________________
(૧૧) પી. ગેડ્રેસ કહે છે કે, “કેટલાંક એવા વિદ્વાનો છે કે તેમણે પોતાની માનવતા ‘મીટીયોરાઈટ વેહીકલ થિયરી’માં જણાવી છે. તેમણે એવું સૂચવ્યું છે કે જીવન એટલું જ પુરાણું છે જેટલું જડ.’’૧૦
આવા તો બીજા અનેક વૈજ્ઞાનિકોના વિચારો અહીં રજૂ કરી શકાય તેમ છે.
આ બધાં પ્રમાણો ઉપરથી એ વાત હવે નિઃસંદેહ રીતે કહી શકાય છે કે ક્યાંક વિજ્ઞાન પોતાના વિકાસની સાથે સાથે આત્માવાદી થતું જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આત્માના વિચારના જે પાયા ઉપર આજ સુધી તત્ત્વજ્ઞાન ઊભું રહેલું હતું, તે જ પાયા ઉપર હવે વિજ્ઞાન રહેવા લાગ્યું છે અને વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનો આત્માના વિષયમાં આ રીતે સુમેળ સધાતો જાય એ સાચે જ ખૂબ આનંદની બીના છે.
વિજ્ઞાન પ્રતિ જનસમાજનો આદર વધતો જાય છે અને આ તત્ત્વજ્ઞાન પ્રત્યે વધુને વધુ ઔદાસીન્ય આવતું જાય છે, પણ જો આ
રીતે વિજ્ઞાન સ્વયં જનસમાજને વશ કરીને તત્ત્વજ્ઞાનના જ ક્ષેત્રમાં તાણી જાય તો જનસમાજમાં ફરી કદાચ ધર્મના પાયા ઉપર
આર્યસંસ્કૃતિનું નવનિર્માણ થવાની શક્યતા વધતી જાય. (બેશક આ તરંગી કલ્પના છે. વસ્તુતઃ કોઈ પણ રીતે એને બિરદાવી શકાય તેમ નથી.)
આ રીતે વિજ્ઞાને આત્માનું જે અસ્તિત્ત્વ અંતે સ્વીકાર્યું તેને જૈન દર્શનકારોએ તો પરિપૂર્ણ સત્ય સ્વરૂપમાં પહેલેથી જ સ્વીકાર્યું છે. આ વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે જેને વૈજ્ઞાનિકો ઘણાં પ્રયત્ને પામે છે તેને જૈનાગમમાં ઠેર ઠેર રજૂ કરવામાં આવે છે. સાચે જ એવાં વિજ્ઞાનો કરનાર ભગવાન જિન સર્વજ્ઞ જ હતા. કોઈપણ પ્રયોગ વિના, કોઈપણ સંશોધન વિના કોઈ દૂરવિક્ષક યંત્ર વગેરે રાખ્યા વિના જેઓ આજના વૈજ્ઞાનિકોની વાતોને અગણિત
૧૦. Some authorities who have found satisfaction in the Meteorite Vehide Theory have also suggested that life is as old as matter. – Evolution P. 70
શાકાહા
Wednessee herese વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા
૪૫
વર્ષોથી એક અવાજે એકસરખી રીતે કહેતા આવ્યા તે બધાયને એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થયું હોવું જોઈએ જેના બળે જ આવા અતીન્દ્રિય પદાર્થ સંબંધમાં સ્પષ્ટ સત્ય જણાવી શક્યા હતા.
આત્મા જેવી કોઈ ચેતાનત્મક વસ્તુ છે તે વાત વૈજ્ઞાનિકો પણ માને છે એટલું હજી તો જાણ્યું, પરંતુ વશીકરણવિદ્યાથી, જાતિસ્મરણોથી, પ્રેતોના આગમનથી, પ્લાન્ગેટ વગેરે સાધનોથી પણ આત્માનું અસ્તિત્ત્વ, પુનર્જન્મ અને પૂર્વજન્મ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા છે.
**
૪૬
$$$$$$$$$
વિજ્ઞાન અને ધર્મ