________________
ત્યાર પછી તેને વધુ કેટલાંક વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી, “અત્યારે હું શુક્રના ગ્રહમાં છું !!!” ત્યાંનો સમય પૂછતાં તેણે કહ્યું, ‘અમારે ત્યાં સમય જેવું કશું નથી પણ તમારી પૃવીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું !' ત્યારબાદ તે સ્ત્રીએ શુક્રના ગ્રહ ઉપરના પોતાના જીવનની કેટલીક ખૂબજ રસપ્રદ વાતો કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વપાર-વગેરે) કાર્યો કરતાં નથી. અમારે ત્યાં એટલો બધો પ્રચંડ પ્રકાશ છે કે અમારી દૃષ્ટિએ તો પૃથ્વી તો અંધકારનો જ પ્રદેશ કહેવાય. પછી ભલે ને ત્યાં ભરબપોરનો પૂર્ણ પ્રકાશ કાં ન હોય !” ત્યારબાદ તેણે ત્યાંના વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે, “એ વૃક્ષો ચમકતી પોલિશ કરેલી ધાતુની જેવા ચમકારા મારી રહ્યાં છે.” આની સામે જયારે હીપ્રોટિસ્ટે વાંધો લીધો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તમે અમારી ગ્રહોની દુનિયાની વાતો ન સમજી શકો એવી ચમત્કારીભરી છે.”
એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એના શુક્રના ગ્રહ ઉપરના જીવનમાં લઈ જાય અને ત્યાંની જે વાતો કરે એ બધી વાતો શું જૈનદર્શનમાં વર્ણવેલા દેવલોકની જ વાતો નથી ?
જૈનદર્શનની દષ્ટિએ ફક્ત અઢીદ્વિીપમાં જ કાળ છે. દેવલોકમાં કાળ જેવું કશું નથી, ત્યાંના દીર્ઘ આયુષ્યોને જે કાળથી વર્ણવવામાં આવ્યાં છે તે અહીંના જ કાળથી કહ્યાં છે એવું સ્પષ્ટ કથન જૈનદર્શનમાં મળે છે. વળી દેવલોકમાં રત્નોના પ્રકાશની વાતો, અદૂભુત વૈક્રિય વૃક્ષોની વાતો પણ શું ઉપરની વાતોથી સિદ્ધ થઈ જતી નથી ? આગળ વધતાં એલેકઝાન્ડર કેનન કહે છે કે, “મારી તપાસમાં જેઓને પોતાના પૂર્વજન્મમાં ગ્રહો ઉપરનું જીવન પણ જીવતાં સાંભળ્યાં તે બધાયએ પોતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષના આયુષ્ય પણ કહ્યાં છે.”
આ વાત પણ જૈનદર્શનમાં કહેલા દેવોના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું ?
- ત્યારપછી એ બાઈને શુક્રના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, “અત્યારે હું રોમ દેશમાં કોઈને ત્યાં • જિનાગમોમાં કેટલાંક વૃક્ષોને ઉદ્યોત નામનું નામકર્મ કહ્યું છે. તેનાથી તે વૃક્ષો ખૂબ ચમકતાં દેખાય છે. આવા જ કોઈ વૃક્ષનું આ બાઈ વર્ણન કરતી લાગે છે. சாகன் காம காமாகன் காம காமன்
பராக વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મા
ગુલામડી તરીકે છું.’
મારા ગુલામ તરીકેના જીવનનો આ અંત સમય છે. આટલું બોલીને જ એ સ્ત્રીનું મોં એકદમ ફીકું પડી ગયું. તે ભયથી કંપવા લાગી અને પછી બોલી કે, “મને અત્યારે પગમાં લોખંડની બેડીઓ સાથે પાણીમાં ઉતારી દીધી છે અને ભયંકર જળચર પશુઓ મારી ચોમેર ફરી વળ્યાં છે, ઓહ ! હમણાં જ મને ફાડી ખાશે.’ લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાઓ સાચેજ અસહ્ય જણાતી હતી. એ પછી એને થોડા વર્ષ પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જયાં તેણે પોતાના કારાવાસની કરુણ અવસ્થાનું વર્ણન કર્યું. તેણે રોમ દેશના અનેક એવા રીતરિવાજો જણાવ્યા, જેનો લેખકને પણ ખ્યાલ ન હતો જેમકે તેણે કહ્યું કે, “અમારે ત્યાં પુરુષોના જાહેર કાર્યક્રમો સંધ્યાના સમયે યોજાય છે, જ્યારે સ્ત્રીઓની સભાઓ વગેરે બપોરના સમયે જ યોજવાનો રિવાજ છે. અમે લોકો સ્નાન કરતા નથી, માત્ર તેલની માલિશ કરાવીએ છીએ, ઈત્યાદિ.”
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાતો, દેવલોકની વાતો, સંસ્કાર શું કામ કરે છે ? એનું કેટલું પ્રચણ્ડ સામર્થ્ય છે વગેરે વાતો વૈજ્ઞાનિક રીતે આજના પ્રયોજકો જે જણાવે છે તેનાથી હેરત પામવાને બદલે જૈનદર્શનનાં સચોટ વિધાનો પ્રત્યે ચિત્ત આફ્રીન પુકારી જાય છે. એલેકઝાંડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયોગો કર્યા તેમાંના લગભગ બધાએ એ વાતો તો એકસરખી રીતે જણાવી છે કે (૧) અમે એક જીવન કરતાં વધુ જીવન જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહો ઉપર જીવન જીવીએ છીએ, (૩) વર્તમાનજીવનની અને ભૂતપૂર્વ જીવનોની અગણિત સ્મૃતિઓ અમને થાય છે.
લેખક કહે છે કે એમના પ્રયોગોમાં ઘણાં બધા આત્માઓ બુધના અને શુક્રના ગ્રહો ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. ખેર, પૂર્વજન્મમાં જરાય શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણવિદ્યાથી એ વિષયમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની સમક્ષ એ વાતની જોરશોરથી રજૂઆત કરે એ ખૂબ જ આનંદનો વિષય છે.
બીજા પણ મોરી બર્નસ્ટેઈન નામના એક હીમોટિસ્ટે એલેકઝાંડર કેનની વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતો પ્રયોગ વાંચ્યો છiઈ ગાશits દારા માથiઈibe antiઇ શાdiદ ગાઈ ગાઈ પણ શatri things ચાઈipalities in eating girls ૬૦
વિજ્ઞાન અને ધર્મ
પ૯