________________
ગણિતના અઘરામાં અઘરા પ્રશ્નના તે ઉત્તરો આપી દેતી. એકવાર જુદા જુદા સો આંકડા એની સમક્ષ લખવામાં આવ્યા અને સેકંડના એકના હિસાબે એ સંભળાવવામાં આવ્યાં, ઓસાકાં તરત જ ક્રમસર એ બધાં આંકડા બોલી ગઈ !
એક કાળે જે મનોવિજ્ઞાન-શાસ્ત્રીઓ આવી બુદ્ધિશક્તિને અસાધારણ બુદ્ધિશક્તિના માત્ર પુરાવા તરીકે લેખતા હતા તેઓ પણ હવે એમ માનતા થયા છે કે અહીં સ્મરણશક્તિ કરતાં પણ કંક વધુ ગૂઢ રહસ્ય રહેલું છે.
(૭) જેકવિસ ઈ. નોડી :
ઈટાલીનો જેકવિસ ઈ.નોડી પણ મોટા મોટા હિસાબો સેકંડોમાં કરી દે છે. આવા બાળબુદ્ધિમાન માટે કેલેન્ડર તો સાવ રમતની વાત બની જાય છે.
(૮) વ્હોટ લી :
વ્હોટ લી નામનો એક બાળબુદ્ધિમાન કહે છે કે, “બીજા લોકો જે દાખલો કાગળ લઈને કરતાં પણ કલાકો કાઢી નાંખે તેવા દાખલાને હું માત્ર થોડી મિનિટોમાં પલાખાની જેમ ગણી શકું છું. હું શાળામાં દાખલ થઈ ભણવા માંડ્યો કે તરત જ મારી આ કુદરતી ક્ષિસ અદૃશ્ય થઈ ગઈ અને હું ગણિતના વિષયમાં પણ ઠોઠ નિશાળિયો બની ગયો.' (૯) કોલ્બર્ન :
આવું જ બાળબુદ્ધિમાન કોલ્બર્નના સંબંધમાં બન્યું હતું તે પણ અત્યંત બુદ્ધિશાળી બાળક હતો. મોટામોટા વૈજ્ઞાનિકોએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે એટલું જ જણાવ્યું કે, “ભગવાને આપેલી આ ક્ષિસ છે. મારી શક્તિ બીજાને આપી શકાય તેવી નથી.”
પણ ૨૦ વર્ષની વયે કોલેજમાં ભણતો હતો ત્યારે એની ગણિત અંગેની વિશિષ્ટ શક્તિ સાવ અદૃશ્ય થઈ ગઈ હતી. (૧૦) જેડિટીઆટ બોક્સટન ઃ
સૌથી વિચિત્ર વાત તો ઈંગ્લેન્ડનાં બાળબુદ્ધિમાન જેડિટીઆટ
encount
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
010-01-07 ૧૦૧
બોક્સટનની છે. જ્યારે એની સમક્ષ આંકડા લખવામાં આવ્યા ત્યારે એ આંકડા પણ ઓળખી શકતો ન હતો. છતાં ગણિતના અઘરા દાખલાના સાવ સાચા જવાબો આપતો હતો.
(૧૧) પોલ લિડોરા ઃ
ઈંગ્લેંડના ચામડાના માલસામાનના એક વેપારી પોલ લિડોરા પણ આવી જ શક્તિ ધરાવે છે. ૨૦-૨૦ આંકડાના ગુણાકારો ક૨વા એ તો એને મન રમત જેવું છે. તે કહે છે કે જ્યારે તે ત્રણ વર્ષનો હતો અને તેને લખતાં-વાંચતાં આવડતું ન હતું ત્યારે તેને આ બક્ષિસનું ભાન થયું હતું. વર્ષો સુધી ગણતરી કરતાં ન આવડવા છતાં ગણિતના મોટા મોટા દાખલાઓના તદન સાચા ઉત્તર આપી શકતો.
આ બધા પ્રસંગોમાંથી એક જ વાતનો અણસાર નીકળ્યો છે કે દેહથી ભિન્ન વિશિષ્ટ શક્તિમાન કોઈ સ્વતંત્રતત્ત્વ માનવું જ જોઈએ. વિજ્ઞાન ભલે આજે એ વાતનો સ્વીકાર ન કરે, પરંતુ એની પાસે આજ સુધી આ હકીકતનો અસ્વીકાર કરવાની હિંમત હતી તે તો અવશ્ય તૂટી પડી છે.
આવતીકાલ જરૂર એવી ઊગશે, જયારે વિજ્ઞાન આત્માના તત્ત્વજ્ઞાનની સઘળી વાતોને અક્ષરશઃ સ્વીકારી લેશે, જો એની સત્યાન્વેષિતા જીવતી જાગતી રહે તો.
ખેર, વિજ્ઞાનનું મંતવ્ય આજે ગમે તે હોય અને આવતીકાલે ગમે તેટલા ફે૨ફા૨ો તેમાં થયા કરવાના હોય પરંતુ તત્ત્વજ્ઞાનનું મંતવ્ય હંમેશ સ્પષ્ટ રહ્યું છે, સદા વિવાદમુક્ત રહ્યું છે, અને સદા સ્થિર રહ્યું છે.
વિજ્ઞાન સદા ફરતું રહે છે અને તત્ત્વજ્ઞાન સદા સ્થિર રહ્યું છે એ હકીકત જ તત્ત્વજ્ઞાનની શુદ્ધ સત્યતાને જાહેર કરી દે છે.
***中心 ૧૦૨
કાકા
વિજ્ઞાન અને ધર્મ