________________
11033 પરલોક સિદ્ધિ
ખંડ-૨
આત્મવિજ્ઞાન
વિભાગ બીજો પરલોક સિદ્ધિ
૧૦૩
૯. પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
અત્યારસુધીમાં વશીકરણથી, જાતિસ્મૃતિથી અને વિશિષ્ટ શક્તિમત્તાથી આપણે જોયું કે દેહથી ભિન્ન આત્મા જેવું કોઈ સ્વતંત્રતત્ત્વ છે. તેથી જ પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ તદન સાચી છે.
હવે અહીં પ્રશ્ન થાય કે જો આત્મા બીજે ક્યાંકથી અહીં આવીને જન્મ લે છે અને અહીંથી મૃત્યુ પામીને ક્યાંક જાય છે તો એ ક્યાંથી આવે છે ? ક્યાં જાય છે ? શું વર્તમાન મનુષ્યજીવનની જેમ તે મનુષ્ય
યોનિમાંથી જ આવે છે અને તે જ યોનિમાં જાય છે ? કે બીજી પણ કોઈ યોનિ છે ?
આ પ્રશ્નના સમાધાનમાં જૈનદાર્શનિકો કહે છે કે બધું મળીને પાંચ
ગતિ છે.
તેમનાં નામો છે : દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ અને સિદ્ધિગતિ. મનુષ્ય એટલે તો મુખ્યત્વે આપણા જેવા માનવો કહેવાય. દેવ એટલે આપણી પૃથ્વીની નીચે અને પૃથ્વીની ઉપરના સ્થાનોમાં જેઓ આપણા કરતાં ઘણાં ખરા સુખી ગણાય છે, અતિસુંદર સુખ-સામગ્રીથી યુક્ત છે, જેમનાં આયુષ્ય ઘણાં મોટાં છે, જેમની કાયા અત્યંત દેદીપ્યમાન છે તેવો એક વર્ગ. મનુષ્ય વગેરે ગતિમાં જાણતાં કે અજાણતાં જે આત્મા સત્કર્મો કરે છે કે કેટલુંક કષ્ટ વેઠે છે તે આત્મા મનુષ્ય વગેરે ગતિમાંથી વિદાય લઈને દેવગતિમાં જાય છે. સારા આત્માઓ માટે તો નારકગતિ પણ ખરાબ નથી, જયારે મલિન આત્માઓ માટે દેવગતિ પણ ખરાબ બને છે. કેમકે ત્યાં ય ઈર્ષ્યા અને અતૃપ્તિની અગનજવાળાઓ તેમના સુખને બાળીને ખાખ કરી નાંખતી હોય છે. જ્યારે નારકગતિનું એનાથી ઊલટું
જ છે. આપણી પૃથ્વીથી નીચેના થરમાં તેનાં સાત સ્થાન આવેલાં છે. એક કરતાં હોય છે. ભયંકર યાતનાઓ, પરસ્પરની પણ મારામારીઓ અને કાપાકાપી. આશ્ચર્યની વાત તો એ છે કે એ ગતિમાં જીવો ગમે તેટલી
华中字
૧૦૪
Theresandeeperheather
વિજ્ઞાન અને ધર્મ