________________
ખુરશી ઉપર બેસી ગયો. ફાતીમાના પિતાને ‘અબ્બાજાન અબ્બાજાન' કહી સંબોધવા લાગ્યો.
ફાતીમાં પાન બનાવવા લાગી ત્યારે તેણે પણ કહ્યું, “મારે પાન ખાવું છે, મારું પાન બનાવતાં તો આવડે જ છે ને ?”
ફાતીમાં આશ્ચર્ય વદને એ છોકરા સામે જોઈ રહી. એને એ વાતની યાદ હતી કે તેનો પતિ ફારુક પાંચ વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યો હતો, અને આ બાળક પણ પાંચ વર્ષનું હતું.
આ વાતો જાણતાં જ પાડોશીઓ ભેગા થઈ ગયા. પછી તે છોકરાએ પૂર્વજન્મના સંબંધની અનેક વાતો કરી. એમાંની કેટલીક તો એવી પણ વાતો હતી, જે માત્ર ફાતીમાં અને તેના પતિ ફારુક જ જાણતા હોય.
તે છોકરાએ બદાને કહ્યું કે, “મેં પાકિસ્તાનમાં વસતા મારા ભાઈને છ હજાર રૂપિયા મોકલ્યા હતા. ત્રણ હજાર રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. મારા ભાઈ લાહોરમાં વેપાર કરે છે. મારો વિચાર પણ ત્યાં જ જવાનો હતો. એ વિચાર મેં કોઈને જણાવ્યો ન હતો. આજે જ તમને જણાવું છું. મારા ભાઈનું નામ ઉમરઆદિલ છે. મારા સસરાને ત્યાં બંદૂકની ચોરી થઈ હતી.”
આ બધું સાંભળીને બધા ચકિત થઈ ગયા કેમકે આ બધી વાત તદ્દન સાચી હતી. ફાતીમા કહે છે, “પુનર્જન્મમાં હું માનતી નથી પણ જયારે મારી આંખ સામે હું આ બધું જોઈ રહી છું ત્યારે હું હવે તેનો ઈન્કાર કરી શકતી નથી.” શેઠ કૃષ્ણગોપાલ
(૪) બરેલીના કાયસ્થ સજજન શ્રી દામીલાલ સકસેનાને ત્યાં સુનીલ નામનો ચાર વર્ષનો એમનો પુત્ર હતો. ચાર વર્ષે પણ બોલતાં ન શીખ્યો એટલે માતાપિતા તેને બહેરો અને મૂંગો સમજવા લાગ્યા.
એકવાર પિતાએ સુનીલને કોઈ કામ સોંપ્યું. તેણે તરત કહ્યું, “મારા નોકરને બોલાવો, હું કામ નહિ કરું.”
સુનીલને એકાએક આ રીતે બોલતો સાંભળીને સહુ આશ્ચર્ય સાથે આનંદ પામી ગયાં, પણ સાથે એ વિશેષ કુતુહલ પણ થયું કે ઘરમાં રહાણેકશાહકાર હાઇaણ શાહ શirશાક શીક્ષણદિશા દશરણાશા શાણા શાશie-શાહiણ શાહiફ થાકશાહી: ગણિીકા જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
એકપણ નોકર ન હોવા છતાં સુનીલે નોકરની શી વાત કરી? - જ્યારે તેણે પોતાની વાત કરી ત્યારે પણ તેણે જણાવ્યું કે “હું મારી પોતાની નિશાળમાં જ ભણીશ.” પિતાએ ગુસ્સામાં કહ્યું “તારા બાપની નિશાળ ક્યાં છે? હું તો ગરીબ છું અને સાધારણ નોકરી કરું છું.”
સુનીલ તરત બોલ્યો, “તમારી નિશાળ ન હોય તો કાંઈ નહિ, પણ મારી પોતાની નિશાળ બદાયુમાં છે, હું સુનીલ નથી પણ બદાયુના જાણીતા ધનવાન શેઠ શ્રી કૃષ્ણગોપાલ છું. મારી બે નિશાળો અને શ્રીકૃષ્ણ ઈન્ટર કોલેજ છે, ત્યાં પ્રિન્સિપાલ ડો. પાઠક છે.”
આ બધી વાત સાંભળીને તેના પિતા ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સ્વજન-સંબંધીઓને બોલાવ્યા. ગામનો કેટલોક અધિકારી વર્ગ પણ બોલાવ્યો. તેમની સમક્ષ સુનીલે ફરી બધી વાત કરી.
ત્યારબાદ બે-ત્રણ લબ્ધપ્રતિષ્ઠ ગૃહસ્થોની સાથે સુનીલને બદાયુ લઈ જવાબામાં આવ્યો.
કોલેજ પાસે આવતાં જ સુનીલ અંદર દોડી ગયો અને પ્રિન્સિપાલની ખુરશી ઉપર પાઠકને બદલે બીજા કોઈને જોતાં જ તે હેબતાઈ ગયો. તેણે કહ્યું, “આ પ્રિન્સિપાલ નથી.”
સુનીલના પિતાએ તે ભાઈને પૂછ્યું કે, “શ્રી પાઠક ક્યાં છે ?'
ત્યારે તે નવા પ્રિન્સિપાલે કહ્યું કે, હું તો બે વર્ષથી જ અહીં નિયુક્ત થયો છું. મારી પહેલાં પ્રિન્સિપાલ પાઠક હતા. તેમણે આ કોલેજમાં ૩૧ વર્ષ સુધી કામ કર્યું હતું. આ કોલેજના સ્થાપક શેઠ શ્રી કૃષ્ણગોપાલ યુવાનીમાં જ હાર્ટફેઈલ થયા હતા. તેઓ સંતાનહીન હોવાથી તેમના પત્નીએ એક છોકરો દત્તક લીધો છે, જે બધો વહીવટ સંભાળે છે.
ત્યારપછી બાળકને પહેલાંના પ્રિન્સિપાલના ઘેર લઈ જવામાં આવ્યો, પ્રિન્સિપાલને જોતાં જ સુનીલ તેમને વળગી પડ્યો. પછી કોલેજની વ્યવસ્થા અને ફેરબદલીની બાબતમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી. બાળકના મોઢેથી આ બધી વાતો સાંભળીને લોકો દંગ થઈ ગયા.
પછી બાળકને તેની પૂર્વજન્મની પત્ની પાસે લઈ જવામાં આવ્યો. ત્યાં બાળકે પત્ની, સગાંઓ અને નોકરોને ઓળખી કાઢ્યા. બે વર્ષ 參麼事奉參象多參奏參參參參參參參參事多事象中參參參參參參參參參參參參參等中 ૮૨
વિજ્ઞાન અને ધર્મ