________________
અને તેણે પણ કોઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તો તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવું ઊંડું વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં તેણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલ જાતિસ્મરણ જ્ઞાનની વાતો જાણી એટલે એણે પણ આ વિષયમાં કંઈક જાણવાનો નિર્ણય કર્યો. ટૂંક જ સમયમાં રૂથ સાયમન્સ (Ruth. Simmons) નામની એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાનો પ્રયોગ કર્યો. ૨૯મી નવેમ્બર, ૧૯૫૨ના દિવસે આ પ્રયોગ શરૂ કર્યો. અને પાંચ વખત આવી બેઠકો મળી. પાંચેય બેઠકો (Sitting) દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનું ટેઈપરેકોર્ડિંગ કરવામાં આવ્યું. અતિ અદ્દભુત વાતો જાણવા મળી. આ બાઈનો જન્મ ૧૯૨૩માં અમેરિકાના આયોવા રાજયમાં થયો હતો. પ્રયોગ વખતે તે વીમા એજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વેનું આયર્લેન્ડનું જીવન ખૂબ વિસ્તારથી સમજાવ્યું. (જે સ્ત્રી વર્તમાન જીવનમાં ‘રૂથ સાયમન્સ' તરીકે હતી તેને બ્રાઈડ મર્ફી તરીકે જોવી અને સાંભળવી.) સંમોહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે, “એનું નામ, બાઈડ મર્ફી હતું. તેઓ બેરિસ્ટર હતા, એ સ્ત્રી મિસ સ્ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ બ્રિયન મેકાર્થી હતું. એ બેરિસ્ટરનો પુત્ર હતો તેમજ પોતે પણ બેરિસ્ટર હતો. એ સેંટ ટેરેસાન દેવળમાં જતી, ત્યાંના પાદરીનું નામ ફાધર જોન હતું, એ પોતે પ્રોટેસ્ટન્ટ હતી, પણ એનો પતિ કેથોલિક હતો. ૬૬ વર્ષની વયે દાદર પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. તે દિવસે રવિવાર હતો. એણે એમ પણ જણાવ્યું કે ફાધર જોનના કહેવા પ્રમાણે એનો આત્મા કોઈ વિશુધ્ધ સ્થળે જવાનો હતો, પણ હકીકતમાં તેમ બન્યું ન હતું.
છેવટે ઈ.સ. ૧૯૨૩માં આયોવામાં તેનો જન્મ થયો.
આ સ્ત્રી આયરિશ ભાષાનું લેશ પણ જ્ઞાન ધરાવતી ન હોવા છતાં તેણે સંમોહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી.
લોકોએ એ વખતે આશંકા પણ કરી હતી કે કદાચ “બ્રાઈડ મર્ફી) નામનું એક પુસ્તક લખાયું હશે, જે આ રૂથ સાયમન્સે વાંચ્યું હોય અને તેથી તેવી બધી વાતો કરતી હોય પરંતુ તપાસ કરતા જણાયું કે એવું કોઈ પુસ્તક લખાયું જ ન હતું, વળી તે બાદ કદી આયર્લેન્ડ ગઈ ન હતી છતાં તેણે, કેટલા ઓરડા ? રસોડું ક્યાં ? ઘર સામે વૃક્ષો ક્યાં ? વગેરે વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ
પુસ્તકમાં પણ ન સંભવે તેવી ઝીણવટભરી વાતો પણ કરી હતી. બ્રિટિશ ઈન્ફર્મેશન સમિતિએ પણ આ વાતોને પુષ્ટિ આપી.
સ્ત્રીના આ નામ ઉપરથી જ મોરી બર્નસ્ટેઈને પોતાના એ વિષયના પુસ્તકનું નામ “ધ સર્ચ ફોર બ્રાઈડે મર્ફી” રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચેય ટેઈપ-રેકોર્ડિંગનું અવતરણ કરવામાં આવ્યું છે. ત્યારપછી લેખકે એ પાંચેય રેકોર્ડો સારા સારા બુદ્ધિશાળી માણસોને, વૈજ્ઞાનિકો વગેરેને સંભળાવી હતી અને તેમનાં અંગત અભિપ્રાયો માંગ્યા હતા. એ બધી વાત લેખકે પોતાના તે પુસ્તકમાં જણાવી છે.
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચેજ પશ્ચિમના વિદ્વાનો માટે આઘાતજનક બાબત છે, કેમકે બાઈબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદન સહજ છે કે આવી કોઈ સિદ્ધિ થાય તો તેની સામે બહુ મોટો ઊહાપોહ થાય, ભારે મોટો વિરોધ પણ જાગે. શ્રી મોરી બર્નસ્ટેઈનને બધી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તો તેમને પૂછ્યું હતું કે ‘જો આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તો બીજા ઘણાં બધા એ વિદ્યાના નિષ્ણાતો છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતાં નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે પુસ્તકમાં મોરી બર્નસ્ટેઈન કહે છે કે, ‘આ વિષયમાં હું કાંઈ એકલો અટૂલો નથી. મારી સાથે એલેકજાંડર કેનન છે, જેઓ એક વખત આ વાતોને સ્વપ્રની વાતો માનતા હતા. એટલું નહિ બીજા પણ કેટલાંક વૈજ્ઞાનિકોએ પણ પોતાનાં અન્વેષણોથી પૂર્વજન્મના અસ્તિત્ત્વની બાબતમાં વિધેયાત્મક નિર્ણય લીધો છે અને તેમણે પોતાની વાતોને પ્રકાશમાં મૂકી પણ છે, પરંતુ તેનો જોઈએ તેટલો બહોળો પ્રચાર થયો જ નથી.” • Nor dose this man stand alone, There are indede a number of scientists whose experiments have led them to same conelusion. The first part of the answer then, is that some specialists do know about this, their dimension and have been publicising their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been.
- P. 211
૬૧
૬૨
વિજ્ઞાન અને ધર્મ