહીં તે કહે છે કે તેનું માનવીય શરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. આ વિધાન ઉપરથી આત્મા શરીરથી ભિન્ન છે, અને નિત્ય છે એ વાત સિદ્ધ થાય છે, માનવીય શરીરમાંથી નીકળીને આત્મા આ પ્રસંગમાં પ્રેતશરીરમાં ગયો છે એમ નક્કી છે.)
(૩) પ્ર. તમે ચિદંબર કુલકર્ણી તરીકે હતા ત્યારે આ ભૂતકાળનું જ્ઞાન મેળવવાની તમારી શક્તિ હતી ?
ઉ.ના, મારા એ સ્થૂલ માનવીય શરીરના નાશ પછી જ મારામાં એ શક્તિ પ્રગટ થઈ છે. (આ વાત પણ જિનાગમમાં સ્પષ્ટ શબ્દોમાં
**********
中农市中心市中中中中中中中中中中中心
પ્રેતાત્મા સાથે વાતચીત
૧૧૭
જણાવી છે. દેવ અને નારકયોનિના આત્માઓ ભૂતપૂર્વ માનવનું કે તિર્યંચનું શરીર છોડે કે તરત જ તેમનામાં વિશિષ્ટ જ્ઞાનશક્તિ અવશ્ય ઉત્પન્ન થાય તેમ કહ્યું છે. જ્ઞાનબળથી તેમને જાતિસ્મૃતિ થાય તેમ અમુક ક્ષેત્રોમાં આવેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હોતું નથી. કેટલાંક માનવોને આવું જ્ઞાન હોય તેવો નિયમ નથી.)
(૪) પ્ર. તમે કેટલું દૂર સુધીના ભૂતકાળમાં ડૂબકી મારી શકો છો ? ઉ. મારા પાંચ પૂર્વજન્મોનું મને વિગતવાર જ્ઞાન છે. (જિનાગમમાં દેવયોનિના મુખ્યત્વે ચાર પ્રકાર રહ્યા છે. ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચારેયમાં અમુક ક્ષેત્રમાં આવેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હોતું નથી. કેટલાંક માનવોને આવું જ્ઞાન થઈ શકે ખરું. અહીં તો આ દેવાત્માને પોતાના ફક્ત પાંચ જ પૂર્વજન્મના જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે.)
(૫) પ્ર. શું તમે બીજાનો પણ ભૂતકાળ જાણવાની શક્તિ ધરાવો છો? ઉ. કેટલીકવાર બીજાનાં ભૂતકાળની વિગતો પણ મારામાં ઝબકી જાય છે. (આ વાત પણ તદ્દન સાચી છે કેમકે ‘ઝબકી જવું’નો અર્થ જ એ છે કે સહજ રીતે સદા માટે બીજાના ભૂતકાળને જાણવાની શક્તિ એ આત્મામાં નથી, પરન્તુ ક્યારેક કોઈના ભૂતકાળને જાણવા માટે એ પ્રયત્ન કરે ત્યારે જરૂર એ શક્તિ ઝબકી જાય છે. જિનાગમમાં પણ કહ્યું છે કે દેવયોનિમાં જે જ્ઞાન હોય છે તેનો ઉપયોગ મૂકે અર્થાત્ તે જ્ઞાનથી જાણવાનો પ્રયત્ન કરે ત્યારે જ તે વ્યક્તિ પોતાના ભૂતકાળને જાણી શકે છે.)
(૬) પ્ર. તમે મારી ચોક્કસ જન્મતારીખ અને સમય કહી શકશો? ઉ. હું પ્રયત્ન કરી જોઉં. હા, તમે એક બૌદ્ધદેશમાં ઈ.સ. ૧૯૨૦ના ઓગસ્ટની છવ્વીસમી તારીખે ૧૨-ક. ૧૮ મિનિટે જન્મ્યા હતાં. (અહીં પણ પ્રયત્ન એટલે કે ‘ઉપયોગ'ની જૈનાગમિક પરિભાષાની વાત આવે જ છે.)
(૭) પ્ર.તમે તમારું કે બીજાનું ભાવિ જાણવાની શક્તિ ધરાવો છો? ઉ. ના, મહારાજ. (આ પ્રેત હલકી વ્યન્તરયોનિનો છે માટે તેને આટલું જ્ઞાન ન હોય તે સુસંભવિત છે.)
*非**心。 ૧૧૮
*********电
વિજ્ઞાન અને ધર્મ