________________
હોય છે. અને તેને પોતાની આસપાસ શું બની રહ્યું છે એનો ખ્યાલ સુદ્ધાં હોતો નથી.
પછી તદ્દન અચાનક રીતે માબાપના ભારે આશ્ચર્ય વચ્ચે આવું બાળક અજબ બુદ્ધિ બતાવવા માંડે છે.
અહીં એવા કેટલાંક બાળ-બુદ્ધિમાન માનવોના પ્રસંગો જોઈએ. (૧) સરોજબાળા:
દાહોદમાં ૯ વર્ષની બાલિકા કુમારી સરોજબાળાએ ત્રણ દિવસમાં જાહેરમાં હજારો માનવોની મેદની સમક્ષ વેદ, પુરાણ, રામાયણ, ગીતા, મહાભારત, ઉપનિષદ્દ, પુરાણો, મનુસ્મૃતિ વગેરેનું કોઈપણ પુસ્તક સાથે રાખ્યા વિના પારાયણ કરી દેખાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતા.
સરોજબાળા પણ અંતે તો બાલિકા જ છે ને ? એટલે જેવી એ વ્યાસપીઠ ઉપરથી ઊતરે કે તરત છોકરા સાથે રમવાનું શરૂ કરી દે છે.
તેના પિતા શ્રીશ્યામચરણજી રાજસ્થાનના વતની અને હાલમાં સુરત રહે છે. સરોજબાળાનો જન્મ ૧-૧૧-૧૯૫૬ના થયો છે. જ્યારે તે રા/ વર્ષની હતી ત્યારે તેણે કહ્યું કે, “પૂર્વજન્મમાં રાજસ્થાનમાં એક આશ્રમમાં બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો હતો.” તેના પિતાએ તેની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, પણ થોડા જ દિવસ બાદ તે ગાયત્રીના પંદર મંત્રો બોલી ! તેના પિતા કહે છે કે મેં તેને ફક્ત બારાખડી શીખવી છે. હજી શાળામાં પણ મોકલી નથી.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદની સાથે કુ. સરોજબાળાનો પરિચય કરાવ્યો તે વખતે કેટલાંક પંડિતો હાજર હતા અને શ્લોક બોલી રહ્યા હતા, પણ તેમાં ઉચ્ચારશુદ્ધિ ન હતી એટલે તરત જ સરોજબાળાએ તે ભૂલો સુધારી હતી.
ત્યારપછી તો જુદા જુદા સ્થળે રામાયણ, ગીતા, મહાભારત, પુરાણો, ઉપનિષદ્ વગેરે ઉપર અખલિત પ્રવાહધારાની જેમ પ્રવચનો કરે છે.
(સંદેશ, તા. ૨૭-૭૬૬)
આ કિસ્સામાં અદ્ભુત શક્તિથી તથા સરોજબાળાના પોતાના જ કહેવાથી પૂર્વજન્મની સ્પષ્ટ સાબિતી થઈ જાય છે. (૨) કલ્પના :
બીજો પણ કલ્પના નામની ત્રણ વર્ષની એક બાળાનો કિસ્સો જાણવા જેવો છે.
મુરાદાબાદના સ્વામી ગોપાલતીર્થના આશ્રમમાં આ બાળાએ પછીથી અભ્યાસ કર્યો હતો. આ બાળાનો જન્મ તો ૧૯૫૩ના જાન્યુઆરી માસમાં થયો હતો. જયારે તે ત્રણ વર્ષની હતી તે વખતે તેના ગુરુ જે વેદમત્રોના પાઠ કરતા હતા તેમની પણ તેણે ભૂલો સુધારી હતી. પછી થોડાક માસ બાદ બીજા બે પંડિતોની પણ તેણે ભૂલો સુધારી હતી.
આ બાળાએ થોડા વખત પહેલાં રાજસ્થાનના રાજયપાલની રૂબરૂમાં પોતાનું વેદજ્ઞાન પ્રગટ કર્યું હતું. આ બાળાને ચારેય વેદ કઠસ્થ છે. વેદમંત્રોના ઉચ્ચાર ઘણાં અઘરા છતાં વગર શીખે જ આ બાળા એક પણ ભૂલ કર્યા વિના અખ્ખલિત રીતે વેદમંત્રો બોલી શકે છે.
જયપુરના પંડિતોએ આ બાળાની પરીક્ષા લેવા માટે એવા કેટલાંક મત્રોનો ઉલ્લેખ કર્યો, જે સામાન્ય રીતે પ્રચલિત નથી.
આ બાળાએ તે મંત્રો પણ સંભળાવી દીધા. એટલું જ નહિ પણ એ મુન્નો પૂરેપૂરા કયા કયા વેદોમાં છે તે પણ સાથે જણાવી દીધું.
સ્વામી ગોપાલતીર્થ અને આશ્રમવાસીઓનું કહેવું છે કે, અમે આ બાળાને વેદ શીખવાડ્યા જ નથી. અરે ! ત્રણ વર્ષની બાળાને વેદ કેવી રીતે શીખવી શકાય !
(શ્રીરંગ) (૩) ખેડૂતપુત્ર પરબત :
પરબત નામનો સાત વર્ષનો ખેડૂતપુત્ર કે જેને શાળામાં દાખલ કર્યાને ભાગ્યે જ છ માસ થયા હશે. જેને કક્કા બારાખડીનું પણ પૂરું જ્ઞાન નથી, તેવા તે મોટા આંકડીયા ગામનો એક ખેડૂત સગીર છોકરો ગણિત અને લેખોનો ભારે જાણકાર નીવડ્યો છે. આ સાત વર્ષના છોકરાના
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૯૭
જાહittવી છે શહીદ થયા હોવાથી હાહાહાનાલાલના નાણાના ૯૮
વિજ્ઞાન અને ધર્મ