________________
યુગોમાં ધાર્મિક પુસ્તકોમાં આત્માની અમરતાને સમર્થન આપવામાં આવ્યું છે. પુનર્જન્મ તો ઘણાં ધર્મોનો પાયાનો સિદ્ધાન્ત બન્યો છે. કેમકે પુનર્જન્મ છે માટે જ વર્તમાન ટૂંકા જીવનના ક્ષણિક ભૌતિક સુખોની ચિંતા પડતી મૂકીને જ્યાં જવાનું છે તેવી આત્માની અનંતયાત્રાના અગણિત જીવનોના સુખની કાળજી કરવાનું દરેક ધર્મના પાયામાં તત્ત્વ પડેલું છે. બેશક, વિજ્ઞાન હજી આ તત્ત્વનો તાગ પામી શક્યું નથી, છતાં એટલી તો જરૂર આનંદની બીના છે કે એ વિજ્ઞાન પણ હવે પુનર્જન્મની અને આત્માની અમરતાની સામે બંડ પુકારવાને બદલે એ વાતોનો વિચાર કરવામાં ગરકાવ તો બની ગયું છે.
અહીં એવી કેટલીક તદ્દન સાચી ઘટનાઓ રજૂ કરવામાં આવે છે કે જે આત્માની અમરતા તથા પુનર્જન્મના સિદ્ધાન્તને વૈજ્ઞાનિક કસોટી પર ચઢાવવામાં ઘણી સહાયક નીવડી શકે તેમ છે. આબીદ કે ઈસ્માઈલ?
(૧) આ પહેલી ઘટના ઈસ્તંબુલ (તુર્કી) માં બનેલી છે. ત્યાંના આત્મવિદ્યા તથા વૈજ્ઞાનિક સંશોધન પરિષદના અધ્યક્ષે પોતે આ ઘટનામાં ઊંડી તપાસ કરીને કહ્યું કે, “નિશ્ચિત આ આત્માના શરીરમાંતરની (અન્ય શરીરની) ઘટના છે .” આ ઘટનાનો અહેવાલ અધ્યાત્મ કે વિજ્ઞાનવેત્તાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજૂ કરવામાં આવનાર હતો.
ઈસ્તંબુલમાં એક છોકરો છે. એનું નામ ઈસ્માઈલ આતલિંકલિક. તુર્કીના મનોવૈજ્ઞાનિકોનો મત એ છે કે આ છોકરામાં છ વર્ષ પૂર્વે, દક્ષિણપૂર્વ તુર્કીના ‘અદના' નામના ગામમાં માર્યા ગયેલા એક માણસનો આત્મા વસે છે. છેલ્લા ઘણાં મહિનાઓથી મનોવૈજ્ઞાનિકો તથા અધ્યાત્મ-વેત્તાઓ એની તપાસ કરી રહ્યા છે.
જે માણસની હત્યા કરવામાં આવી હતી તેનું નામ ‘આબિદ સુજુલયસ.” તે પોતાની પાછળ ત્રણ બાળકોને મૂકી ગયો હતો. ગુલશરા, જેકી અને હિકમત, ચાર વર્ષનો ઈસ્માઈલ ક્યારેક ક્યારેક પોતાનાં એ બાળકોને જોવા વ્યાકુળ થઈ ઉઠે છે ત્યારે એમનાં નામ લઈ મોટેથી એમને બોલાવે છે. ઘણીખરી વાર તો એ સૂતો હોય ને સફાળો બેઠો થાય છે અને 中中中中中中车、中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中 જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૭૫
બૂમ પાડે છે, ‘ગુલશરા ! મારી દીકરી ! તું ક્યાં છે ?”
એક દિવસ ઈસ્માઈલના પિતા મહમૂદ આલિકલિકે એક વિચચિત્ર દેશ્ય જોયું. એમનાં ઘર આગળથી કોઈક રેકડીવાળો આઈસ્ક્રીમ વેચતો જઈ રહ્યો હતો. નાના ઈસ્માઈલે એને બૂમ પાડીને કહ્યું, “મહમૂદ, આ શું કરે છે? પહેલાં તો તું શાકભાજી વેચતો હતો ને ?”
એ ઈસ્માઈલનો અવાજ અને એના શબ્દો સાંભળીને રેંકડીવાળો તો સજજડ થઈ ગયો. એનું નામ સાચે જ મહમૂદ હતું. તે બાળકને પૂછવા લાગ્યો. ‘રે ! તને શી રીતે ખબર પડી કે હું પહેલાં શાકભાજી વેચતો હતો?”
ઈસ્માઈલે કહ્યું, ‘ભાઈ, હું આબિદ છું. મને ભૂલી ગયો કે ? તું મારી પાસેથી તો શાકભાજી ખરીદતો હતો ને !”
રેંકડીવાળો તો આ સાંભળીને હેબતાઈ ગયો. જેમ તેમ કરીને પોતાની ઉપર કાબુ મેળવીને તેણે કહ્યું, “મને યાદ છે ત્યાં સુધી તો આબિદની હત્યા થયે છ વર્ષ થવા આવ્યાં !''પછી ઈસ્માઈલના પિતાએ પોતાના છોકરાની બધી વાત રેંકડીવાળાને કહી ત્યારે તેને જરા હોશ આવ્યા. હવે તે રોજ ઈસ્માઈલને આઈસ્ક્રીમની પ્લેટ મફત ખવડાવે છે.
આબિદ સુજુલયુસ અદના શહેરમાં રહેતો હતો. એક દિવસ તેને, તેની પત્નીને અને બે બાળકોને એક સાથે મારી નાખવામાં આવ્યાં હતાં. ઈસ્માઈલે એક દિવસ કહ્યું હતું, “મારાં ત્રણ બાળકો ગુલશરા, જેકી અને હિકમત હજી જીવતાં છે અને મારા ઘરમાં રહે છે. મારી પહેલી બેબી હાતિ એમની સંભાળ લે છે.”
આ વાતો સાંભળ્યા પછી એક દિવસ એક અખબારનો પ્રતિનિધિ ઈસ્માઈલને અદના લઈ ગયો. ત્યાં આબિદના ઘરમાં પહોંચતાં જ ઈસ્માઈલ અધીરો થઈ ગયો અને બૂમ પાડવા લાગ્યો. ગુલશરાએ બારણા પાસે તેને આવકાર્યો. એને જોતાં જ ઈસ્માઈલ અતિ સ્વાભાવિકતાથી બોલ્યો, “મારી બેટી ગુલશરા.”
પછી રસોડામાં રાંધતી એક વૃદ્ધ સ્ત્રી પાસે તે દોડતો ગયો. અને એના ગાલને ચૂમીને પત્રકાર તરફ ફરીને તે બોલ્યો, “આ મારી પહેલી બીબી છે, હાતિસ !” ઝાદી શિiઈ ની aણ શatiઈ ગાઈ થી dabi singing sign ગાઈiઈ ગgiા શgaઈ શi [ii Saછી થangine Digin ગીBill gifથી ૭૬
વિજ્ઞાન અને ધર્મ