________________
૬. વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
જૈનદર્શનમાં આત્માના અસ્તિત્ત્વ અંગે શંકાને કોઈ સ્થાન જોવા મળતું નથી. સમગ્ર સચરાચર જગતની સમ-વિષમ તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે, જયારે આત્મા જેવી એક વસ્તુ માનવામાં આવે, તેને નિત્ય માનવામાં આવે, કર્મનો કર્તા અને ભોક્તા માનવામાં આવે, એ કર્મનો સંપૂર્ણ વિનાશ માનવામાં આવે, અને સર્વ કર્મમુક્ત બનવા માટેના ઉપાયોનું અસ્તિત્ત્વ પણ માનવામાં આવે. શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ પોતાના જ્ઞાનમાં આત્માનું આવું બે બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપ જણાવ્યું.
આમ જ્યારે આત્મા નિત્ય છે, ત્યારે પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતો પણ જૈનદર્શનોમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે
તેમાં તેમણે જણાવ્યું છે કે, “મૃત્યુ સમયે માનવશરીરમાંથી આત્મા નીકળી જાય છે એ વાતનો-આત્માના સ્વતંત્ર અસ્તિત્ત્વની વાતનો-જે કોઈ વૈજ્ઞાનિક પુરાવો આપે તેને બે લાખ ડોલર ઈનામ આપવું.”
અમેરિકાની આઠ સંસ્થાઓએ આ ઈનામ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એરીઝોના રાજયની સર્વોચ્ચ કોર્ટમાં ૧૯૬૭નાં માર્ચ માસની છઠ્ઠી તારીખથી ૧૮ દિવસની સુનાવણી થનાર છે તે વખતે આઠ સંસ્થાઓ આત્માના સ્વતંત્ર અસ્તિત્ત્વ સંબંધમાં પોતાના પુરાવાઓ રજુ કરશે અને તે ઈનામ માટેનો પોતાનો હક્ક દાખલ કરશે.
આ વીલના રક્ષક વકીલોનું કહેવું છે કે જો કોઈ સાચો વૈજ્ઞાનિક પુરાવો રજુ નહિ કરાય તો માનવીના આત્માનું અસ્તિત્ત્વ પુરવાર કરવાનો ઈરાદો ધરાવતી કોઈપણ સંશોધન સંસ્થાને તે રકમ આપી દેવામાં આવશે.
ભારતમાં ડો. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫00 કિસ્સાઓ તેમણે ભેગા કર્યા છે. દિવસે દિવસે તેઓ પૂર્વજન્મના અસ્તિત્ત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે.
આવું આવું તો ઘણું આજે સંશોધન થઈ રહ્યું છે, કેવી નવાઈની વાત છે કે જૈનદર્શનને પામેલા સંસ્કારી માતાપિતાના એક બાળકની ગળથૂથીમાં જે વાત વણાઈ ગયેલી છે એને પામવા માટે આજના બુદ્ધિમાન માનવોને ભેજા કસવા પડે છે. ખેર... અંતે પણ તેઓ આત્માને સ્વીકારે છે, જે એની અવિનાશિતાને કબૂલે છે એજ મોટા આનંદની બીના
અને તેથી જ વર્તમાન જન્મમાં સુંદર એવું ધર્માચરણ પણ જરૂરી બની જ જાય. કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પોતે સુખદ જીવનનું ઐશ્વર્ય પામી શકે નહિ.
આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈનદર્શનમાં જોવા મળે છે તેથી જ દરેક જૈન આ વિષયમાં કોઈ શંકા કરતો નથી અને શક્ય એટલું જ સદાચારપરાયણ જીવન જીવવાની કોશિશ પણ કરતો રહે છે,
પણ આ હકીકત જગતના ઘણાં મોટા વિસ્તારમાં ખૂબજ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાત જાતની શંકાકુશંકાઓ કરતો રહે છે. એક નાનકડો વૈજ્ઞાનિક વર્ગ એના અંગે તરેહ તરેહના ઊહાપોહ કરે છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનું અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલો છે.
ફીનિક્સ (એરીઝોના)ની એક ખાણના માલિક જેમ્સ કીડની કે જેઓ ૧૯૫૧માં મૃત્યુ પામ્યા છે, તેમણે પોતાના મૃત્યુ પૂર્વ એક વીલ કર્યું
આજે જુદા જુદા ઘણાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આત્માનાં સત્યો હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકોએ નિત્યાત્માનું અસ્તિત્ત્વ કબૂલ્યું છે. આપણે અહીં એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારશું. આ ભાઈએ વશીકરણ (Hypnotism)ના પ્રયોગો દ્વારા પૂર્વજન્મની સિદ્ધિ કરી છે. એણે ૧૩૮૩ પ્રયોગો કર્યા છે, અને છેલ્લામાં
વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ
૪૮
વિજ્ઞાન અને ધર્મ