________________
ગણિતથી કેળવણીકારો તથા બીજા મોટા અધિકારીઓ ભારે પ્રભાવિત થયાના સમાચાર મળે છે.
આ છોકરાને ગણિતની પરીક્ષા માટે થોડા વખત પહેલાં અમરેલી, જીમખાનાના મેમ્બરો સમક્ષ રજૂ કરવામાં આવેલો, અને મોઢેથી સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવતાં, ડોક્ટરો અને કેળવણીકારો તથા જિલ્લાકક્ષાના અધિકારીઓ આશ્ચર્ય પામ્યા હતા.
સેંકડો, હજારો, લાખો, કરોડો અને અબજોના હિસાબો કરવામાં કેળવણીકારોને પાટીઓ, કાગળ ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવા માટે કલાકો જોઈએ તે હિસાબો આ છોકરો સેકન્ડોમાં કરી આપતો !
(ગુજરાત સમાચાર, ૨૪-૧-૧૯૯૨) (૪) નારાયણ ઘોષ :
માલાગાઁવમાં નારાયણ ઘોષ નામનો છ વર્ષનો એક બાળક આવ્યો છે. બાળકની ભાષણ આપવાની છટા-શૈલી અને બુદ્ધિ જોઈને લોકો ચકિત થઈ જાય છે.
આ બાળક બંગાલી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી ઉપરાંત અરબી કુરાનેશરીફના પાઠ કરી શકે છે. તેણે ઉર્દૂ, હિન્દી અને બીજી ભાષાઓમાં બે-ચાર કાર્યક્રમ રેડિયો પર આપ્યા છે. તેને તમે જે વિષય આપો તેના પર છોકરો સરળતાથી બોલી શકે છે.
આસામ સરકારના ભૂતપૂર્વ નાણાંપ્રધાન શ્રી ફકરૂદીન બાળકના મુખેથી શુદ્ધ કુરાનનો પાઠ સાંભળી આશ્ચર્યચકિત થવા સાથે હર્ષવિભોર થઈ ગયા હતા. ઘણાં મોટા અધિકારીઓએ આ બાળકની મુલાકાત લીધી છે. તેઓ તેનાં અનેક વિષય પર ભાષણ સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા હતા. માત્ર છ વર્ષના છોકરાની આવી કુશાગ્રબુદ્ધિ અને તેનું તેજસ્વી શરીર જોઈને લોકો તેને અવતાર સમજી રહ્યા છે. બંગાલ, આસામ અને બીજા પ્રદેશોમાં પણ આ બાળકની ચર્ચા થઈ રહી છે.
(જનશક્તિ, ૨૩-૯-૧૯૬૨)
આ તો બધા ભારતના બુદ્ધિમાન બાળમાનવોના પ્રસંગો જોયા. આવા ઘણાં બુદ્ધિમાન બાળમાનવો પશ્ચિમના દેશમાં પણ જન્મ પામ્યા છે. પશ્ચિમના બાળમાનવોના પણ કેટલાંક અદ્ભુત બુદ્ધિબળને અહીં જોઈએ. (૫) કીમ ઉગયોગ :
સેઉલ (કોરિયા)માં ત્રણ વર્ષનું એક બાળક અદ્ભુત શક્તિ ધરાવે છે. આ બાળકનું નામ ‘કીમ ઉગયોગ” છે. એનો જન્મ ૧૯૬૩ના માર્ચની સાતમી તારીખે થયો હતો. ત્રણ વર્ષની ઉંમરે એની ઉંચાઈ ૩૪ ઈંચની હતી. અને ૩૨ પોંડ વજન હતું. એના પિતા હેયાંગ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે અને માતા સેઉલ નેશનલ યુનિવર્સિટીમાં શરીરશાસ્ત્રની શિક્ષિકા છે.
આ છોકરો અંગ્રેજી અને જર્મની સારી રીતે બોલી શકે છે. જો કે એની માતૃભાષા કોરીઅન છે. ગણિતના ગમે તેવા અઘરા સવાલના જવાબો બહુ જ સહેલાઈથી આપી શકે છે. એ કવિતા પણ સુંદર લખી શકે છે. ૧૩ માસની ઉંમરે આ બાળકે અંગ્રેજીના ઘણાં શબ્દો કઠસ્થ કરી લીધા હતા. એક માસ પછી તો એણે જર્મનભાષામાં બોલવાનું શરૂ કરી દીધું. ૧૮ માસની ઉંમરે એ કેયાનથી ચિત્રો ચીતરતાં શીખી ગયો, બે વર્ષ અને ચાર માસની વયે એણે ડાયરી લખવાની શરૂ કરી, જેનાં હજારો પાના બહુ નાની વયમાં જ એણે લખી નાંખ્યાં. એણે સેંકડો ચિત્રો દોર્યા છે અને કાવ્યો પણ રચ્યાં છે.
માનવશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ એની મેધા ૨૦૦ આંક ઉપરની
પણ આ બાળકને પણ કેટલાંક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. એની ખ્યાતિ વધતી જાય છે, ગયા માસમાં એકજ દિવસમાં 800 મુલાકાતીઓને એણે મુલાકાત આપી હતી, મુલાકાતીઓનો આ ધસારો ખૂબજ કંટાળાજનક બની ગયો હતો. (૬) કુમારી ઓસાકા:
બાળબુદ્ધિમાન કુમારી ઓસાકા શાળામાં માત્ર સરવાળા જ શીખેલી અને ૨૬ વર્ષની વય સુધી વાંચતાં પણ નહોતું આવડતું. આમ છતાં શાળre-શાજી ચાહી શી શી: શાળા પણ શાકણ-શaartવારકા-શાહentવી શકાશાજી : શાળા getછાણીચાઈના પાદરવા હa ane
વિજ્ઞાન અને ધર્મી
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૯૯
૧oo