________________
સબ સમાનતાનો વાદ, વગેરે વગેરે શસ્ત્રો અત્યંત ઘાતકી પુરવાર થવાનાં
હિંદુ પ્રજા સાથે હજારો વર્ષોથી અવિભક્ત રહેલા જૈનધર્મ પાળતા હિંદુઓને હવે હિંદુ તરીકે મટાડી દેવાયા છે. વસતિપત્રકમાં ધર્મનું જ ખાનું મૂકીને, અને પ્રજાનું ખાનું ઉડાડી મૂકીને એક ભયાનક શસ્ત્ર ફેંકાઈ ગયું છે. આથી હિન્દુ એ પ્રજા હતી એને બદલે હિન્દુ એ ધર્મ બનશે, આમ વિશ્વની અત્યંત બળવાન ‘હિન્દુ' નામની પ્રજા શાબ્દિક ફેરફાર માત્રથી નાબૂદ થશે અને જૈન એ ધર્મ હતો તે હવે સમાજ ગણાશે, વિશ્વના તખ્ત ઉપરથી “જૈન” નામનો ધર્મ નાબૂદ થઈ જશે.
કેટલીક ભયાનક મુત્સદ્દીગીરી ! આવાં હજારો શસ્ત્રો સાથે હિન્દુ સંસ્કૃતિના નાશ દ્વારા હિંદુ પ્રજાનો નાશ કરવાનું ખૂનખાર યુદ્ધ આ પળે પણ ચાલી રહ્યું છે. હિંદુ પ્રજાજન પોતે જ પોતાને આ શસ્ત્રોથી મારી રહ્યો છે. કહો, આવું જગતદર્શન કેટલાયે કર્યું છે ? જો આટલી હદ સુધી વણસી ગયેલી સ્થિતિનો ખ્યાલ આવી જાય તો કોઈ પણ હિંદુપ્રજાજનને ખાવું પણ ભાવે ખરું ? ગળેથી કોળિયો ઊતરતાં ડચૂરો ન થાય શું ? રે નીંદ હરામ ન થઈ જાય શું?
એક બાજુએ આ બધાં શસ્ત્રોથી સંસ્કૃતિ અને પ્રજાજનોનો ખાતમો બોલાવાઈ રહ્યો છે તો બીજી બાજુએ આ દેશની ધરતીને સમૃદ્ધ બનાવાઈ રહી છે. એ જ ગોરી પ્રજા યંત્રોની ભેટ કરે છે, પોતાના ઈજનેરોની મફત સેવા આપીને પણ ઉદ્યોગો અને ઉદ્યોગનગરો બાંધી આપે છે. અઢળક નાણું આપે છે, વ્યાજ વગેરે બાબતોમાં વિપુલ સવલતો આપે છે. આ બધી સગવડો મળવાને કારણે દેશની ધરતી અવશ્ય આબાદ બનતી જતી જોવા પણ મળે છે, કેટલાય હજારો માઈલોના આસ્ફાલ્ટરોડ બંધાયા, હજારો એક જમીન ઉપર ઉદ્યોગો ધમધમી ઊઠ્યા, લાખો એકર જમીન ખેતીલાયક બની ગઈ, અઢળક પાણીથી ડેમ છલકાયા અને બારમાસી ખેતીની પેદાશ ચાલુ થઈ ગઈ.
અર્ધદગ્ધવિચારક, એકલો સ્કોલર કે યુનિવર્સિટીનું ભણાવેલું જ ભણી ગયેલો માણસ આ બધાયમાં આબાદીનાં જ દર્શન કરવાનો...હું પણ એમાં
આબાદીનાં જ દર્શન કરું છું. માત્ર ફરક એટલો જ પડે છે કે પેલો હિન્દુપ્રજાની આબાદી જુએ છે જ્યારે હું ગોરી પ્રજાની આબાદી જોઉં છું. આમાં મારું દર્શન સાચું છે એમ કહેવા માટે પૂર્વે રજૂ કરેલાં કારણો પૂરતાં છે. આપણી સંસ્કૃતિ અને પ્રજાનો જો વિનાશ જ બોલાવાઈ રહ્યો હોય તો આબાદ બનતી આ દેશની ધરતી, એ ગોરી પ્રજાની આબાદી માટે જ ગણવી ને?
આપણો સંપૂર્ણ વિનાશ થયા બાદ એ લોકોનાં ધાડાં અહીં ઊતરી પડશે અને તૈયાર એવા ભાણા ઉપર જમવા બેસી જશે.
જે આર્યના હૈયામાં આ વાત બરાબર ઠસી ગઈ હશે ‘કે દેશ કરતાં પ્રજા મહાન છે, સંસ્કૃતિની રક્ષા કાજે પ્રજાએ પોતાનું બલિદાન દેવું ઘટે અને પ્રજાની રક્ષા કાજે દેશને ખોઈ નાખવામાં કશું અજૂગતું ન ગણાય' તે આર્ય અવળી વહેતી ગંગાનું દર્શન કરતાં જ દિકૂઢ થઈ જશે. દેશને જીવતો રાખવા માટે પ્રજાના નાશ માટે સંસ્કૃતિનો વિનાશ ! જેના લોહીમાં આર્યત્વનો થોડો પણ ધબકાર હશે, જેને આર્ય દેશમાં જન્મ પામ્યાની ખુમારી હશે, એ આર્ય આ બધી વાતો જાણ્યા-સાંભળ્યા પછી નખ-શિખ સળગી ઊઠે તેમાં લેશ પણ નવાઈ પામવા જેવું નથી. એનું લોહી ઉકળી જાય કે એના અંતરમાં કોઈ ભાવાવેશભર્યા ઉકળાટ વ્યાપી જાય તેમાં કશું ય આશ્ચર્ય નથી. હા....જે સ્થિતિ સારી છે, એવી જ કદાચ એની પણ થાય.
આ તો આપણે જગદર્શન કર્યું, હવે જગત્પતિની ઓળખની વાત કરું.
વૈ.શુ. ૧૦મના દિવસે જેમની સાડાબાર વર્ષની ઘોર સાધના પૂર્ણ થઈ, એ દિવસે જ પરમકૃપાલુએ વિશ્વહિતકર શાસનની સ્થાપના કરી, આ સંસ્થાને સુંદર રીતે ચલાવવા માટેના કાયદા-કાનૂન સ્વરૂપ વિધિ, નિષેધાત્મક શાસ્ત્રો જેમણે શ્રી ગણધરભગવંતોના આત્મામાં ત્રિપદી પ્રદાન દ્વારા પ્રગટ કર્યો, એ શાસન નામની સંસ્થાના કાર્યવાહકો રૂપે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની જેમણે સ્થાપના કરી, સંસ્થાના યોગક્ષેમ માટે જરૂરી સાતક્ષેત્ર સંપત્તિની વ્યવસ્થા પણ જેમણે કરી આપી અને સર્વ જીવોને આ સંસ્થા દ્વારા મોક્ષ પામવાનો ધર્મ પણ જેમણે બતાડ્યો એ ત્રિલોકનાથ, તીર્થંકર પરમાત્મા મહાવીર પરમાત્માને હજી આપણે સહુ ઠીક ઠીક રીતે ઓળખી શક્યા છીએ