________________
પહેલાં જ મૃત્યુ પામેલા ડ્રાઈવર વફાતની બાબતમાં પણ ઝીણી પૂછપરછ કરી. (-જનશક્તિ દૈનિક).
આવા તો અનેકાનેક પ્રસંગો ભારતમાં અને ભારતની બહાર બની ચૂક્યા છે, કેટલાંકની નોંધ લેવામાં આવી છે, કેટલાંક વણનોંધ્યા વિસ્મૃતિના ગર્ભમાં ચાલ્યા ગયા છે. શાન્તાદેવી:
(૫) વશીકરણથી પૂર્વજન્મની સિદ્ધિના પ્રકરણમાં શાન્તાદેવીના જાતિસ્મરણની વાતનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એશિયાખંડમાં આ કિસ્સો સૌથી વધુ જાણીતો થયો છે. એમ કહેવામાં આવે તો તે અનુચિત નહિ ગણાય. આ કિસ્સાની સત્યાસત્યતા માટે અનેક ખ્યાતનામ વ્યક્તિઓએ ચકાસણી પણ કરી છે. દિલ્હીના નામાંકિત પંદર માણસોએ આ કિસ્સા પાછળ ભારે શ્રમ વેઠીને તેની પુરી તપાસ કરી હતી. ત્યારબાદ તેમાંથી લાલા દેશબંધુ (મેનેજિંગ ડિરેક્ટર ‘તેજ') પંડિત નેકીરામજી શર્મા તથા બાબુ તારાચંદજી વકીલ-એમ ત્રણ માણસોની કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીએ એક અહેવાલ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો હતો.
તેમાં જણાવ્યા મુજબ શાન્તાદેવી ચાર વર્ષ સુધી તો લગભગ મૂંગી જ હતી. ત્યારપછી તે જે કાંઈ બોલતી તેમાં પૂર્વજન્મની ઘટનાઓ જ કહેવા લાગી. જેમકે : ‘આવી મીઠાઈ હું મથુરામાં ખાતી, આવાં કપડાં હું ત્યાં પહેરતી, હું ચોબણ હતી. મારા પતિ એક બજાજ હતા. ઈત્યાદિ.”
શાન્તાદેવીએ આવી ઘણી વાતો કરી. છેવટે તેણે મથુરા જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, “મારા પિતાનું નામ કેદારનાથ ચોબે છે.” તેણે તેમના મકાનનું ઠેકાણું બતાવ્યું. એ ઠેકાણે શાન્તાદેવીના કહેવા મુજબ તેના પતિ કેદારનાથને પત્ર લખવામાં આવ્યો. આશ્ચર્યની વાત છે કે થોડા જ દિવસમાં પં. કેદારનાથનો ઉત્તર આવ્યો. એમાં જણાવ્યું હતું કે, શાન્તાદેવીની વાતો સાચી છે. હાલ તો મારા ભાઈ કાંજીમલ દિલ્હીમાં છે. તેમને શાન્તાદેવીનો મેળાપ કરાવો.”
ત્યારબાદ કાંજીમલની સાથે તેનો મેળાપ કરાવ્યો. એને જોતાં જ શાન્તાદેવીએ તેમને ઓળખી લીધા. અને કહ્યું કે, “તમે મારા દિયર છો.” ત્યારપછી કાંમલે કેટલાંક પ્રશ્નો પૂછ્યા, જેના શાન્તાદેવીએ બરોબર જવાબ આપ્યા.
પછી તો તેના ભૂતપૂર્વ જન્મના પતિ કેદારનાથ પણ આવ્યા. સાથે તેમનો દસ વર્ષનો પુત્ર હતો. દીકરાને શાન્તાદેવી પ્રેમભરી આંખે જોઈ રહી. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કેદારનાથે પૂછેલા તમામ પ્રશ્નોના સાચા ઉત્તર મળ્યા. અશ્રુભરી આંખે તેમણે કહ્યું કે “મારી ખાતરી થઈ છે કે આ મારી પૂર્વજન્મની પત્ની જ છે.” શાન્તાદેવીએ પુત્રને ઝડપથી રમકડાં લાવી આપ્યાં. શાન્તાદેવીએ મથુરા જવાની તીવ્ર ઈચ્છા દર્શાવી.
જો મને મથુરા લઈ જવામાં આવે તો, હું મારા પતિનું મકાન ઓળખી કાઢું.” તેમ તેણે કહ્યું. પછી પોતાના મકાનનું, વિશ્રામઘાટનું, દ્વારકાધીશના મંદિરનું, રસ્તાઓ અને ગલીઓનું આબાદ વર્ણન કર્યું. જાણે કે તે ત્યાં વસેલી હોય. પોતાના મકાનમાં રૂપિયા દાટેલા છે એમ પણ કહ્યું.
શાન્તાદેવી તેના માતા-પિતા અને પ્રતિષ્ઠિત ગૃહસ્થો સાથે મથુરા જવા રવાના થયાં. ટ્રેનમાં બેઠા પછી શાંતાદેવી અસાધારણ પ્રસન્ન દેખાવા લાગી. મથુરા નજીક આવતાં તેના આનંદનો પાર ન રહ્યો. તે બોલ્યાં કે “જો ગાડી ૧૧ વાગે મથુરા પહોંચશે તો દ્વારકાધીશના મંદિરના પટ બંધ થઈ જશે.” પટ બંધ થઈ જવા એ મથુરાની ખાસ ભાષા છે. સ્ટેશન આવતાં એના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. ટ્રેન પ્લેટફોર્મ પાસે આવી કે તે બોલી ઊઠી, “મથુરા આવ્યું.”
પૂર્વજન્મની જેને ખબર છે એવી શાન્તાદેવી મથુરા આવે છે.” એ સાંભળી સ્ટેશન પર ઊતરી. અનેક માણસો આવ્યા હતા એ ભીડમાંથી એણે એ ક વૃદ્ધને ઓળખી કાઢચી અને શ્રદ્ધાપૂર્વક તેના ચરણને સ્પર્શ કર્યો. શાંતાદેવીએ કહ્યું કે, “આ મારા જેઠ છે.” એ વૃદ્ધ પૂર્વજન્મનો જેઠ જ હતો. ભાડૂતી ટાંગામાં સૌથી આગળ શાંતાદેવી દેશબન્યુની સાથે બેઠી. ટાંગાવાળાને કહી દેવામાં આવ્યું કે, “શાંતાદેવી કહે તે રસ્તે ટાંગો
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ પુનર્જન્મવાદ
વિજ્ઞાન અને ધર્મ