________________
૭. જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
સારી સ્મરણશક્તિ એ તો માનવીની મહામૂલી મૂડી છે. પરંતુ જ્યારે આ સ્મરણશક્તિ પરભવની પુરાણી વાતોને પણ મગજમાં ભરી રાખતી જોવા મળતી હોય ત્યારે તો આત્માને ન માનનારાઓને માથું ખંજવાળવું પડે છે. એ વખતે એક પ્રશ્ન તેમના લમણે જોરથી વાગે છે કે શું આત્મા જેવી કોઈ વસ્તુ છે ખરી કે જે દેહથી ભિન્ન હોય અને દેહમાં રહેતી હોય? ક્યાંકથી આવતી હોય અને ક્યાંક જવાની હોય ! દેહનું મૃત્યું થવા છતાં એનું તો કદાપિ મૃત્યુ ન થતું હોય ? આ પૂર્વજન્મ અને પુનર્જન્મ શું ? એની સ્મૃતિ શું ? કોને સ્મૃતિ થાય ? જે અનુભવે તેને જ ને ? તો ત્યાં કોણે અનુભવ્યું ? શું તે અનુભવ કરનાર જ અહીં આ દેહમાં આવ્યો છે ? હા, તેમ તો માનવું જ પડે. નહિ તો અનુભવ કરનાર ન હોય એવાને એ સમયના અનુભવની સ્મૃતિ થાય જ નહિ. જે અનુભવે તે જ સ્મરણ કરે એવો નિયમ તો વિશ્વવ્યાપી છે. રમેશ કેરીના રસનો અનુભવ કરે અને અશ્વિનને એ જ કેરીના રસની સ્મૃતિ થાય એવું બને જ નહિ...
તો શું પૂર્વજન્મની સ્મૃતિની જે વાતો સાંભળવા મળે છે તેનાથી પૂર્વજન્મના દેહમાં રહીને અનુભવ કરનાર કોઈ એવો આત્મા છે કે જે ત્યાંના દેહમાંથી નીકળીને આ નવો જન્મ ધારણ કરે છે ? અને તેને પોતાના ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ થાય છે ?
પૌરસ્ય ધર્મોમાંના ચાર્વાક જેવા કોક દર્શનને બાદ કરતાં બાકીના બધા ધર્મો ઉપરોક્ત વાતમાં કોઈ આશ્ચર્ય દર્શાવતા નથી. એમણે તો આત્મા જેવો એક સ્વતંત્ર નિત્ય પદાર્થ માન્યો જ છે. એથી જ એમના મતે ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ થવામાં કશું જ નવાઈભર્યું ગણાતું નથી. જૈનદર્શનના કથાનુયોગમાં હજારોની સંખ્યામાં જે ચરિત્રકથાઓ છે તેમાં આવી જાતિસ્મરણની વાતો તો જ્યાં ને ત્યાં વેરાયેલી જોવા મળે છે. કેટલાંકને કોઈ મુનિનાં દર્શન થયા અને એવાં દર્શને પૂર્વેનું કશાકનું સ્મરણ થઈ આવ્યું અને તરત જ ભૂતપૂર્વ પ્રસંગવાળો જન્મારો પોતાની જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
કલાકા
ξε
સ્મૃતિમાં ખડો થઈ ગયો, કેટલાંકને વળી ભૂતપૂર્વ જીવનમાં દાટેલા ધનનું કોઈ કારણસર સ્મરણ થઈ આવ્યું અને એ ધન મેળવવા એના વર્તમાન જન્મમાં લોહી રેડ્યાં ! આમ સારી અને ખરાબ બેય પ્રકારની સ્મૃતિઓ થવાના પ્રસંગો જૈનકથાનુયોગમાં વણાયેલા છે.
જૈનદર્શન ઈશ્વરને જગત્કર્તા તરીકે માનતું નથી, પણ અત્યંત ઉપાસ્ય તત્ત્વ તરીકે જરૂર માને છે એટલે આવી સઘળી બાબતોની પાછળ ‘કર્મ’નું તત્ત્વજ્ઞાન રજૂ કરીને એવા ખુલાસા આપે છે. અહીં પણ કહેવું છે કે મતિજ્ઞાન નામનું (પાંચ પ્રકારના જ્ઞાન પૈકી) એક જ્ઞાન છે, જેની ઉપર કર્મના રજકણોનું પ્રગાઢ આવરણ આવી જતાં ભૂતપૂર્વ સ્મૃતિ વગેરે થઈ શકતાં નથી. પરંતુ જે આત્માને કોઈ નિમિત્ત વગેરેને પામીને એ કાર્મણ રજકણોનો અમુક જરૂરી પ્રમાણમાં હ્રાસ થઈ જાય છે ત્યારે આત્માને ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ અવશ્ય થાય છે.
ટૂંકમાં, કહેવાનું એટલું જ છે કે પૌરસ્ય દર્શનો અને તેમાં પણ જૈનદર્શન માટે ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાત જરાય આશ્ચર્યજનક નથી.
પરંતુ આધુનિક વૈજ્ઞાનિક માનસ આ વાતોને સાંભળતાં જ ચમકી ઊઠે છે. ‘અસંભવ’ કહી દેવા ઉતાવળું થઈ જાય છે, કેમકે વિજ્ઞાન એ ઘણું કરીને જડનું વિજ્ઞાન વિજ્ઞાન છે. એણે જડ પરમાણુ વગેરે સંબંધમાં કેટલુંક સંશોધન કરીને એ વિષયમાં જ કેટલીક કહેવાતી પ્રગતિ સાધી છે. વિજ્ઞાન એ તત્ત્વજ્ઞાન નથી, વિજ્ઞાન તો માત્ર જડનું એક વિષયનું-વિસ્મૃત કહી શકાય તેવું જ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનાં જડ અને ચેતનતત્ત્વનાં તમામ પાસાંઓને સાંભળતાં જ આજનો વૈજ્ઞાનિક મૂંઝાઈ જાય તે તદ્દન સહજ છે.
આવી મૂંઝવણમાંથી જ કેમ જાણે, આજના વૈજ્ઞાનિકોએ આ વિષયમાં પણ સંશોધન-કાર્ય આરંભ્યું છે.
કેવી નવાઈની વાત છે કે જે વસ્તુસ્થિતિને ભારતીય જૈન સંસ્કૃતિને પામેલું એક નાનકડું આઠ વર્ષનું બાળક તદ્દન સારી રીતે સમજી શક્યું છે, વાતવાતમાં એ હકીકતોને જણાવતું રહ્યું છે તે હકીકતને કબૂલતાં
મમતા કરતા કરતા ૭૦
જ શકાય વિજ્ઞાન અને ધર્મ