________________
આધારે હું કહી શકું છું કે, “મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી પરંતુ વધુ મોટા વિસ્તારની ઉપલબ્ધિ છે, મૃત્યુ તો માત્ર બે જીવન વચ્ચેની સીમારેખા
જાણીતા માનસશાસ્ત્રી ડો. કેનેથ વોકર કહે છે કે, “પ્રાણી ફરી ફરી જન્મે છે. પુનર્જન્મનો અસ્વીકાર નહિ કરી શકાય, પણ મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચે જે તૂટેલી કડી છે. તેનું રહસ્ય જ્યાં સુધી વૈજ્ઞાનિકો નહીં પામી શકે ત્યાં સુધી પુનર્જન્મના બધાં પાસાં સ્પષ્ટ નહિ થાય.”
એક પ્રશ્ન પૂર્વે કરવામાં આવ્યો હતો કે વશીકરણથી બધાના પુનર્જન્મોની સ્મૃતિ તાજી કરાવી શકાય કે નહિ? એવા જ પ્રકારનો અહીં પણ પ્રશ્ન થઈ શકે કે જો માણસ ફરી ફરીને જન્મે છે તો એ દરેક માણસને પોતાનું પાછલું જીવન કેમ યાદ આવતું નથી ? આ પ્રશ્નનું તર્કશુદ્ધ સમાધાન તો જૈનગામોમાં આપેલું જ છે, પણ તેનો નિર્દેશ કરવા પૂર્વે અર્વાચીન સમયમાં સર્વોત્તમ ! માનસશાસ્ત્રી ગણાતા ફ્રોઈડ શું કહે છે તે જોઈએ. તેઓ કહે છે કે, “જન્મ સમયની વ્યથા અને મંત્રણા એટલી બધી તીવ્ર હોય છે કે એને કારણે માનસપટ હંમેશને માટે શુન્ય થઈ જાય છે. જન્મવેળાની આ વેદના માનસશાસ્ત્રીય વિશ્લેષણમાં ઘણીવાર ઉપર આવે છે. આ જ રીતે યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં થતો પ્રવેશ પણ અતિ કપરો હોય છે. કેટલાંક એવા આઘાત-પ્રત્યાઘાતો આવે છે, જેના કારણે પહેલાંની ઘણી વાતો સ્મૃતિમાંથી સરી પડે છે.”
ડો. ફ્રોઈડનું કહેવું છે કે જન્મવેળાએ બાળકનું મગજ કીડાપતંગિયા જેવું હોય છે. એ વખતે બાળક માત્ર શારીરિક કાર્યો જ કરી શકે છે, દા.ત., શ્વાસ લેવો, ગળી જવું, ચુસવું વગેરે. વિચારો અને સ્મૃતિઓ તો ત્યારે એની શક્તિની બહાર જ હોય છે.”
પરંતુ ડો. વોફર તો, ફોઈડના આ વિધાનને સંમત થતાં નથી. તેમનું કહેવું છે કે, “ચયન કરવું એ પ્રકૃતિનો સનાતન ગુણ છે. એટલે એ માત્ર આવશ્યક એટલી જ અનુભૂતિઓ અને સાધન-સામગ્રીને રહેવા દઈને બાકીનાનો નાશ (તિરોભાવ) કરે છે.'
આમ બે પરસ્પર વિરોધી વિધાનો આ માનસશાસ્ત્રીઓ કરે છે, ગમે
તેમ હોય, પણ આ વિધાનોમાંથી એટલું તો જરૂર નિશ્ચિત થાય છે કે શરીરની સાથે સાથે આત્મા નાશ પામતો નથી. એ અમર છે અને પોતાનું શરીર બદલતો રહે છે.
જૈન-દાર્શનિકો આ વિષયમાં મુખ્યત્વે પૂર્વે કહ્યા મુજબ ભૂતપૂર્વ સ્મૃતિસ્વરૂપ મતિજ્ઞાનને ઢાંકતું કર્મના રજકણોના પળને કારણ કહે છે. કોઈપણ કારણે જેનું એ આવરણ ખસે તેને ભૂતપૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે, બીજાને થતી નથી. આ મુખ્ય કારણની સાતે ગૌણરૂપ ભૂતપૂર્વ સમયની અને વર્તમાન જન્મ સમયની વેદનાઓ, વગેરે પણ કારણરૂપ બનતાં હોય તો તે સંભવિત છે.
વળી પાતંજલ યોગદર્શનમાં તો કહ્યું છે કે જીવને જે લોભદશા છે એજ એને ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ થવામાં બાધક બને છે, સાપેક્ષ રીતે | વિચાર કરતાં આ વાત મગજમાં બરોબર બેસી જાય છે. સામાન્ય રીતે ખાવાની, ભયની કે ભોગની વાસના કરતાં પણ ઘણાં વધુ પ્રમાણમાં જીવને ભેગું કરવાની મૂર્છા હોય છે. આ મૂચ્છનું આત્મા ઉપર એવું પ્રગાઢ થર જામેલું હોય છે કે તેથી પણ તેને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. વિશ્વમાં પણ એવું જોવા મળે છે કે જેઓ આત્માના સંબંધમાં વિશિષ્ટ ચિંતક બન્યા અને આધ્યાત્મિક-જ્ઞાનનો અણમોલ વારસો વિશ્વને આપ્યો તે આત્માઓની ખાવાની, ભયની, ભોગની કે ધનાદિની મૂર્છાની લાગણીઓ ખૂબજ મંદ પ્રમાણમાં નહિતવતુ હતી. આથી જ તેમની શક્તિઓ એ તુચ્છ લાગણીઓ પાછળ બરબાદ ન થઈ અને તેમણે આત્મસન્મુખ પ્રાપ્ત કરીને નવો વળાંક પામીને નિગૂઢજ્ઞાનની પ્રાપ્તિ કરી.
આ જ કારણ જૈનદાર્શનિકો રાગાદિની અલ્પતામાં જ્ઞાનની વાસ્તવિકતા કહે છે, રાગાદિની અધિકતામાં કહેવાતા પ્રાપ્તજ્ઞાનને મારક જણાવે છે.
ટૂંકમાં, ધનાદિની મૂનો ભાવ પણ આત્માને ભૂતપૂર્વસ્મૃતિ-જ્ઞાન થવા દેતું નથી, એ હકીકતમાં ઠાંસીને સાપેક્ષ સત્ય ભર્યું છે.*
આમ માત્ર જૈનાગામોમાં નહિ કિન્તુ લગભગ બધા જ દેશો અને * ૩પરિપ્રપ્રતિષ્ઠા પૂર્વનન્મથનાW{Uામ્ –પાતંજલ યોગદર્શન,
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૭૪.
વિજ્ઞાન અને ધર્મ