________________
માનવો આ જ સુધીમાં કપાઈ મર્યા છે. કોડીબંધ દેશોની પ્રાચીન પ્રજાનું નામનિશાન રહ્યું નથી. માનવવિહોણા એ દેશોની ધરતીને, શત્રુના દેખાવથી રહેલા પેલા બે મહામુત્સદી મિત્રોએ વહેંચી લીધી છે.
આવું જ કાંઈક હિન્દુસ્તાનની ધરતી ઉપર બની રહ્યું છે. હિન્દુઓની અત્યન્ત બલિષ્ઠ પ્રજાનું નિકંદન કાઢી નાંખવા માટે જ તદ્દન જૂઠા એવા કોમવાદને ઊભો કરવામાં આવ્યો છે. મુસ્લિમો સાથે યુદ્ધનાં નગારાં વગાડ્યાં છે, ખૂનખાર કાપાકાપીઓ ચાલી રહી છે.
દુનિયામાં પરસ્પરના શત્રુ તરીકે કે દેખાડતા રશિયા અને અમેરિકાના ધુરંધરોએ હિંદુ અને મુસ્લિમ બે ય પ્રજાને શસ્ત્રસજ્જ કર્યે જ રાખી છે. બસ...કાયમ સળગતું રહે અર્થતંત્ર, શત્રુતાને જિવાડતી રહે બે ય પ્રજા : કપાતાં રહે ધડ અને માથાં અને જોતાં રહે પેલાં બે દિલોજાન દોસ્ત તેમનો તમાશો ! અને અહીં કરોડોનું નિકંદન ! સરહદના સીમાડે જ હિન્દુ પ્રજાના નાશનાં યુદ્ધો ચાલે છે એવા ભ્રમમાં રખે કોઈ રહી જતા ! અરે ! આ વિનાશનું તો ઘરઘરમાં, વર્તન-વ્યવહારમાં, કપડાલત્તામાં, બોલવા-ચાલવામાં સર્વત્ર વાદળ છાઈ ગયું છે. સીમાડાનાં ઉઘાડા યુદ્ધમાં તો લાખ, દશ લાખ હિન્દુઓ મરી જાય, પણ આ છૂપા-સદા સળગતા યુદ્ધમાં તો કરોડોનો કચ્ચરઘાણ વળી જાય તેવું છે. એમાં ખૂબની વાત તો એ છે કે શત્રુનો એક બચ્ચો ન મરે, શત્રુને યુદ્ધના મેદાનમાં ઊતરવું ય ન પડે અને આ યુદ્ધ ખેલાઈ જાય. આપસમાં જ લોહિયાળ જંગ ખેલાય...અરે ! ભૂલ્યો. લોહી નીકળ્યા વગર જ સર્વનાશ થઈ જાય. સેંકડો વર્ષો સુધી જેણે હિન્દુસ્તાનની ધરતી ઉપર ડેરા-તંબુ નાખ્યા એ લોકો આ દેશની કયી બાબતથી અજાણ હોય ભલા ! એણે એ વાત બરોબર જાણી લીધી છે કે આ પ્રજાને ખતમ કરી દેવી હોય તો એની મહાબલિષ્ઠ સંસ્કૃતિને જ ખતમ કરી દેવી જોઈએ. જ્યાં સુધી સંસ્કૃતિનો પ્રાણ ધબકતો હશે ત્યાં સુધી આ દેશની ધરતી ઉપર આપણને કાયમી રાજ્ય કરવા દે એવી નિર્માલ્ય પ્રજા નથી. બસ....વિનાશનું મૂળ પકડી લીધું અને કા૨વાહી શરૂ કરી. વર્ણવ્યવસ્થાનાં મૂળિયાં હલબલાવી દેવા માટે અસ્પૃશ્યતાનું નિવારણ લાવી મૂક્યું, ઉદ્ધારના નામે નાશની તલવાર ચલાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોનાં આંતરજ્ઞાતીય આંતરજાતીય લગ્નોની
****************
રામ
હિમાયત જોરદાર રીતે કરીને બળવાન એવા આર્યબીજને બગાડ્યું, કોહાવ્યું, બાળ્યું. લોકશાસન લાવીને સંતશાસન દૂર હડસેલ્યું. બહુમતીવાદનું ચોકઠું ગોઠવીને શાસ્ત્રમતીના વિચારને દેશવટો દેવડાવ્યો. નારીની ગુલામીની વાતો કરીને ઉઘાડે છોગ, ઊભી બજારે અને ધોળે દહાડે નારીનાં શીલ લૂંટતા લાખો દુઃશાસનો પકવી દીધા. નિરોધ, ગર્ભપાત, છૂટાછેડા, સિનેમા, સહશિક્ષણ, બ્લુ-બુક, બ્લુ-ફિલ્મ, રેડિયો, ટેલિવિઝનો, મેગેઝીનો, ક્લબો, જીમખાનાંઓ, હોટલો અને પરિસંવાદોની યોજનાઓના વિવિધ સાણસામાં ખમીરવંતી અને પવિત્રતાના પુંજસમી હિન્દુ પ્રજાને આબાદ જકડી લીધી.
બસ...હવે એનાં પરિણામો જાહેર થતાં જ રહ્યાં દેખાય છે. શ્વેત પ્રજાને પણ કલ્પનાતીત-એવા ઝડપી વેગથી પરિણામો આવી રહ્યાં છે. નારીનું શીલ લૂંટાયું છે. યુવાનોનું મીઠું વેરાઈ ચૂક્યું છે, ક્ષત્રિયોનું ક્ષાત્રવટ રહેંસાઈપિસાઈ ચૂક્યું છે. વેપારીઓનું તેજ ચૂંથાયું છે, સંતોનું બળ તૂટ્યું છે, ધર્મોનું અસ્તિત્વ પૂર્ણપણે જોખમાયું છે, જોર વધ્યું છે. ગુંડાશાહીનું, તકવાદીઓનું, અનાચાર અને અનીતિનું, આંધી અને અંધાધૂંધીનું, અસ્થિરતા અને અરાજકતાનું, કામના ઉન્માદો અને અર્થની મલિનતાનું.
હજી એ યુદ્ધ નવાં નવાં શસ્ત્રો સાથે આગળ વધી જ રહ્યું છે. બધાયને ભારતીય બનાવી દઈને – સહુને જૈન, બ્રાહ્મણ, વૈષ્ણવ, બૌદ્ધ તરીકે મીટાવી દેવા માટે ‘ભારતીયકરણ’નું ભયાનક શસ્ત્ર ક્યારનું ફેંકાઈ ચૂક્યું છે. સંતોની સંતશાહીના બળને હતપ્રહત કરી નાખવા માટે હિપ્પીઓનાં ટોળાં છૂટી ગયાં છે. ગામડે ગામડે તેઓ ફેલાઈ જશે. અફલાતુન ધ્યાન ધરશે અને માળાના મણકે મણકે ભારતીય ધર્મપ્રણેતાઓનાં-મનગમતાં નામ જપશે. હરેકૃષ્ણની ધૂન મચાવતી મંડળીઓએ મુંબઈમાં પ્રવેશ કરી દીધો છે. દરેક ધર્મના પુણ્યશાલી ગણાતા સંતોમાંના એકાદ બેને ઉચ્ચ કક્ષાનું માન આપીને ભોળવી દઈને, તેમની પાસે અનેક ગોરાઓ સમૂહમાં દીક્ષા લે અને એ સાધુસંસ્થામાં પ્રવેશ કરી પગ પહોળા કરે એવી અનેક તબક્કાઓ સાથેની યોજના ખૂબ જ ટૂંકા સમયમાં અમલી બનશે. આમાંનો પહેલો તબક્કો પૂર્ણ થયો હોવાથી દરેક ધર્મના આગેવાનોમાં એક, બે કે પાંચ અમીચંદો તૈયાર પણ થઈ ચૂક્યા છે. કામચલાઉ દીક્ષા ફાવે તેને દીક્ષા, સબ ભૂમિ ગોપાલકી,
esense shadesi/
***