________________
એની ગાંડા હોવાની માન્યતા ખોટી પુરવાર થઈ. એટલે એને સેન્ટ પીટ્સબર્ગના ચિકિત્સાવિશ્વ-વિદ્યાલયમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એણે કહ્યું કે, “મારી સાથે આ એક વિચિત્ર રમત રમાઈ છે. હું ઉ. અમેરિકાના બ્રિટિશ કોલમ્બીઆના ન્યૂવેસ્ટ નગરનો રહેવાસી છું. મારું નામ ઈબ્રાહીમ ડરહમ છે. નહિ કે ઈબ્રાહીમ ચારકો. મારી એક પત્ની છે અને એક દીકરો છે. પહેલાં હું લંગડો હતો. આ શરીર મારું નથી, કોણ જાણે આ બધું શું થયું ?
એના આ કથનને આધારે ન્યૂવેસ્ટ નગરમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે ત્યાં પણ બરોબર આવો એકજ બનાવ બન્યો હતો. ઈબ્રાહીમ હરહમ નામનો એક વેપારી ગંભીર માંદગીમાં પટકાયો હતો અને એ જ ૨૨મી સપ્ટેમ્બરે ગાંડો થયો હતો. એ પોતાને ઈબ્રાહીમ ચારકો તરીકે ઓળખાવતો હતો અને ઈબ્રાની તથા રશિયન ભાષા બોલતો હતો.
આ પ્રસંગની વિલક્ષણતાઓને વિચારવાનું બાજુ પર રાખીએ. અહીં તો એટલું જ જણાવવાનું કે આ પ્રસંગથી બે જુદા ખોળિયામાં પ્રવેશતો આત્મા દેહરૂપ નથી, પણ દેહથી ભિન્ન છે અને નિત્ય છે એ અવશ્ય સિદ્ધિ થાય છે.
પૂર્વે એ વાત કહેવાઈ ગઈ છે કે મુસ્લિમો પુનર્જન્મમાં માનતા નથી. પરંતુ આમ હોવા છતાંય શહેનશાહ ઔરંગઝેબ કે જે ખૂબ જ ધર્માધ હતો તેણે આ ‘શાહનામા'માં એવું વિધાન કર્યાનું ક્યાંક વાંચવા મળ્યું છે કે, “પુનર્જન્મના કેટલાંક અહેવાલોની સત્યતા વિષે તેમણે જાતે ચોકસાઈ કરી છે.' જોઆના અને જેકવેલીન:
લંડનના નાનકડા પરગણા હેક ગામના એક શાંત લત્તામાં બે બહેનો અગિયાર વર્ષની જોઆના અને છ વર્ષની જેકવેલીન, રવિવારની સવારે હાથમાં હાથ પરોવી દેવળ તરફ જઈ રહી હતી. અચાનક જ ઝડપથી ધસી જતી એક મોટરની હડફેટમાં એ બંને આવી ગઈ અને કરુણ અકસ્માતનો ભોગ બની.
ઈંગ્લેન્ડના રહેવાસી, આ છોકરીઓના પિતા પિસ્તાળીસ વર્ષના
જોન પુલોક માને છે કે, “અમારી બે પુત્રીના મરણ પછી સત્તર મહિના બાદ, મારી પત્નીએ જયારે બે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો ત્યારે મને ચોક્કસ લાગ્યું કે એ બંને બહેનો અમને પાછી મળી છે.'
અકસ્માતુ મૃત્યુ પામેલી લંડનની બે છોકરીઓ એ જ કુટુંબમાં પુનર્જન્મ પામી છે, અને પૂર્વજન્મની તેમની યાદદાસ્ત એવી જ જળવાઈ રહી છે, એટલું જ નહિ પણ આ બે જોડિયા બહેનોની ખાસિયતો પણ તેના જેવી જ ધરાવે છે. એવું જાણવા મળતાં એ વિષે ઊંડી તપાસ કરવા માટે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના માનસશાસ્ત્ર વિભાગના વડા બેનરજીએ બે વર્ષનું સંશોધનકાર્ય હાથ ધર્યું છે.
જયપુરના આ તરવરિયા જુવાન અભ્યાસી પ્રાથમિક તપાસ માટે ઇંગ્લેન્ડ ખાતે આ બંને જોડિયા છોકરીઓ અને તેમના વાલીઓની ઊડતી મુલાકાત લઈ આવ્યા છે. ડો. બેનરજી બાર વર્ષથી આગલા જન્મની યાદદાસ્ત ભૂંસાઈ ન હોય એવા પુનર્જન્મના કેટલાંક વિરલ કિસ્સાઓનો અભ્યાસ કરી રહ્યા છે.
પૂર્વજન્મની આવી દીધું યાદદાસ્ત અવકાશયાત્રાના આયુગમાં ઘણી જ ઉપયોગી થઈ પડી છે.
ડૉ. બેનરજી કહે છે કે, “છેલ્લાં બાર વર્ષના સંશોધન દરમ્યાન જોવા-જાણવા મળેલા 300 કિસ્સાઓમાંથી લંડનનો આ બે છોકરીઓનો કિસ્સો રસપ્રદ છે, જેમાં પૂર્વજન્મની સ્મૃતિ આટલી સતેજ હોય.”
સાત વર્ષની આ જોડિયા બહેનોના પિતા માને છે કે આ બંને છોકરીઓ ૧૯૫૭ના મે માસમાં રસ્તા ઉપર અકસ્માત થતાં મરણ પામેલી તેમની બે પુત્રીઓ જ છે. જે મૃત્યુ પછી સત્તર મહિને જોડિયા બહેનોના સ્વરૂપે ફરી પાછી એમનાં કુટુંબમાં જન્મી છે.
ડો. બેનરજી આ બે છોકરીઓને ગઈ ઈસ્ટર વખતે, એપ્રિલની અગિયારમીએ ઈશાન ઈંગ્લેન્ડના તેમના નોર્ધમ્બરલેન્ડ ખાતેના જેસ્મડ ટેરેસમાં મળ્યા હતાં. છ કલાકની આ મુલાકાત વખતે બંને છોકરીઓ અને તેમનાં માતા-પિતાએ કરેલા નિવેદનનું તેમણે ટેપરેકોર્ડિંગ કરી લીધું હતું.
આ પછી પણ ડો. બેનરજીએ આ છોકરીઓને મળીને તેમની 整本整本修象多麼麼參事率密中密修多空象中要多体系中华麼多物图麼多多多多多多多多
વિજ્ઞાન અને ધર્મ
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૮૯
CO