________________
૮. વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
ઉર્ધ્વવિકાસને પંથે જતો માનવ, મહામાનવ અને પૂર્ણમાનવ બનવાનાં સ્વપ્રો સેવતો જ રહે છે.
પ્રાચીન સ્પાર્ટાથી માંડીને તે નાઝી જર્મની સુધી ‘માસ્ટર રેઈસ’નાં સ્વમો પણ સેવાયાં છે. નિસૅ જેવાં ચિંતકોએ માનવજાતનો મામલો સમાલવા માટે મક્કમ મનોબળવાળા પુરુષોની કલ્પના પણ કરી છે.
આ બધી કલ્પનાઓ અને આવા બધાં ખ્યાલોને આપણે ગમે તેટલા દૂર હડસેલી મૂકીએ કે હસી નાંખીએ છતાંય એ વાત તો નિશ્ચિત છે કે ઉર્ધ્વમુખી દિશાનો યાત્રી પોતાના વિકાસના તબક્કાઓમાંથી પસાર થતો પૂર્ણશક્તિની ટોચે અવશ્ય પહોંચે છે, પૂર્ણ તત્ત્વજ્ઞાનનું સ્વામિત્વ અવશ્ય પામે છે.
માંસલ મહાકાય અને મગરૂર માનસ આ દુનિયામાં કદાચ મળે કે ન મળે એની કોઈ મહત્તા નથી, પરંતુ સ્વસ્થ આત્મા તો આ વિશ્વની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના સુખનો રાહ કોઈ બતાવી શકે તેમ નથી. આજે તો સ્વસ્થ આત્માના દર્શન અલભ્ય થયાં છે કે જે સુખનો અફાટ સાગર હોય, જ્ઞાનનો અનંત નિધિ હોય, ત્રિકાલદર્શી હોય.
પણ આવા અનંતજ્ઞાનના અસ્તિત્ત્વની આછીપાતળી કલ્પના કરાવી જાય તેવા વિશિષ્ટજ્ઞાનવાળા બાળમાનવો ક્યાંક ક્યાંક જોવા મળી જાય છે. ખરાં. એ વખતે એમ થઈ આવે છે કે જો જ્ઞાનની કક્ષાઓમાં વિવિધ તારતમ્યો હોય અને જ્ઞાનનાં જળ વધુ ને વધુ વિસ્તાર પામતાં હોય તો એવો જ્ઞાનનો અનંતસાગર પણ ક્યાંક કોઈ અંતરમાં જરૂર હોઈ શકે.
આની સાથે સાથે બીજી પણ એક વાત સ્મરણપટે ચડી જાય છે કે જે બાળમાનવોને એવા જ્ઞાનની કોઈ શિક્ષણશાળામાં કદાપિ મૂકવામાં આવ્યાં નથી, રે ! એવી શિક્ષણશાળાનાં જેમણે દર્શન પણ કર્યા નથી તે બાળકોમાં આટલી બધી બુદ્ધિમત્તા આવી ક્યાંથી ? શું ભણ્યા વિના આવું
પાણ્ડિત્ય કદાપિ આવી શકે ? જો આવી શકતું હોય તો બધાયને કેમ ન આવે ? પ્રયત્ન સિવાય બોધ થઈ શકતો નથી, એવું સર્વત્ર જોવા મળે છે. તો તે અપવાદરૂપ આ બાળમાનવોનું શું સમજવું ? કારણ વિના જ કાર્ય થઈ જાય ખરું ! ના, ના. તો પછી આ બાળમાનવો ૩-૪ વર્ષની ઉંમરમાં સમર્થ પાડિત્યુ પામ્યા શી રીતે ?
સાચે જ આ પ્રશ્ન સામે પાશ્ચાત્યદાર્શનિકો મુંઝારો અનુભવશે, પરંતુ પૌરસ્પદાર્શનિકો તો તરત ઉત્તર આપી દેશે કે વર્તમાનજન્મમાં એ પ્રયત્ન ભલે નથી, પરંતુ જન્માંતરમાં એવા પ્રયત્નો જરૂર હતાં. અહીં પણ પ્રશ્ન થાય કે શું લંડનની ભૂમિમાં બીજ વાવવાથી ભારતમાં એનું વૃક્ષ બને ? જન્માંતરનો પ્રયત્ન આ જન્મમાં એનું ફળ આપે ? આનો ઉત્તર બહુ સ્પષ્ટ છે કે બે જીવનના દેહ જુદા હોવા છતાં આત્મા તો બેયમાં એકજ છે. જે આત્મામાં જન્માન્તરના પ્રયત્નનું બીજ પડ્યું છે એજ આત્મા વર્તમાનજન્મ પ્રાપ્ત કરીને નવાદેહમાં રહીને એ પ્રયત્ન ફળ પામે છે.
આ બધી વાત ઉપરથી તો એ જ વાત ફલિત થાય છે કે બાળમાનવોની વિશિષ્ટ બુદ્ધિમત્તા જ આત્માને દેહથી ભિન્ન માનવાનું કહે છે. એનો પૂર્વજન્મ સ્વીકારવાનું પણ જણાવે છે. ટૂંકમાં, આત્માનું દેહથી, ભિન્ન(સ્વતંત્ર) આત્મા તરીકેનું અસ્તિત્ત્વ સિદ્ધ કરી આપે છે.
કેટલા હશે જગતના એવા વિશિષ્ટ શક્તિમાન બાળમાનવો ?
એક ગણતરી મુજબ તો દરેક દેશમાં ૨૦ બાળમાનવો વસે છે. આ બધા બાળમાનવો એવી ચોંકાવનારી વાતો રજૂ કરે છે કે વિજ્ઞાન તો હજી પણ આનો ઉકેલ મેળવવા માટે ચંચુપાત માત્ર કરી શકવા ભાગ્યશાળી નીવડ્યું લાગે છે.
બાળ બુદ્ધિમાનો તરીકે જેઓ પંકાયા છે તેમાંના લગભગ બધાયે સામાન્ય બાળકોની જેમજ જીવનની શરૂઆત કરી હોય છે. સંશોધનને પરિણામે એવું પણ જાણવા મળ્યું છે કે એમાંનાં કેટલાંકને તો ઘણાં લાંબા સમય પછી બોલતાં આવડ્યું છે. | ‘પેરિસ સ્કૂલ ઓફ એન્થોપોલીજી'ના પ્રો. રોબર્ટ તો કરેત જણાવે છે કે, “આ પ્રકારનું બાળક ત્રણવર્ષની વય સુધી તો સ્વપ્રમાં જ ખોવાયેલું
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
વિજ્ઞાન અને ધર્મ