________________
કરનાર ડો. બેનરજી એકલા જ નથી. અમેરિકાની વરજીનિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ઈયાન સ્ટીવનસન, જેઓ માનસશાસ્ત્ર અને જ્ઞાનતંતુઓના અભ્યાસી છે, તેઓ પણ આ વિષે વધું સંશોધન કરવા આ કુટુંબના સતત સંપર્કમાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં ડો. સ્ટીવનસન પુલોક કુટુંબ સાથે બે દિવસ રહ્યા હતા. અને આ જોડિયા બહેનોની મુલાકાત દ્વારા પુનર્જન્મ વિષે તેમણે ખૂબ જ ઊંડો રસ દાખવ્યો હતો.
બંને જોડિયા બહેનોની મુલાકાત માટે પૂરતી તક આપવા વિષે પુલોક કહે છે કે, “અત્યાર સુધી પુનર્જન્મ વિષે જરા પણ શંકા વિના પૂરેપૂરી માન્યતા કોઈ ધરાવતું નથી. આ વિષે મારા વાંચન અને અનુભવ દ્વારા આ બંને જોડિયા બહેનોનો સાથ લઈને પુનર્જન્મની માન્યતા વિષે હંમેશને માટે એક સર્વમાન્ય સમાધાન કરાવવા મારાથી બનતો બધો જ સહકાર આપવા મારી ઈચ્છા છે, પુનર્જન્મનો કોયડો બીજગણિતના અટપટા પ્રશ્ન જેવો છે. જેના ઉકેલ માટે તમે અનેક વખત જુદી જુદી રીતે કોશિશ કરો, છતાં સર્વમાન્ય કહી શકાય એવો નિકાલ ન લાવી શકો.
આ જોડિયા બહેનો પણ મોટી થતાં પુનર્જન્મ વિષે આપણને પૂછશે અને ત્યારે સમજપૂર્વકના જવાબ આપવા આપણે તૈયાર રહેવું જોઈશે.”
શ્રીમતી પુલોક કહે છે કે, “આ પુનર્જન્મ વિષે હું જોન જેટલી ઉંડે ઊતરી નથી. શરૂઆતમાં તો એ માટે મને સમય ન હતો, પણ મારી જોડિયા પુત્રીઓએ જે સરખામણું બતાવવા માંડયું તે જોઈને હું પણ વિમાસણમાં પડી ગઈ.
હવે જ્યારે આટલું બધું મળતાપણું જોઈએ છીએ ત્યારે હું એમ માનું કે પુનર્જન્મની માન્યતા વિષે નિષ્ણાતોએ સાથે મળીને એક અથવા બીજી તરફનો નિર્ણય કરી બતાવવો જોઈએ. મને એમ લાગે છે કે જોડિયા બહેનો જ ખરેખર આ દિશામાં સૂઝ પાડે તેવા વ્યાવહારિક માર્ગ પર પ્રકાશ ફેંકશે.”
(‘ચિત્રલેખા’ માંથી સાભાર) મોટામાં મોટી બહુમતી ધરાવતા વિશ્વના બે ધર્મોના પ્રતિપાદક ગ્રંથો-કુરાન અને બાઈબલની શ્રદ્ધાને પણ પુનર્જન્મના કિસ્સાઓની પસાર થતી વણઝારે હલબલાવી મૂકી છે તે વખતે ભગવાન જિનેશ્વરોનાં
ક taહહહહહહહહ વાહવાહવાહીની હવા ઉજાશવાણ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
આગમવચનો પરિપૂર્ણ સત્યસ્વરૂપમાં બહાર આવે છે,
આર્યોની મહાસંસ્કૃતિને ઉથલાવી નાંખવા માટે જેમણે કમર કસી છે એ દંભી ધર્મપ્રચારકોને આર્યધર્મના રક્ષકોએ સાફ સાફ શબ્દોમાં સુણાવી દેવું જોઈએ કે, “તમે તમારું ઘર સંભાળીને બેસી રહો. બીજાઓનો વિનાશ કરવાના ક્રૂર મનસુબાઓને શાંત પાડો, તમે યોગ્ય રીતે જીવો અને સહુને જીવવા દો.”
મોટામાં મોટી કમનસીબીની તો વાત એ છે કે, આપણે જ આપણી જાતને ‘શકોરું લઈને ભીખ માગવા યોગ્ય’ માની લીધી છે, જાજરમાન મહાસંસ્કૃતિની શ્રીમંતાઈ વારસામાં મળી હોવા છતાં, મહાસત્યનાં પ્રતિપાદક શાસ્ત્રો આપણી જ પાસે હોવા છતાં, જીવનના પાયાના પ્રશ્નો જેવા સુખદુઃખનું મૌલિક તત્ત્વજ્ઞાન આપણાં જીવનમાં વણાયેલું હોવા છતાં પશ્ચિમના દેશોની અંધભક્તિએ આપણને દીનહીન અને ક્ષીણ બનાવ્યા. અફસોસ ! આપણે દુનિયાને ઓળખી, પણ જાતને જ વીસરી ગયા.
ખેર, હજી જાગીએ. મોડું તો થયું જ છે છતાં ‘ઘણું બધું મોડું નથી થયું” એમ સમજીને બેઠા થઈ જઈએ.
સિંહ સૂતો છે ત્યાંસુધી જ ઉંદરોનું જોર છે. એના સળવળાટમાં જ લાખો ઉંદરો ઊભી પૂંછડીએ નાસભાગ કરે.
મર્દ છીએ તો મર્દ કેમ ન બનીએ ? સત્યવાદી શાસ્ત્રો આપણી પાસે જ છે, તો એ સત્યને શિર કેમ ન ઝુકાવીએ ?
શા માટે આત્માના એકાન્ત ક્ષણિકત્વની વિચારણા પણ કરીએ ? શા માટે પરાયા જ્ઞાનના રવાડે ચડીને મગજને કોદાવી નાંખીએ ? ઉછીનું કશુંય લેવા જવું જ શા માટે ? બધુંય આપણી પાસે છે ત્યાં !
પરાયી પ્રીત કરવી જ શા માટે ? અભંગ પ્રીત કરનારાં મહાસત્યો આંગણે જ ઊગ્યાં છે ત્યાં !
વંદન કરો, આત્માની અમરતાને.
વંદન કરો, પૂર્વજન્મ અને પૂર્વજન્મની સત્યતાને રમતવાતમાં સમજાવી દેતાં ભગવાન મહાવીરના જિનાગમોને !
વિજ્ઞાન અને ધર્મ