________________
પાસેથી વધુ વાતો સાંભળી. હવે તેમના માનસિક વિકાસનો અભ્યાસ ચાલુ જ રાખીને આ વિષે સતત સંશોધન કરવા વિચારે છે.
સોનેરી વાળ અને વાદળી આંખોવાળી આ બંને જોડિયા બહેનોનાં નામ છે જેનીફર અને ગીલીઅન. તેમના પિતા જોન પુલોક સેલ્સમેન છે. અકસ્માતમાં મરી ગયેલી તેમની બે પુત્રી જોઓના અને જેકવેલીનના પુનર્જન્મ વિષે તેઓ કેવી રીતે માનતા થયા એ સમજાવતાં શ્રી પુલોક કહે છે કે, “હું રોમન કેથોલિક છું અને અમારો ધર્મ પુનર્જન્મ માનવાની મનાઈ કરે છે, પણ મેં અને મારી પત્નીએ આ જોડિયા બહેનો પાસેથી જે જોયું અને જાણ્યું એ પછી અમે અમારા ધર્મ સાથે સહમત થઈ શકીએ તેમ નથી.
જોડિયા પુત્રીઓને મારી પત્નીએ જન્મ આપ્યો તે પહેલાં જ મને થયા કરતું હતું કે મરણ પામેલી અમારી પુત્રીઓ અમને જરૂર પાછી મળવાની છે. જોકે મારી પત્ની એ વિષે માનતી ન હતી.
જેનીફર જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેની વર્તણૂંક જેકવેલીનને વધુને વધુ મળતી આવતી અમે જોઈ. તેણે પણ લેખનમાં રસ દર્શાવવા માંડ્યો અને પેન કે પેન્સિલ જમણાં હાથની વચ્ચેની બે આંગળીથી પકડી મુઠ્ઠીથી દબાવીને લખવાની તેની આદત પણ બિલકુલ જેકવેલીનને મળતી આવતી હતી.
ગીલીઅનનની ટેવ જોઆનાને એવી રીતે મળતી આવતી ગઈ કે એમને એ જોઈને આશ્ચર્ય થવા માંડ્યું. જોઆનાની જેમ તેને પણ નાના બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તે પણ નાની બહેનોને હાથમાં હાથ પરોવીને બધે લઈ જતી. ગલીઅનનો પાતળો લાંબો બાંધો, ચપળ રીતભાત અને બોલવા-ચાલવાની ઢબ જોઈને એમ જ થાય કે આ જોઆના જ છે !
ઘણી વખત ગીલીઅન અમને અચંબો પમાડી દેતી. જે વાતની કોઈને જ ખબર નહોતી તે અકસ્માતની વિગત કહેતી હોય એવી રીતે એ જેનીફરનું મોઢું તેના બે હાથ વચ્ચે રાખીને ઝીણવટથી બતાવતી કે મોટર સાથે અથડાયા પછી જેકવેલીનના મોઢા પર ક્યાં ક્યાં ઈજા થઈ હતી તેનું
માણસ એક સ
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
上海海
૯૧
બયાન એ અકસ્માત્ સાથે રજે રજ મળતું આવતું.
એક દિવસ અમે સ્ટોર-રૂમમાં હતાં ત્યારે જોઆના અને જેકવેલીનના મૃત્યુ પછી મેં ત્યાં મૂકી દીધેલી રમકડાંની એક પેટી ગીલીઅનની નજરે ચડી ગઈ. તેમાં ઢીંગલીનાં કપડાં સૂકવવાની દોરી જોઈને એ ખૂબ આનંદમાં આવીને બોલી ઊઠી, “જુઓ ડેડી, આ તો મારી
દોરી છે.” ખરી રીતે એ દોરી જોઆનાની હતી.
જેનીફર પણ ત્યાં હતી, પેટીમાંથી બે ઢીંગલી મળી હતી તેમાંથી એક જેકવેલીનની હતી. ઢીંગલી પર નજર પડતાં જ જેનીફરે બૂમ પાડવા માંડી, ‘આ મારી મેરી મને આપો !' ખૂબીની વાત એ છે કે જેકવેલીને આ ઢીંગલીનું નામ મેરી પાડ્યું હતું અને જેનીફરે તો એને પહેલી વખત જ જોઈ છતાં તેણે બે ઢીંગલીમાંથી પોતાની ઢીંગલી ઓળખી લીધી અને તેનું નામ સુદ્ધાં તે બોલી ઊઠી.”
ચકિત કરી દેતા આવા અનેક પ્રસંગોનું વર્ણન કરતાં શ્રી પુલોક કહે છે, “એકવાર ઘરનું રંગકામ કરતી વખતે મેં પત્નીનો જૂનો સફેદ લીનનનો કોટ પહેર્યો. અકસ્માત્ થયા પછી કોઈ વખત આ કોટ વાપરવામાં આવ્યો ન હોતો. જેનીફરે આ કોટ જોયો કે તરત પૂછ્યું, ‘અરે ડેડી ! મમ્મી જે કોટ, શાળાએ પહેરીને આવતી એ તમે કેમ પહેર્યો ?’ હું આ સાંભળીને વિચારમાં પડી ગયો, કારણ આ એ જ કોટ હતો કે જે મારી પત્ની જેકવેલીનને શાળાએ લેવા જતી ત્યારે પહેરી જતી !’
અકસ્માતમાં અમે બે પુત્રી ખોઈ છે એમ અમને કદી લાગ્યું જ નથી. કદાચ એ વાત તમને માનવામાં નહિ આવે, પણ મારે તો જે હોય તે પ્રામાણિકપણે કહેવું જોઈએ. હું એ હળવી રીતે નથી કહેતો. અમો એ છોકરીઓની કબર પર પણ નથી જતાં કારણ કે અમને નથી લાગતું કે અમારી પુત્રીઓ હવે ત્યાં પોઢેલી છે. અમને એમ લાગે છે કે તે બંને જોડિયા બહેનોના સ્વરૂપે અમારી પાસે જ છે. હું ઘણી વખત આ વિષે ઊંડો વિચાર કરવા ધારું છું પણ તમે જે તમારી આંખોની સામે જુઓ છો, કાનેથી સાંભળો છો તેને કેવી રીતે નકારી શકો ?’’
આ જોડિયા બહેનોના પુનર્જન્મના અદ્ભુત કિસ્સા વિષે સંશોધન
૯૨
*** કો વિજ્ઞાન અને ધર્મ