________________
કાપાકાપી કે મારામારી કરે તો ય તરત મૃત્યુ પામી શકતા નથી. બીજામાં દુ:ખ વધતું જાય છે. સુખનું તો જાણે સ્વપ્ર પણ હોતું નથી. જયારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેઓ મૃત્યુ પામે, એ સિવાય તો મરણતોલ ફટકા પણ તેમના મૃત્યુને તાણી લાવવા અસમર્થ છે.
દેવગતિ ભૌતિક સુખોથી ભરપૂર જણાય છે તો નારકગતિ કારમાં દુઃખોથી જ ખદબદતી હોય છે. તિર્યંચગતિ નરી પરાધીનતાથી ભરપૂર છે. કૂતરા, બિલાડા, ગધેડા, સિંહ, સાપ, પક્ષીઓ, વનસ્પતિઓ વગેરે તિર્યંચગતિના જીવો કહેવાય. મનુષ્યજીવન પામીને ભયંકર હિંસા, જૂઠ, ચોરી વગેરે કરનારા નારકગતિમાં જાય છે, જ્યારે સત્કર્મ નહિ કરીને, માયા-પ્રપંચ વગેરે કરનારા તિર્યંચગતિમાં જઈને પરવશતાનાં કરુણ દુઃખો વેઠે છે.
મનુષ્ય, દેવ નારક અને તિર્યંચ એમ ચારગતિ આપણે અહીં વિચારી. હવે સિદ્ધિગતિનો વિચાર કરીએ.
માનવગતિમાં જ વિશિષ્ટ સત્કર્મ થઈ શકે છે. માનવગતિ મેળવીને જેઓ સંત બનીને સ્વ અને પરનું અનુપમ હિત કરે છે તે આત્માઓ પોતાની ઉપર ચોંટેલ કાર્મિક પરમાણુઓના તમામ જથ્થાને ઊખેડી નાંખે છે. આમ થતાં તદન શુદ્ધ બનેલો આત્મા સિદ્ધિગતિમાં ચાલ્યો જાય છે. આપણને જે ઊંચે આકાશ દેખાય છે. તે તો અનંત છે, છતાં તેના અમુક ટોચસ્થાને એ શુદ્ધાત્માઓ જાય છે અને ત્યાં પોતાના આત્માના સ્વરૂપના અનંત આનંદમાં અનંતકાળ માટે મસ્તાન રહે છે. ત્યાં એમને આપણી જેમ શરીર ધારણ કરીને ખાઈ-પીને, હરીફરીને સુખ ભોગવવાનું હોતું નથી. તેઓ તે શરીર વિના જ પોતાના સ્વરૂપના નિજાનંદનું સ્વચ્છ અવિનાશી અને અપરિમેય સુખ ભોગવે છે.
આ થઈ જૈનદર્શનની વાત. એની ઉપરથી એ વાત નક્કી થઈ જાય છે કે મનુષ્ય અને તિર્યંચ એ બે દેખાતી ગતિ છે પણ તે સિવાય નહિ દેખાતી દેવ, નારક અને સિદ્ધિગતિ પણ છેજ.
જિનાગમોની અંદર તો ન દેખાતી એવી ત્રણેય ગતિનાં વર્ણન ઠેર ઠેર આવે છે. એવું કોઈ ચરિત્ર નહિ હોય જ્યાં આ ગતિમાંની એકનું નામ જુલા શહiણ શાકાહાળી શાહ શાહis in a fine paintingst alisa sative impanisatisahisities ખેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો
૧૦૫
સુદ્ધાં નિર્દેશ્ય ન હોય. જગતમાં જે જીવો સત્કૃત્ય કરે છે તે દેવગતિમાં ગયેલા આત્માને ત્યાંનાં ભૌતિક સુખો એકવાર છોડવાં પડે છે અને તેને મનુષ્ય કે તિર્યંચગતિમાં જન્મ પામવો પડે છે. જ્યારે સિદ્ધિગતિમાં ગયેલો માનવાત્મા કદી પણ ત્યાંના આત્મસુખથી વિખૂટો પડતો નથી. એથી એને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકગતિ સ્વરૂપ સંસારમાં આવીને જન્મમરણ લેવા પડતા નથી.
વૈજ્ઞાનિકનું વિશ્વ મનુષ્યગતિને અને તિર્યંચગતિને હજી માનશે, કેમકે તે પ્રત્યક્ષ છે. પરંતુ દેવ, નારક કે સિદ્ધિગતિ દેખાતી ન હોવાથી તેને માનવા તૈયાર નહિ થાય. જે ગતિની વાતો જિનદર્શનને પામેલું બાળક સહજમાં અને સહજભાવે કરી શકે છે તે વાતોને સાંભળતાં આજનાં ભેજાબાજ વૈજ્ઞાનિકોને પણ તમ્મર આવે છે.
પણ શું આ બધી ગતિઓ સિદ્ધ થાય ખરી?” આનો ઉત્તર એ છે કે ‘હા જરૂર.’ પણ આ બધું પ્રત્યક્ષથી જ સિદ્ધ થવું જોઈએ અને તે પણ બધાયને જ થવું જોઈએ એવો આગ્રહ રાખવો તે ખોટું છે. જગતમાં પણ બધાને બધું જ પ્રત્યક્ષથી સિદ્ધ થતું નથી, છતાં જો કોઈ વિશ્વાસપાત્ર પુરુષને એક વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે તો તેવા પુરુષના વચન ઉપરના વિશ્વાસને લીધે બીજાઓ પણ તે વસ્તુ ન જોવા છતાં અવશ્ય માની લે છે, આ જ તર્ક અહીં પણ લગાવવામાં આવે તો દેવગતિની સિદ્ધિ ખૂબજ સુલભ છે. દેવલોક (પ્રેતલોકમાંથી આવેલા દેવાત્માઓને ઘણાંઓએ જોયા છે, સાંભળ્યા છે. હવે જો એમની વાત ઉપર આપણને વિશ્વાસ બેસી જાય તો આપણે પણ દેવલોકના એ દેવાત્માઓનું અસ્તિત્ત્વ સ્વીકારી જ લેવું જોઈએ.
હવે બાકી રહી છે ગતિ. નારકગતિ અને સિદ્ધિગતિ. આ બેય ગતિને અહીંના કોઈપણ માનવે બેશક જોઈ નથી, પરંતુ તે બેય માટે સચોટ અનુમાનો તો છે જ. અનુમાન પણ પ્રત્યક્ષપ્રમાણ જેવું જ પ્રમાણ છે. પહાડમાંથી ધુમાડો નીકળતો જોઈને ન દેખાતા અગ્નિનું અનુમાન આપણે નથી કરતા શું ? શું તે ખોટું કહેવાય છે ? નહિ જ. દાદાના દાદા આંખેથી ન દેખાવા છતાં અનુમાનથી જ તેમને સ્વીકારીએ છીએ ને ? કલાકના હજાર માઈલની ગતિએ ધરતીને ફરતી માનનારાઓએ અનુમાન
૧૦૬
વિજ્ઞાન અને ધર્મ