________________
છે. આ છોકરો જન્મ્યો ત્યારે તેના માબાપે તેનું નામ મલીક રાખેલું. છોકરાના જન્મ પછી ત્રીજા દિવસે તેની માતાને સ્વમ આવ્યું. સ્વપ્રમાં આ નવજાત બાળક, માતાને પોતાનું નામ મલીક રાખવાને બદલે નેસીપ એવું નામ રાખવાની કાકલૂદી કરતું જણાયું. પણ આ માબાપે તો નામ બદલીને મલીકને બદલે નકાટી રાખ્યું. કેમકે નસીપ નામ તેમના નજીકના સગામાં બીજા છોકરાનું હતું. આરબ લોકોમાં એવો વહેમ છે કે સગામાં કોઈનું નામ હોય તે જ નામ નવજાત બાળકનું રાખીએ તો તે નામ અપશુકનિયાળ ગણાય.
નેકાટી જેવો બોલતાં શીખ્યો કે તરત જ એણે પોતાના આગલા જન્મની વાત કરવા માંડી. તેણે કહ્યું કે, “આગલા ભવમાં મારું નામ નેસીપ બુડાક હતું. હું મરસીનમાં રહેતો હતો. ત્યાં મારું ખૂન થઈ ગયું હતું.”
નેકાટી ઉંમરમાં જરા વધારે થયો એટલે એ આગલા જન્મની વધુ વિગતો આપવા લાગ્યો. તેણે કહ્યું કે, “હું મારા આગલા જન્મમાં પરણેલો હતો અને મારાં બાળકો પણ હતાં. મારી પત્નીનું નામ ઝેહરા હતું. મારો દીકરો નાજાત મને બહુ વહાલો હતો. હું એને મારા ખભા ઉપર બેસાડીને બહાર ફરવા લઈ જતો. મારું ખૂન એહમદ રેન્કલીએ કર્યું હતું. તેણે મને તેના ઘરમાં ચા તૈયાર કરીને લઈ આવવાનું કહેલું, પણ હું ન લઈ આવ્યો એ કારણે અમારે ઝઘડો થયો, એમાં એણે મારું ખૂન કરી નાખ્યું. અહેમદે મને દાતરડું મારેલું. તેનાથી તેણે મારા માથાની પાછળ, મોં ઉપર, આંખ પાસે, છાતીમાં અને પેટ ઉપર ઘા કર્યા હતા.'
પોતે ખૂનનો ભોગ બનેલો નેસીપ બુડાક છે તેવું જાણ્યા પછી હવે નેકાટીને બધા નેસીપ કહીને જ બોલાવે છે. અને જ્યારે એને માર્યા ગયેલા નેસીપ બુડાકના ઘેર લઈ જવામાં આવ્યો ત્યારે તેણે તરત જ પોતાની પત્ની ઝેહરાને અને પોતાના બાળકોને ઓળખી કાઢ્યાં. તેમના સાચાં નામ પણ કહી આપ્યાં. સૌથી નાની છોકરીનું નામ તે ના કહી શક્યો કેમ કે તેનો જન્મ નેસીપના ખૂન પછી થયો હતો.
તેણે ઝેહરા સાથે એકવાર થયેલા ઝઘડાની વાત પણ કરી અને કહ્યું
કે, ‘તે વખતે ગુસ્સામાં મારી પત્ની ઝેહરાના પગ ઉપર છરી મારી હતી.' તપાસ કરતાં જણાયું કે ઝેહરાના પગ ઉપર છરીના ઘાનું લાંબું નિશાન હતું. તેણે કહ્યું કે, “જે દહાડે મારું ખૂન થયું તે દિવસે ખૂબ વરસાદ વરસતો હતો, નેસીપ બુડાકની વિધવા પત્ની ઝેહરાએ કહ્યું કે, તે વાત તદ્દન સાચી છે.''
જાતિસ્મૃતિના કિસ્સાઓ મુસ્લિમ કોમમાં બને એ વળી જાતિસ્મૃતિની વાતોની સત્યતાનો વધુ સબળ પુરાવો કહી શકાય, કેમકે મુસ્લિમો પુર્નજન્મના તત્ત્વજ્ઞાનમાં માનતા જ નથી. અને તેવા પ્રદેશમાં મુસ્લિમ બાળકો જાતિસ્મૃતિનો દાવો કરે તો એ સાચે જ જાતિસ્મૃતિ માટે ખૂબ મહત્ત્વનો પુરાવો કહી શકાય. બાળક કરીમઉલ્લાહ:
(૩) પુનર્જન્મને આબાદ સિદ્ધ કરી આપતી બીજી પણ એક ઘટના મુસ્લિમ કુટુંબમાં બની છે.
ભારતનું વિભાજન થયા પછીની આ વાત છે. ઉત્તરભારતના ‘બારેલા’ શહેરની આ ઘટના છે. શ્રી હસમતઅલી અન્સારી નામના એક શિક્ષક ઈકરામઅલી નામના એક જમીનદારને ત્યાં એમના બાળકને ભણાવવા જતા હતો.
એકવાર અસમતઅલી પોતાના પાંચ વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા, બાળકનું નામ હતું કરીમઉલ્લાહ. જમીનદારને ઘેર આવતાં જ છોકરો તો રાજી રાજી થઈ ગયો. એ સીધો જમીનદારના ઘરમાં પેસી ગયો, અને જાણે પોતાનું જ મકાન હોય તેવી રીતે ફરવા લાગ્યો. ત્યાં જ જમીનદારની વિધવા પુત્રી ફાતીમાને જોઈ. તરત જ તે દોડડ્યો અને તેણીનો હાથ પકડી લઈને બોલ્યો, “અરે, ફાતીમા ! તું તો મારી બીબી, છે. તું અહીં કેમ ચાલી આવી ?'
અજાણ્યા બાળકના મુખેથી પોતાનું નામ સાંભળીને જ ફાતીમાં તો સજજડ થઈ ગઈ. થોડીવારે કરીમઉલ્લાહ પૂર્વજન્મની વાતો કરવા લાગ્યો. કોઈને પણ સાથે લીધા વગર બધા ઓરડામાં તે ફરી વળ્યો. પૂર્વજન્મની પત્ની ફાતીમાના ઓરડામાં જઈને પોતાની રોજની બેસવાની
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ
૮૦
વિજ્ઞાન અને ધર્મ