________________
કામ કરે છે. તેમની દીકરી લીના ત્રણ વર્ષની થઈ ત્યારે તે પોતાના આગલાજન્મની વાત કરવા લાગી હતી. તેણે કહ્યું કે તેનું નામ મેરીયા હતું અને ફિલિપાઈન્સમાં રહેતી હતી. તેમને ઘરની રેસ્ટોરન્ટ હતી અને તે ‘હાઈવે ફીટી ફોર’ ઉપર આવેલા ચર્ચ ઓફ ક્રાઈસ્ટની નજીકમાં રહેતી હતી.
આ બધા પ્રસંગોમાં એજ જોવા મળે છે કે આત્મા અમર છે અને તેથી જ મૃત્યુ પછી પણ જીવન ચાલુ રહે છે, આ આત્મા એક દેહ મૂકી નવા દેહ માટે અન્યત્ર જન્મ ધારણ કરે છે અને તે નવા દેહમાં નવું જીવન જીવે
વસ બનાવતો રહે છે.*
ઈસ્વીસનના આરંભમાં થયેલો અંગ્રેજ વિદ્વાન ઓરિજીન લખે છે કે, ‘જે આત્માઓ શરીર લઈને આ દુનિયામાં આવ્યા પછી જે અપરાધો કરે છે તેનાથી તેમની હવે પછીની જન્મની અવસ્થા બગડે છે. એમની વર્તમાન અવસ્થા પણ તેમનાં પૂર્વકર્મોના કારણરૂપ છે.
રે ! રોમના પાદરીઓ નોમિસિસ, સાઈસિએસ અને હેલિરિઅમ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાંતને માનતા હતા. ફિલ્ડીંગ હોલે લખેલું ‘ધ ઓલ ઓફ એ પીપલ’ પુસ્તક ૧૮૯૮ની સાલથી ઈંગ્લેન્ડમાં ઘણું જાણીતું છે. એમાં લેખકે પોતે જોયેલા પૂર્વજન્મના અનેક કિસ્સાઓ ટાંક્યા છે.
એમાં એક કિસ્સો જોડિયાં બાળકોનો પણ છે. આ બાળકો કહેતાં કે, ‘ગયા ભવમાં પોતે પતિ-પત્ની હતાં અને એકબીજા માટે બંનેને ઘણી મમતા હતી.'
બીજો કિસ્સો છે સાત વર્ષની એક બાળાનો, જેણે પોતાના પુનર્જન્મની વાત લેખકને જણાવી હતી. એ કહેતી હતી કે ‘ગયા ભવમાં હું પુરુષ હતી અને મેરિયોનેટ થિયેટર ચલાવતી હતી. મેં ત્રણવાર લગ્ન કર્યું હતું. ત્રીજીવારની પત્નીએ મને ખભે ખંજર હુલાવી દઈને મારું ખૂન કર્યું હતું.'
સૌથી સૂચક વાત તો એ છે કે આ બાળા ત્રણ વર્ષની ઉંમરે કોઈપણ પ્રકારનાં શિક્ષણ વિના ‘મેરિયોનેટ’ પૂતળીને નચાવી શકતી અને એ વખતે વપરાતા કેટલાંક સંવાદો બોલી પણ જતી.
પ્રો. બેનરજીને સ્વીડનમાં એક સ્વીડીશ બાઈ મળી હતી. તેણે કહ્યું હતું કે તે આગલા જન્મમાં બનારસ રહેતી હતી અને એક વૈદ્યની સાથે લગ્ન કર્યું હતું. તેણે બીજી ઘણી વાતો પ્રો, બેનરજીને કહી હતી,
એવી જ રીતે તાજેતરમાં જ તેમણે ડેન્માર્કની મુલાકાત લીધી હતી. ત્યાં કોપનહેગનમાં સાત વર્ષની વયની એક ઈટાલિયન છોકરીનો તેમને ભેટો થયો. આ છોકરીના પિતા માર્કોની ડોક્ટર છે. તેઓ દવાની પેઢીમાં • Reincarnation by Walker, P. 23, 27. જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
આત્માની અમરતા વિષે બીજો પણ એક પ્રકાર વિચારી શકાય તેમ છે. સામાન્યતઃ તો આત્મા એક દેહ મૂકીને બીજો નવો જ દેહ ધારણ કરે છે, પરંતુ કવચિત્ તો એવું પણ બની જાય છે કે આત્મા એક દેહ મૂકીને બીજા કોઈના જૂના દેહમાં પણ પ્રવેશી જાય છે. ઈ.સ. ૧૮૭૪માં આનો એક અત્યંત સરળ પુરાવો મળી આવ્યો હતો. એ વર્ષે રશિયામાં એક અતિ ધનિક યહુદી માંદો પડી ગયો. અને ૨૨મી સપ્ટેમ્બરે તો એની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે છેલ્લી ઘડી આવી લાગી એમ માનીને લોકોએ પ્રાર્થના વગેરે કરવાનું શરૂ કરી દીધું. પણ પછી થોડી જ વારમાં એ સ્થિતિ સુધરવા લાગી. એણે એકવાર આંખ ખોલી ને પાછો થાક્યો પાક્યો હોય તેમ સૂઈ ગયો. બીજે દિવસે એ જયારે ઉંઘીને ઊદ્યો ત્યારે એની સ્થિતિ તદ્દન જુદી જ હતી. ત્યારે એ પોતાનાં સગાંસંબંધીને ઓળખતો ન હતો અને એમની ભાષા પણ સમજી શકતો ન હતો. પોતાની માતૃભાષા ઈબ્રાની અને રશિયન ભાષા કરતાં કોઈક જુદી જ ભાષા એ બોલતો હતો. જયારે અરીસામાં પોતાનું મોં જોયું ત્યારે એણે જોરથી ચીસ પાડી અને ઘર મૂકીને ભાગવા લાગ્યો. ડોક્ટરોએ એને ગાંડો જાહેર કર્યો અને એક ઓરડામાં પૂરી દીધો. સ્વાભાવિક રીતે જ આ અદ્ભુત સમાચાર દાવાનળની જેમ ચારે બાજુ પ્રસરી ગયા. સરકારી ડોક્ટર એની તપાસ કરવા આવ્યા. હવે ખબર પડી કે એ અંગ્રેજી ભાષા તો બોલી શકતો હતો અને લેટિન લિપિમાં લખતો પણ હતો. આ ઉપરથી
દીકરી શકીશના શાહી લગાવી શકાતી શાયરી
વિજ્ઞાન અને ધર્મ