________________
ચલાવવો. રસ્તામાં જુદાં જુદાં મકાનો અને રસ્તાઓ અંગે શાંતાદેવીને પૂછવામાં આવતાં તેણે બરોબર જવાબ આપ્યા. કેટલાંક મકાને પહેલાં ન હતાં, હોલીગેટ પહોંચતાં પહેલાં જ તેણે હોલીગેટનો નિર્દેશ કરી દીધો. સ્ટેશનનો રસ્તો પહેલાં ડામરનો ન હતો એમ પણ જણાવ્યું. શાંતાદેવી ટાંગાવાળાને બરોબર રસ્તો બતાવતી રહી.
એક ગલ્લીમાં ટાંગો જતાં, ટાંગો ઊભો રખાવીને તે ઊતરી પડી અને ચાલવા માંડ્યું. સાથેના માણસો પાછળ પાછળ જવા લાગ્યા. અચાનક આશ્ચર્યજનક દૃશ્ય જોવામાં આવ્યું. તેણે એક વૃદ્ધને દૂરથી ઓળખી કાઢ્યા અને તે બોલી કે, “આ મારા શ્વસુર છે,” શાંતાદેવીએ એ વૃદ્ધના ચરણોને સ્પર્શ કર્યો. એ બધું નૈસર્ગિક અને અકૃત્રિમ હતું. કાંઈ પણ મુશ્કેલી વિના પોતાના મકાનને શોધી કાઢવામાં તે સફળ થઈ. શાંતાદેવીએ મકાન બતાવ્યું. મથુરાના જવાબદાર માણસોએ પૂછ્યું કે મકાનનું જાજરૂ બતાવી શકશો ? શાંતાદેવી તરત નીચે ઊતરી અને એક ક્ષણમાં જાજરૂ બતાવી દીધું ! કેમ જાણે ઘરની પરિચિત ન હોય ! સહ આશ્ચર્ય પામ્યો. શાંતાદેવીએ એક ધર્મશાળામાં પૂર્વજન્મના ૨૫ વર્ષના ભાઈને, કાકાને અને સસરાને ઓળખી કાઢ્યા, તે વારંવાર કહેતી કે મથુરા અને તેના મકાનોથી તે પૂર્ણ પરિચિત છે. શાંતાદેવીએ વારંવાર બીજા એક મકાનમાં લઈ જવાને કહ્યું, જેમાં પૂર્વજન્મના કેટલાંક રૂપિયા દાટ્યા હતા. પછી રસ્તો બતાવતી આગળ ચાલી.
થોડીવારમાં તેણે જરા પણ મુશ્કેલી વિના મકાન ઓળખી કાઢયું . તેણે કહ્યું કે, “મારા પૂર્વજન્મનો મોટો ભાગ એ મકાનમાં વ્યતીત થયો હતો.” તે વાત ખરી હતી. મકાને પહોંચતા તેણે એવી રીતે પ્રવેશ કર્યો કે જાણે આજે પણ તેની જ માલિકી હોય.
“તું દિલ્હીમાં કૂવા વિષે વાત કરતી હતી, તે ક્યાં છે ?' ૫. નેકીરામે પૂછ્યું. તરત શાંતાદેવી આંગણામાં દોડી, પરંતુ જે જગ્યાએ કૂવા હતો, ત્યાં તે ન દેખાતાં જરા મૂંઝવણમાં પડી. તેણે કહ્યું, “આ જગ્યાએ કૂવો હતો. પરંતુ તેને પથ્થરની બંધ કરી દીધો લાગે છે.” પં. કેદારનાથે પથ્થર દૂર કરી કૂવો બતાવ્યો. શાંતાદેવી રાજી થઈ. દાટેલું ગુપ્તધન
બતાવવા કહ્યું, તરત તે માળ ઉપર ગઈ. એક ઓરડામાં ગઈ, ત્યાં તે રહેતી હતી, એ ઓરડાને તાળુ હતું. ખોલીને અંદર જઈને એક ખૂણામાં ખોદવા કહ્યું. થોડું ખોદતાં તેમાંથી ગલ્લો તો નીકળ્યો, પરંતુ કોણ જાણે કેમ રૂપિયા ન હતા !
પછી યમુના નદી તરફ જતાં રસ્તામાં પૂર્વજન્મના માતાપિતાનું ઘર આવતાં તેણે એકદમ ઓળખી કાઢ્યું, એટલું જ નહિ પણ પ૯-૬૦ માણસોમાંથી વૃદ્ધ માતા-પિતાને ઓળખી વળગી પડી, બધાં ખુબ રડ્યાં. મથુરામાં એક સભા ભરાઈ. તેમાં દસ હજાર માણસો હશે. દિલ્હીમાં સભા મળી, જેમાં લાલા શ્રીરામજી, રાય બહાદુર રામકિશોરજી (વાઈસ ચાન્સેલર, દિલ્હી યુનિવર્સિટી) રાય બહાદુર એન. કે. સેન, શ્રીયુત્ અને શ્રીમતી અસફઅલી લાલા શંકરલાલ, લાલા દેશબધુ આદિ અગ્રગણ્ય વ્યક્તિઓ હતી. શાન્તાદેવીની અદ્દભુત શક્તિનો અભ્યાસ કરવા તેણીને મનોવૈજ્ઞાનિકોની દેખરેખ નીચે રખાવી. પાઈથાગોરાસઃ
(૬) પાઈથાગોરાસના સંબંધમાં એમ કહેવાય છે કે તેમને પોતાનાં કેટલાંક પૂર્વજન્મોની વાત યાદ હતી ! તેમણે બતાવ્યું હતું કે ટ્રોયના યુદ્ધમાં તે યુફોબર્સ નામના યોદ્ધા હતા. તેની હત્યા મેનેલસને કરી હતી, તે પછી હાર્મોટિમસ નામના એક પ્રસિદ્ધ ભવિષ્યવેત્તાના રૂપમાં જન્મ્યા હતા અને તે પછીના બીજા જન્મમાં કૂકડાની યોનિમાં જન્મ્યા હતા !!!
આ વાતમાં પૂર્ણ સત્ય છે કે નહિ તેની જાણ નથી પરંતુ પાયથાગોરસ જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક માટે આવી જ વાતો ગોઠવાઈ છે એથી જ અહીં તે જણાવવામાં આવેલ છે.
માત્ર ભારતીય દાર્શનિકો જ જન્મસ્મૃતિની વાતોમાં શ્રદ્ધા ધરાવે છે તેમ નથી કિન્તુ હવે તો ઘણાં અંગ્રેજો પણ આ વિષયમાં સ્પષ્ટ અનુભવ મેળવીને જાતિસ્મૃતિને માનતા થઈ ગયા છે. ઇંગ્લેન્ડનો નામાંકિત વિદ્વાન ઈમરસન કહે છે કે, “જીવન એક સીડી છે, ઉપર કોઈવાર આપણે ચઢીએ છીએ અને કોઈવાર નીચે ઊતરીએ છીએ.”
એરિસ્ટોટલે લખ્યું છે કે, “જીવન પોતાના માટે હંમેશ નવાં નવાં
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
વિજ્ઞાન અને ધર્મ