________________
આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી આત્માનું અમરત્વ જાહેર કર્યું અને વિચારો તથા સંસ્કારોના બળનું કાર્યક્ષેત્ર આપણી સમક્ષ રજૂ કર્યું. જે વાતો સૈદ્ધાંતિક સ્વરૂપમાં આપણા માટે બે અને ચાર જેટલી જ સાદી અને સીધી જણાઈ છે તે વાતો આજના વિશ્વ માટે ‘વહેમ’, ‘જૂઠ’, ‘ધર્માન્ધતા’ વગેરે નામોથી ખતવાતી હતી. આજે પણ હજી તેવું ઘણું બધું જોવા – સાંભળવા મળે છે, પણ હવે એ દુનિયાની સાહસિક વિચારસરણીમાં જબ્બર કડાકો થયો છે. જો આ રીતે સાચે જ વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખોજ ચાલુ જ રહે તો એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત સત્યમય જૈનદર્શનને તમામ વૈજ્ઞાનિકો અંતરથી ઝૂકી પડશે, અને હાથ ઊંચા કરીને જોરશોરથી પુકાર કરશે કે, “આ જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞ હતા, સર્વજ્ઞ જ હતા, નિઃસંદેહ સર્વજ્ઞ હતા !'
એકજ વિષયના મૂળ સુધી પહોંચી જવાનો નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે, વશીકરણવિદ્યાથી
પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા
suicide, so far from ending his miseries, would plunge him into a dilemma ten thousand times worse than the one from which he seeks to escape-a dilemma from which escape be ten thousand times harder than before.
The murderer too, pays for his crime a million times more fully than any capital punishment could ever hope to make him do. In fact, so far from punishing the murderer, soceity is really punishing itself when it resort to capital punishment, since the loss of physical body, by hanging or by any other method, merely plunges the murderer's mind into the unconscious where his muderours ideas, like the lump of sugar in our previous analogy are able to spread into the mental atmosphere of the world. In this way the 'dead'. murderer can take possesion of other people's bodies during the sleep state, or during periods of dissociation and can thus cause more murders and suicides.
પ્રીતે અન્ય 99090 100
:: પુનર્જન્મ
The P.W.177
entreportugee ૫૭
કુશંકાઓ કરીને તેનાં સમાધાનો મેળવવાં અને અંતે જાહેર કરવું કે પૂર્વજન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. આ બધાં અન્વેષણોની
પાછળ કેટકેટલાક વૈજ્ઞાનિકો જીવન અર્પતા હશે ? માત્ર એલેકઝાન્ડર કેનને આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાંખ્યા છે અને તે જાતતપાસના પૂર્વજન્મની માન્યતાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એલેકઝાન્ડર કેનને જે પ્રયોગ આ વિષયમાં કર્યા છે તેમાંનો એક ખૂબ જ રસપ્રદ પ્રયોગ આપણે સંક્ષેપમાં જોઈએ.
મધ્યમવયની એક સ્ત્રી ઉપર ઊંડુ-છઠ્ઠી-છેલ્લામાં છેલ્લી કક્ષાનુંવશીકરણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તે બાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી. અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આયું કે, “હમણાં તમે આજથી બરોબર ૧૦ વર્ષ પૂર્વના-૧૯૨૪ની સાલની ૪થી ઓગસ્ટના દિવસમાં વર્તમાન છો. તમો હમણાં શું કરી રહ્યાં છો ? ઈત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછ્યા. ખૂબ જ સંતોષકારક જવાબો મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂર્વના-૧૯૧૪ની સાલની ૪ થી ઓગસ્ટના દિવસ ઉપર એને લઈ જવામાં આવી, અને એ દિવસની તમામ વાતો જાણે કે પોતે હમણાં જ અનુભવતી હોય એ રીતે બોલી ગઈ. તેણે કહ્યું કે, “હમણાં બ્રિટન ઉપર બપોરનો સમય છે, જેના ગગનમાં પહેલા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાઈ ગયાં છે,’’ ત્યારપછી ફરી વધુ ૧૦ વર્ષની સ્મૃતિ તાજી કરાવી. ત્યારપછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એકજ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પોતાના સ્નાનનું વર્ણન કર્યું અને તે વખતે પડતી શ્વાસની ગૂંગળામણ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસો પાડતી બોલી ઊઠી : “ઓહ ! મને ખૂબ જ અંધારું લાગે છે અને મને આજુબાજુ વહી જતાં દ્રવનો અવાજ આવે છે.” (સંભવ છે કે તે માતાની નસોમાંથી વહેતું લોહીનું પરિભ્રમણ હોય.) આ, વર્ણનમાં જ્યાં અડધો કલાક પૂર્ણ થયો કે તરત જ તે બોલી ઉઠી, “ઓહ ! હવે તો હું બહાર નીકળી ગઈ છું. !’’ ત્યાર પછી તે સ્ત્રીએ તે ઓરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પોતાની બાલ્યવય વખતના અવાજથી જ કરેલું. જાણે કે એ બાળકી જ બોલી રહી હોય તેમ લાગે !
*********称中市市场
૫
વિજ્ઞાન અને ધર્મ